Save water News

આ ગુજરાતી યુવકોએ એવી શોધ કરી કે ગુજરાત ક્યારેય તરસ્યુ નહિ રહે, ગજબની છે ફોરમ્યુલા
Save Water બુરહાન પઠાણ/આણંદ : સમગ્ર વિશ્વમાં પાણીનો આડેધડ થઈ રહેલા વપરાશને લઈને જમીનમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે અને જેને લઈને અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે આવનારી પેઢી માટે જળ સંકટ સર્જાઈ શકે છે. ત્યારે વલ્લભવિદ્યાનગરની એમબીઆઈટી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પાણીનો બચાવ કરવા અને ઘર વપરાશનાં પાણીને શુદ્ધ કરી ફરી વપરાશમાં લઈ શકાય તે માટે એક અનોખો પ્રોજેક્ટ બનાવ્યો છે. સામાન્ય રીતે આજે ઘરમાં કપડાં ધોવા, વાસણ ધોવા, તેમજ ન્હાવા ધોવા માટે પાણી વપરાય છેય આ દૂષિત પાણી સીધું ગટરમાં કે ખાળકૂવામાં વહી જાય છે. વાહનો વોશ કરવામાં પણ પાણીનો વપરાશ થાય છે. ત્યારે આ પાણીને શુદ્ધ કરી ફરી જો વપરાશમાં લેવામાં આવે તો આપણે પાણીની બચત કરી શકીએ છે.
Jan 17,2023, 10:44 AM IST
PM ના સપનાને સાકાર કર્યું આ અમદાવાદીએ, સોસાયટીના રહીશો 365 દિવસ પીએ છી વરસાદનું સંગ્
Apr 25,2022, 8:21 AM IST
જીવ બચાવવા માટે પાણીયુદ્ધ : વીંછીયાના બે ડઝન ગામોમાં પાણી નથી, હિજરત કરવાનો વારો આવ્
Apr 22,2022, 11:22 AM IST
Patan Photos : પાણી વગર પશુઓને પણ મળ્યું મોત, સરકારના કાને ક્યાં અથડાય છે
પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા સમયે પાણીની ભારે અછત સર્જાય છે. તેવામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે ઉનાળાની શરૂઆતે પાણીના પોકાર પડવા પામ્યા છે. તો સાથે પશુઓ પણ પાણી વિના મોતને ભેટી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમે સમી તાલુકાના ભદ્રાડા ગામે જઈ તપાસ કરતા સ્થાનિક લોકો પાણી માટે કેવી કેવી મુશ્કેલીઓ વેઠે છે તે જોયું. અહીં પશુઓ પાણીની શોધમાં મોતને ભેટી રહ્યા છે, ત્યારે સરકાર છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચવાના દાવા કરી રહી છે. પરંતુ ભદ્રાડા ગામની મુલાકાત લેતા સરકારના દાવા પોકળ સાબિત થતા હોય તેવું જોવા મળ્યું. ગ્રામજનોને પાણી માટે રઝળપાટ બાદ પણ પાણી ના મળતા છેવટે  ગામ તળાવમાં આવેલ અવાવરું કૂવાનું ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. 
Jun 4,2019, 8:37 AM IST

Trending news