શાહરૂથ ખાનને મળી કલિંગ સેનાની ધમકી, ઓડિશા પ્રવાસ માટે વધારાશે સુરક્ષા

ઓડિશાના એક સંગઠન કંલિગ સેનાએ 17 વર્ષ પહેલા રિલીઝ થયેલી તેની ફિલ્મ અશોકામાં ઇતિહાસની સાથે છેડછાડ કરવાના આરોપમાં અભિનેતાના ચહેરા પર શાહી ફેકવાની ધમકી આપી છે.

શાહરૂથ ખાનને મળી કલિંગ સેનાની ધમકી, ઓડિશા પ્રવાસ માટે વધારાશે સુરક્ષા

નવી દિલ્હી: પોલીસે શનિવારે કહ્યું હતું કે કલિંગ સેનાની ધમકી બાદ ઓડીશામાં શાહરૂખ ખાનના પ્રવાસને ધ્યાનમાં રાખી સુરક્ષા વધારવામાં આવશે. કલિંગ સેનાએ શાહરૂખના ચહેરા પર શાહી ફેંકવાની ધમકી આપી છે. ઓડિશાના એક સંગઠન કંલિગ સેનાએ 17 વર્ષ પહેલા રિલીઝ થયેલી તેની ફિલ્મ અશોકામાં ઇતિહાસની સાથે છેડછાડ કરવાના આરોપમાં અભિનેતાના ચહેરા પર શાહી ફેકવાની ધમકી આપી છે.

આ સાથે જ સંગઠને ભુવનેશ્વર સ્થિત કલિંગા સ્ટેડિયમમાં 27 નવેમ્બરે પુરૂષ હોકી વર્લ્ડ કપના ઉદ્ઘાટન પર શાહરૂખ ખાનના અહીંયા આવવા પર કાળા ઝંડા ફરકાવવાની ધમકી આપવામાં આવી છે. ભુવનેશ્વરના ડીસીપી અનૂપ સાહૂએ કહ્યું છે કે, હોકી વર્લ્ડ કપ દરમિયા અમે શાહરૂખ ખાનના પ્રવાસ માટે સુરક્ષામાં વધારો કરીશું. જોકે અભિનેતાના કાર્યક્રમ વિશે હજુ પુષ્ટિ થવાની બાકી છે. સંગઠનના પ્રમુખ હેમંત રથે શાહરૂખ પાસે અશોકામાં ઓડિશાના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટેની માફી માંગવાની માંગ કરી છે. સંગઠને આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં કંલિગને ખોટી રીત દર્શાવી રાજ્યની સંસ્કૃતિ અને અહીંયાના લોકોનું અપમાન કર્યું છે.

તમને જણાવી દઇએ કે શાહરૂખ ખાન આ સમયે તેની આગામી ફિલ્મ ‘ઝીરો’ને લઇને ઘણો વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે ફરી એકવાર કેટરિના કૈફ અને અનુષ્કા શર્માની જોડી જોવા મળશે. આ જોડી આ પહેલા ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં જોવા મળી હતી. આ રોમેન્ટિક ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે. હિમાંશુ શર્માએ લખેલી આ ફિલ્મને આનંદ એલ રાયે ડાયરેક્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે આનંદ રાય આ પહેલા ‘રાઝના’, ‘તનુ વેડ્સ મનુ’ અને તનુ વેડ્સ મનુ રિટર્ન્સ, જેવી હિટ ફિલ્મનોનું ડાયરેક્શન કરી ચુક્યા છે.
(ઇનપુટ IANSથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news