Prabhas on KGF 2 Success: તો શું ફિલ્મ KGF 2ની સક્સેસથી દબાવમાં છે 'બાહુબલી' એક્ટર પ્રભાસ

સાઉથના સુપર સ્ટાર યશની ફિલ્મ KGF 2 રિલીઝ થયાની સાથે જ બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ..ફિલ્મે રિલીઝ થયાના પહેલા જ દિવસે 130 કરોડની કમાણી કરી હતી. હાલમાં આ ફિલ્મને લઈને  'બાહુબલી' એક્ટર પ્રભાસનું નિવેદન છે ચર્ચામાં KGF 2ના નિર્દેશિત પ્રશાંત નીલ છે.

Prabhas on KGF 2 Success: તો શું ફિલ્મ KGF 2ની સક્સેસથી દબાવમાં છે 'બાહુબલી' એક્ટર પ્રભાસ

સાઉથના સુપર સ્ટાર યશની ફિલ્મ KGF 2 રિલીઝ થયાની સાથે જ બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ..ફિલ્મે રિલીઝ થયાના પહેલા જ દિવસે 130 કરોડની કમાણી કરી હતી. હાલમાં આ ફિલ્મને લઈને  'બાહુબલી' એક્ટર પ્રભાસનું નિવેદન છે ચર્ચામાં KGF 2ના નિર્દેશિત પ્રશાંત નીલ છે. અને તેમની આગામી ફિલ્મ  'સાલર'માં પ્રભાસ લીડ રોલમાં છે. હાલમાં જ પ્રભાસને આ ફિલ્મની સફળતા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અને તેના જવાબમાં પ્રભાસે એવી વાત કહી કે નિવેદન ચર્ચામાં છે.

KGF 2 પર કહી આ વાત
પ્રભાસે હાલમાં  જ અમારી સહયોગી વેબસાઈટ DNA સાથે ખાસ વાતચીત કરી અને આ વાતચીતમાં પ્રભાસે કહ્યું કે પ્રશાંત નીલે એક બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે, તે મારા ડિરેક્ટર છે. આ મોટા સમાચાર છે. અમે બધા તેના માટે ખૂબ જ ખુશ છીએ. 
શું પ્રભાસ દબાણ અનુભવી રહ્યો છે?
 
જ્યારે પ્રભાસને આ ફિલ્મની સફળતા વિશે પૂછવામાં આવ્યું કે, શું તે દબાણ અનુભવી રહ્યો છે? તેના જવાબમાં અભિનેતાએ કહ્યું- 'હું દબાણ કેમ અનુભવીશ? હું KGF 2 ની સમગ્ર ટીમ માટે ખૂબ જ ખુશ છું.

પહેલીવાર પ્રભાસ પ્રશાંત નીલ સાથે કરી રહ્યો છે કામ
ફિલ્મ 'બાહુબલી'ની અપાર સફળતા બાદ પ્રભાસની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી. તે જ સમયે, 'KGF ચેપ્ટર 2' ની અપાર સફળતાએ યશને સમગ્ર ભારતનો સ્ટાર પણ બનાવ્યો છે. ખાસ વાત એ છે કે પ્રભાસ પહેલીવાર KGF ચેપ્ટર 2 ના નિર્દેશક પ્રશાંત નીલ સાથે ફિલ્મ 'સાલર'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મની જાહેરાત વર્ષ 2020માં કરવામાં આવી હતી. આ ફિલ્મથી પ્રભાસ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news