Gerua Song: શૂટિંગ દરમિયાન મોતના મુખમાંથી શાહરૂખનો બચાવ્યો હતો જીવ, જુઓ ગીતનો મેકિંગ વીડિયો

શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કાજોલ (Kajol) બોલિવૂડની લોકપ્રિય જોડીમાંથી એક છે. બંનેએ ઘણી ફિલ્મો સાથે કરી છે, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. શાહરૂખ અને કાજોલ છેલ્લે ફિલ્મ 'દિલવાલે' (Dilwale) માં જોવા મળ્યા હતા.

Gerua Song: શૂટિંગ દરમિયાન મોતના મુખમાંથી શાહરૂખનો બચાવ્યો હતો જીવ, જુઓ ગીતનો મેકિંગ વીડિયો

નવી દિલ્હીઃ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કાજોલ (Kajol) બોલિવૂડની લોકપ્રિય જોડીમાંથી એક છે. બંનેએ ઘણી ફિલ્મો સાથે કરી છે, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. શાહરૂખ અને કાજોલ છેલ્લે ફિલ્મ 'દિલવાલે' (Dilwale) માં જોવા મળ્યા હતા. શું તમે જાણો છો કે આ ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન કંઈક એવું બન્યું હતું કે શાહરૂખ ખાનનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો, પરંતુ તે સમયે કાજોલે તેને બચાવી લીધો હતો.

કાજોલે બચાવ્યો હતો શાહરૂખનો જીવ
હકિકતમાં ફિલ્મ 'દિલવાલે' (Dilwale) નું ગીત 'ગેરુઆ' (Gerua) ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ગીતના શૂટિંગ દરમિયાન શાહરૂખ પહાડ પરથી પડતાં બચી ગયો હતો. આ ગીતનો એક મેકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બંને સ્ટાર્સ ગીતના શૂટિંગ વિશે વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કાજોલ (Kajol)  પહાડની બાજુમાં આવેલા ધોધની સામે શૂટિંગ કરી રહ્યાં છે. કાજોલ તેની સામે ઉભી છે અને શાહરૂખ ઘૂંટણ પર બેસીને હાથ લંબાવીને સિગ્નેચર પોઝ આપતો જોવા મળે છે. તે જેવો ઉભો થાય છે તો તેનું બેલેન્સ બગડી જાય છે, પરંતુ કાજોલ તેનો હાથ પકડીને પોતાની તરફ ખેંચે છે. આ રીતે કાજોલે શાહરૂખને પડતાં બચાવ્યો હતો.

શાહરુખે કાજોલને કહ્યું- આભાર
વીડિયોમાં આ ઘટના વિશે વાત કરતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) કાજોલને કહે છે, 'ખૂબ ખૂબ આભાર. હું મારી જીંદગી માટે તમારો ઋણુ છું. મારી આ જિંદગી હવે તમારા નામે થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કાજોલ (Kajol) ઘણા સારા મિત્રો છે. ઘણા અવસરો પર બંનેની મિત્રતા સ્પષ્ટ જોવા મળી છે. શાહરૂખ અને કાજોલે 'કભી ખુશી કભી ગમ', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'કુછ કુછ હોતા હૈ', 'માય નેમ ઈઝ ખાન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

આ ફિલ્મ 6 વર્ષ પહેલા થઈ હતી રિલીઝ
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'દિલવાલે' વર્ષ 2015માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું હતું. વરુણ ધવન અને કૃતિ સેનન પણ આ ફિલ્મનો મહત્વનો ભાગ હતા. ક્રિટિક્સ અને દર્શકો દ્વારા આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જો કે કમાણીના મામલામાં 'દિલવાલે' શાહરૂખની અન્ય ફિલ્મોની જેમ બોક્સ ઓફિસ પર ખરી ઉતરી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news