બદલાઇ ગયું રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની ફિલ્મ 'તુર્રમ ખાન'નું નામ! મળ્યું આ નવું ટાઇટલ

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અભિનીત ફિલ્મ 'તુર્રમ ખાન (Turram Khan)'ના નામને બદલીને 'છલાંગ (Chhalaang)' કરી દેવામાં આવ્યું છે. ફિલ્મની અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrat Bharucha)એ પોતાના ઇંસ્ટાગ્રામ પર આ સમાચારને શેર કર્યા છે. 

Updated By: Dec 8, 2019, 11:51 AM IST
બદલાઇ ગયું રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની ફિલ્મ 'તુર્રમ ખાન'નું નામ! મળ્યું આ નવું ટાઇટલ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અભિનીત ફિલ્મ 'તુર્રમ ખાન (Turram Khan)'ના નામને બદલીને 'છલાંગ (Chhalaang)' કરી દેવામાં આવ્યું છે. ફિલ્મની અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrat Bharucha)એ પોતાના ઇંસ્ટાગ્રામ પર આ સમાચારને શેર કર્યા છે. 

નુસરત (Nushrat Bharucha)એ લખ્યું ''એ જ ટીમ, એ જ ફિલ્મ, એ જ રિલીઝ ડેટ...ફક્ત એક નવું નામ-છલાંગ! 31 જાન્યુઆરી 2020ને થિયેટર પર મળે છે. 

હંસલ મહેતા દ્વારા નિર્દેશિત અને અજય દેવગણ, લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત 'છલાંગ' આગામી વર્ષે 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં મોહમંદ જીશાન અયૂબ ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. 

આ હંસલની સાથે રાજકુમારની છઠ્ઠી ફિલ્મ છે. આ બંનેની જોડી આ પહેલાં 'શહીદ', 'સિટી લાઇટ્સ', 'અલીગઢ', 'ઓમેર્તા' અને વેબ સીરીઝ 'બોસ: ડેડ/અલાઇવ' જેવી પ્રોજેક્ટમાં કામ કરી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube