Lata Mangeshkar ના સ્વાસ્થ્યને લઈ મોટા સમાચાર, ડોક્ટરે એવું તો શું કહ્યું કે પ્રશંસકોમાં વ્યાપી ચિંતા

કેન્ડી બ્રીચ હોસ્પિટલના ડૉ. પ્રતુત સમદાનીએ લતાના સ્વાસ્થ્યને લઈને એક નવું અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે લતાજીની તબિયત ફરી બગડી છે અને આ સમયે તેઓ વેન્ટિલેટર પર છે. આવી સ્થિતિમાં લતાની તબિયતને લઈને ચાહકોની ચિંતા વધી ગઈ છે.

Lata Mangeshkar ના સ્વાસ્થ્યને લઈ મોટા સમાચાર, ડોક્ટરે એવું તો શું કહ્યું કે પ્રશંસકોમાં વ્યાપી ચિંતા

નવી દિલ્હી: મશહૂર ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) કોરોનાથી સંક્રમિત થયા બાદ મુંબઈની કેન્ડી બ્રીચ હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં છેલ્લા 27 દિવસથી તેમની સારવાર ચાલી રહી છે. ચાહકો તેનના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે લતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ ફરી એકવાર તેમની તબિયત બગડી છે.

એકવાર ફરી ચાહકોની ચિંતા વધી
કેન્ડી બ્રીચ હોસ્પિટલના ડૉ. પ્રતુત સમદાનીએ લતાના સ્વાસ્થ્યને લઈને એક નવું અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે લતાજીની તબિયત ફરી બગડી છે અને આ સમયે તેઓ વેન્ટિલેટર પર છે. આવી સ્થિતિમાં લતાની તબિયતને લઈને ચાહકોની ચિંતા વધી ગઈ છે.

કોરોનામાંથી સ્વસ્થ થયા લતા મંગેશકર 
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope) એ પણ લતા મંગેશકરની તબિયત વિશે વાત કરી હતી. હાલમાં જ લતા મંગેશકરના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા રાજેશે (Rajesh Tope) જણાવ્યું હતું કે તેમની તબિયત હવે સ્થિર છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ સિવાય હવે તેમનામાં ન્યુમોનિયાના કોઈ લક્ષણો નથી.

તબિયત થઈ રહ્યો છે સુધારો
હાલમાં જ લતા મંગેશકર (Lata Mangeshkar) ના ટ્વિટર એકાઉન્ટ પર તેમના પરિવાર વતી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે, લતા દીદી બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ છે. તેમની સારવાર ચાલુ છે. આજે સવારે તેમને વેન્ટિલેટર પરથી હટાવીને ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનામાં સુધારો જોવા મળ્યો છે. પરંતુ તે હજુ પણ ડૉ. પ્રતિમા સમદાની અને તેમની ટીમની દેખરેખ હેઠળ રહેશે. અમે તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે તમારા બધાનો આભાર માનીએ છીએ.

30 હજારથી વધુ ગીતોમાં આપ્યો અવાજ
ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકરે (Lata Mangeshkar) 1942માં 13 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે બહુવિધ ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. તેમને ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news