પ્રેગનેન્ટ છે આ અભિનેત્રી, શેર કરી બેબી બંપની તસવીરો

બોલિવૂડની સ્ટાઈલિશ અભિનેત્રી નેહા ધૂપિયાએ થોડા મહિના પહેલા જ મિત્ર અને એક્ટર એવા અંગદ બેદી સાથે સીક્રેટ વેડિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતાં.

પ્રેગનેન્ટ છે આ અભિનેત્રી, શેર કરી બેબી બંપની તસવીરો

નવી દિલ્હી: બોલિવૂડની સ્ટાઈલિશ અભિનેત્રી નેહા ધૂપિયાએ થોડા મહિના પહેલા જ મિત્ર અને એક્ટર એવા અંગદ બેદી સાથે સીક્રેટ વેડિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતાં. લગ્ન બાદથી જ નેહાની પ્રેગનેન્સી સતત ચર્ચામાં છે. નેહા અને અંગદે હવે ફેન્સ સાથે ગુડ ન્યૂઝને ફાઈનલી શેર કરી દીધા છે. નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ અંગદ સાથે બેબી બંપની તસવીરો શેર કરી છે. 

નેહાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કરતા લખ્યું કે એક નવી શરૂઆત...અમે ત્રણ.

A post shared by Neha Dhupia (@nehadhupia) on

થોડા દિવસો પહેલા નેહા અને અંગદની માલદીવ હોલીડેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી. માલદીવના બીચથી લઈને પૂલ સાઈડના સારા વ્યૂઝની આ તસવીરો ખુબ સરસ હતી. નેહાએ 10મી મેના રોજ દિલ્હીના એક ગુરુદ્વારામાં અંગદ બેદી સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હતાં. બંનેના લગ્નમાં ફેમિલી અને ફક્ત નજીકના લોકો જ સામેલ હતાં. મીડિયાને પણ આ કપલના લગ્નની ભનક લાગી ન હતી. 

A post shared by Neha Dhupia (@nehadhupia) on

વિશ્વાસપાત્ર પતિ છે અંગદ-નેહા
હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સૂરમા જોયા બાદ નેહા ધૂપિયાએ કહ્યું કે અંગદ બેદી અભિનેતા તરીકે એટલો જ ઈમાનદાર અને વિશ્વાસુ છે જેટલો એક પતિ તરીકે છે. અંગદ બેદી અને નેહા ધૂપિયાએ આ વર્ષની શરૂઆતમાં લગ્ન કર્યા હતાં. અંગદે શાદ અલી દ્વારા દિગ્દર્શિત સૂરમામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તે સંદીપ (દિલજીત દોસાંજ)ના ભાઈની ભૂમિકામાં જોવા મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news