પુનમ પાંડેએ ડરામણા અનુભવનો કર્યો મોટો ખુલાસો, આ કામ માટે પતિ કરતો હતો મજબૂર
Lock Upp: કંગના રનૌતના શોમાં સેલિબ્રિટીઓના જીવનના રહસ્યો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે પૂનમ પાંડેએ પોતાના જીવનનું એક કડવું સત્ય જણાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલ અને એકતા કપૂર દ્વારા નિર્મિત કેપ્ટિવ રિયાલિટી શો 'લોક અપઃ બદમાશ જેલ અત્યાચારી ખેલ'માં બીજા દિવસથી વિવાદ શરૂ થઈ ગયો છે. મોડલ-અભિનેત્રી પૂનમ પાંડેએ પૂર્વ પતિ સેમ બોમ્બે સાથેના તેના દર્દનાક સંબંધો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આ કામ માટે પતિ કરતો હતો મજબૂર
તેના સાથી કન્ટેસ્ટેન્ટ્સ કરણવીર બોહરા અને પાયલ રોહતગી સાથે વાત કરતી વખતે, પૂનમે શેર કર્યું કે તે સેમને નાપસંદ કરે છે પરંતુ ખરેખર તેને નફરત કરતી નથી. તેણે વધુમાં કહ્યું કે જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેમના મોટા ઘરમાં ચાર માળ હતા, પરંતુ સેમ તેને બીજા રૂમમાં રહેવા દેતો ન હતો અને તેને એક જ રૂમમાં સાથે રહેવા મજબૂર કરતો હતો.
ફોનને ટચ કરવાની ન હતી મંજૂરી
પૂનમે એ પણ જણાવ્યું કે તેને તેના ઘરની અંદર તેના ફોનને ટચ કરવાની પણ મંજૂરી નહોતી. તેણે ખુલાસો કર્યો કે સેમ તેને માથા પર સતત એક જગ્યાએ મારતો હતો જેનાથી 'બ્રેઈન હેમરેજ' થઈ શકે છે. તેણીએ કહ્યું કે સેમ સવારે 10 વાગ્યાથી દારૂ પીવાનું શરૂ કરતો હતો અને અડધી રાત સુધી ચાલુ રાખતો હતો.
1 વર્ષમાં તૂટી ગયા લગ્ન
તમને જણાવી દઈએ કે પૂનમે તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ અને પ્રોડ્યુસર સેમ બોમ્બે સાથે સપ્ટેમ્બર 2020 માં લગ્ન કર્યા હતા. જોકે આ પહેલા પણ તેણીએ તેના પર ઘણી વખત ઘરેલું શોષણ અને છેડતીનો આરોપ લગાવ્યો હતો. નવેમ્બર 2021 માં પૂનમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસે સેમની પણ ધરપકડ કરી હતી.
લોકઅપમાં કેદ છે આ સ્ટાર્સ
'લોક અપ' વિશે વાત કરીએ તો, સ્પર્ધકોને બે ટીમોમાં વહેંચવામાં આવ્યા છે, જે તેમના ડ્રેસના રંગથી ઓળખાશે, ઓરેન્જ ટીમ રાઈટ બ્લોક છે અને બ્લુ ટીમ લેફ્ટ બ્લોક છે. કરણવીર, પાયલ, સિદ્ધાર્થ શર્મા, બબીતા ફોગટ, અંજલી અરોરા, પૂનમ અને મુનવ્વર ફારૂકી ઓરેન્જ ટીમના સભ્યો છે, જ્યારે તહસીન પૂનાવાલા, નિશા રાવલ, શિવમ શર્મા, સ્વામી ચક્રપાણી મહારાજ, સારા ખાન અને સાયશા શિંદે બ્લુ ટીમના સભ્યો છે.
તેમની સામે જાહેર કરવામાં આવી છે ચાર્ટશીટ
'બિગ બોસ'ની જેમ, સ્પર્ધકોને પ્રથમ દિવસે બે લોકોને નોમિનેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમને તેઓ તેમના ઘરે પાછા મોકલવા માંગે છે. નોમિનેશન પ્રક્રિયા પછી પાંચ સ્પર્ધકો - મુનવ્વર, અંજલિ, સ્વામી ચક્રપાણી, સિદ્ધાર્થ અને શિવમ સામે 'ચાર્જશીટ' જાહેર કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે