અંતરિક્ષમાં 286 દિવસ ગાળ્યા બાદ પૃથ્વી પર પરત ફરેલા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પૂછવામાં આવ્યું કે અંતરિક્ષમાંથી ભારત કેવું દેખાય છે. આ અંગે તેમણે જે જવાબ આપ્યો તેની ખૂબ ચર્ચા થઈ. તેણે ખૂબ જ ખાસ જવાબ આપ્યો જે સાંભળીને બધા ખુશ થઈ જશે.
પૃથ્વી અને બ્રહ્માંડના અંતને લઈને એક નવું સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં ડાર્ક એનર્જીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉર્જા તારાઓ અને આકાશગંગાઓને અસર કરી રહી છે, જે બ્રહ્માંડના અસ્તિત્વને જોખમમાં મૂકી શકે છે. ચાલો જાણીએ નવું સંશોધન શું કહે છે?
Sunita Williams Love Story : NASAના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ લગભગ 9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ આજે પૃથ્વી પર પરત ફર્યા છે, ત્યારે તેમના નામની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ લેખમાં અમે તમને સુનિતા વિલિયમ્સની લવ સ્ટોરી કેવી રીતે, ક્યારે અને ક્યાંથી શરૂ થઈ, તેના વિશે જણાવીશું.
સુનિતા વિલિયમ્સે ફ્લોરિડાના દરિયા કિનારે સફળ લેન્ડિંગ કર્યું છે. 9 મહિના પછી 'સ્પેસ એન્જલ' પૃથ્વી પર પાછી આવી છે. આ સમય દરમિયાન તેમના વતન ગામમાં ખુશી અને આનંદનો માહોલ છે.
Sunita Williams Returns: ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને લઈને નાસા અને સ્પેસએક્સનું સ્પેસક્રાફ્ટ ડ્રેગન પૃથ્વી પર પહોંચી ગયું છે.
આખરે સુનિતા વિલિયમ્સની ધરતી પર સુરક્ષિત વાપસી થઈ ગઈ છે. આ સાથે જ ભારતમાં પણ ખુશીની લહેર દોડી ઉઠી છે. સુનિતા વિલિયમ્સના પિતરાઈ બહેને કહ્યું કે તેઓ જલદી ભારત આવશે.
Sunita Williams Return to Earth: સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ધરતી પર સુરક્ષિત રીતે પરત ફર્યા છે. તેમને હાથ પકડીને સીધા સ્ટ્રેચર પર લઈ લેવામાં આવ્યા હતા. બંને અંતરિક્ષ યાત્રીઓને કેપ્સૂલમાંથી કાઢી સ્ટ્રેચર પર રાખવામાં આવ્યા હતા.
Sunita Williams Return Video: સુનીતા વિલિયમ્સની સુરક્ષિત ઘર વાપસી થઈ ગઈ છે. તેમનું યાન ફ્લોરિડાના સમુદ્ર કિનારે સુરક્ષિત લેન્ડ થયું હતું. સુનીતા વિલિયમ્સ અને અન્ય અંતરિક્ષ યાત્રીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર લગભગ 9 મહિના પછી પૃથ્વી પર પાછા આવી રહ્યા છે. લાંબા સમય સુધી અવકાશમાં રહ્યા પછી પાછા ફરવું એ એક મોટો પડકાર બની શકે છે. કારણ કે લાંબા સમય સુધી ગુરુત્વાકર્ષણ વિના રહેવાથી શરીરમાં ઘણા ફેરફારો થઈ શકે છે. પૃથ્વી પર શરીરને ફરીથી સામાન્ય થવામાં અઠવાડિયા અને મહિનાઓ લાગી શકે છે. પૃથ્વી પર આવ્યા બાદ અવકાશયાત્રીઓને થાક, ચાલવામાં મુશ્કેલી અને નબળાઈ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અવકાશયાત્રીઓ પૃથ્વી પર આવ્યા પછી, નાસા તેમને તાલીમ અને તબીબી સહાય પૂરી પાડે છે જેથી તેઓ ઝડપથી સામાન્ય બની શકે.
Alien In ISS : છેલ્લા 9 મહિનાથી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ફસાયેલા છે, આ લોકોને પાછા લાવવા માટે એક મિશન મોકલવામાં આવ્યું છે. સ્પેસ સ્ટેશનમાં એસ્ટ્રોનટ્સ એકબીજાને ગળે લગાવી રહ્યા હતા ત્યારે અચાનક સુનિતા વિલિયમ્સ સામે 'એલિયન' આવી ગયું હતું.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISSમાં ફસાયેલા ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર હવે પાછા ફરશે. તેમને અને એસ્ટ્રોનટ બુચ વિલ્મોરને લેવા માટે અમેરિકી સ્પેસ એજન્સી નાસા અને સ્પેસએક્સએ એક મિશન લોન્ચ કર્યું છે. આ બંને નવ મહિનાથી સ્પેસમાં ફસાયેલા હતા. મિશનમાં ફાલ્કન 9 રોકેટે ક્રુ-10 મિશન હેઠળ ડ્રેગન અંતરિક્ષ યાનને અંતરિક્ષમાં લોન્ચ કર્યું. આ મિશને ચાર નવા અંતરિક્ષ યાત્રીઓને પણ ISS મોકલ્યા છે. જેમાં નાસાના એની મેકક્લેન અને નિકોલ એયર્સ, JAXA ના તાકુયા ઓનિશી અને રોસ્કોસ્મોસના કિરિલ પેસ્કોવ સામેલ છે.
ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી વાપસી અંગે હાશકારો થયો હતો કે હવે જલદી પાછા આવી જશે પરંતુ વળી પાછી સમસ્યા આવતા વાપસી ટળી છે. જાણો શું છે મામલો.
અવકાશમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જલ્દી ધરતી પર પરત આવશે. તાજેતરમાં એક ટીવી ચેનલ સાથે થયેલી વાતચીતમાં બુચ વિલ્મોરે જણાવ્યું કે આગામી મહિને ક્રૂ-10ને લઈ એક સ્પેસક્રાફ્ટ આવશે, જે તેમને પૃથ્વી પર પરત લાવશે.
Sunita Williams Return To Earth: ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું પૃથ્વી પર પરત ફરવાનું ફરી મોકૂફ રાખવામાં આવ્યું છે. યુએસ સ્પેસ એજન્સી, નાસાએ મંગળવારે જાહેરાત કરી હતી કે સુનીતા અને તેના સાથી અવકાશયાત્રી, બૂચ વિલ્મોરને માર્ચ 2025 પહેલા પાછા લાવવું શક્ય બનશે નહીં. બંને અવકાશયાત્રીઓ જૂન 2024 થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાયેલા છે. બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે, તેમનું અઠવાડિયાનું મિશન આઠ મહિના સુધી ખેંચાઈ ગયું. નાસાએ અગાઉ કહ્યું હતું કે ફેબ્રુઆરી 2025માં સુનીતા અને બૂચને પરત લાવવા માટે એક અવકાશયાન સ્પેસ સ્ટેશન પર જશે. જો કે, હવે નવીનતમ અપડેટમાં, નાસાએ કહ્યું છે કે તે અવકાશયાન માર્ચ 2025 ના અંતિમ દિવસો પહેલા લોન્ચ કરવામાં આવશે નહીં. મતલબ કે સુનીતા અને બૂચને હવે વધુ એક મહિનો અવકાશમાં રહેવું પડશે.
ગત સપ્તાહે બોઈંગ સ્ટારલાઈનર કેપ્સ્યુલની ધરતી પર વાપસી બાદ અંતરિક્ષમાં ફસાયેલા અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે એક પ્રેસ કોન્ફરન્સ કરી. જાણો શું કહ્યું સુનિતા વિલિયમ્સે?
Starliner Mission Fail : સ્ટારલાઇનર સુનિતા વિલિયમ્સને લીધા વિના પરત ફર્યું, 3 મહિના બાદ ન્યૂ મેક્સિકોના રણમાં સફળ લેન્ડિંગ, NASA-બોઈંગની ટીમ તપાસ કરશે, હવે શું થશે સુનિતા વિલિયમ્સનું
અવકાશયાત્રી સુનિતા વિલિયમ અવકાશમાં અટવાઈ છે જેની સૌથી વધુ ચિંતા તેના વતનવાસીઓમાં જોવા મળી રહે છે સુનિતા વિલિયમ્સના વતન એવા મહેસાણાના ઝુલાસણ ગામે અત્યારે હોમ હવન પ્રાર્થના અને રામધૂન કરી સુનિતા વિલિયમ્સ સત્વરે સહી સલામત પરત ફરે એવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
sunita williams latest news : ગુજરાતની દીકરી સુનિયા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બે મહિનાથી વધુ સમયથી ફસાયેલી છે, નાસા તેમની અને બેરી વિલ્મોરની સુરક્ષિત વાપસી માટેના વિકલ્પો શોધી રહ્યું છે. આ વચ્ચે એક મોટી ખબર એવી છે કે, સુનિતા વિલિયમ્સ પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી
Sunita Williams: ગુજરાતના ઝૂલાસણની દીકરી અને નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર છેલ્લા 2 મહિનાથી સ્પેસમાં ફસાઈ ગયા છે. 8 દિવસની ટુર પર ગયેલા આ બંને અવકાશયાત્રીઓની ઘર વાપસી મુશ્કેલ બની રહી છે. અમેરિકન એક્સપર્ટસ 3 ખતરાનો સંકેત આપી રહ્યાં છે. ચાલો સમજીએ કે ખતરો શું છે.
સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે નાસાના પ્રયત્નો પર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) સહિત વિવિધ દેશોની સ્પેસ એજન્સીઓ નજર રાખી રહી છે. જેનાથી તેમના ત્યાં પણ જો આવી સ્થિતિ પેદા થાય તો તેઓ તેના નિરાકરણ માટે પાઠ ભણી શકે.
sunita williams latest news : સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા બાદ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે, તેની આંખોમાં ખતરો તોળાઈ રહ્યો છે, નાસા પાસે હજી તેમના પરત ફરવાનો કોઈ પ્લાન નથી
એસ્ટ્રોનટ સુનિતા વીલિયમ્સે અંતરિક્ષમાં ફેબ્રુઆરી 2025 સુધી રોકાવવું પડી શકે છે. NASA એ ગત અઠવાડિયે એક અપડેટમાં આ આશંકા વ્યક્ત કરી. વિલિયમ્સ અને તેમની સાથે બુચ વિલ્મોરને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બે મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. બંને એસ્ટ્રોનટ્સ ફક્ત આઠ દિવસના મિશન પર ગયા હતા પરંતુ બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી આવતા તેઓ ફસાઈ ગયા. મિશન લાંબુ ખેંચાતા બંનેના સ્વાસ્થ્ય માટે જોખમ પેદા થયું છે. અંતરિક્ષની દુર્ગમ પરિસ્થિતિઓ બંને એસ્ટ્રોનટ્સને શારીરિક અને માનસિક રીતે બીમાર કરી શકે છે. અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર કયા કયા જોખમોનો સામનો કરી રહ્યા છે તે ખાસ જાણો.