રિલીઝ પહેલા જ ‘2.0’એ બાહુબલી-2નો રેકોર્ડ તોડી નાખ્યો
બાહુબલી-2ને દેશભરના લગભગ 65000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવનાર છે. 2017માં આ ફિલ્મ સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થનારી ફિલ્મ બની હતી. જોકે, હવે 2.0એ તેનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, રજનીકાંતની 2.0ને ભારતમાં 6600થી 6800 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવનાર છે. તો દુનિયાભરમાં તે 10000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી : રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 2.0એ રિલીજ પહેલા જ બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કર્યો છે. ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ બેસ્યા છે. પહેલીવાર રજનીકાંત અને અક્ષય કુમાર એકસાથે જોવા મળી રહ્યાં છે. ખાસ વાત એ છે કે અક્ષય કુમાર એક અલગ જ અવતારમાં નજર આવનાર છે. પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ 2.0 બોક્સઓફિસની નવી બાહુબલી બની ગઈ છે. હકીકતમાં આ ફિલ્મ બાહુબલી-2નો રેકોર્ડ તોડ્યો છે. ઉલ્લેખનીય છે કે, બાહુબલી-2 ધ કન્ક્લુઝન 2017ની સૌથી મોટી હીટ રહી હતી.
શું છે ફિલ્મની ખાસિયત
બાહુબલી-2 અને 2.0માં એક સમાનતા છે. તેની શાનદાર વીએફએક્સ. બાહુબલી-2ના વીએફએક્સને લોકોએ બહુ જ પસંદ કરી હતી. તો 2.0નું ટ્રેલર જોતા જ લોકોને તેના વીએફએક્સની ચર્ચા શરૂ કરી દીધી છે. બાહુબલી-2એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા હતા. પરંતુ હવે 2.0એ બાહુબલી-2નો રેકોર્ડ તોડવાનો શાનદાર દાવો કર્યો છે.
કયો રેકોર્ડ તોડ્યો
બાહુબલી-2ને દેશભરના લગભગ 65000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવનાર છે. 2017માં આ ફિલ્મ સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થનારી ફિલ્મ બની હતી. જોકે, હવે 2.0એ તેનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, રજનીકાંતની 2.0ને ભારતમાં 6600થી 6800 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવનાર છે. તો દુનિયાભરમાં તે 10000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે.
#2Point0 TN Pre-release Theaterical total advance is valued the highest in Tamil Cinema.. Nearly ₹ 120 Crs..
A First in Tamil Cinema to cross ₹ 100 Crs.. pic.twitter.com/sAGp6PFxxf
— Ramesh Bala (@rameshlaus) November 19, 2018
ક્યાં ક્યાં રિલીઝ થશે ફિલ્મ
રજનીકાંત સ્ટારર ફિલ્મ 2.0ને ઉત્તર ભારતમાં 4000થી 4100 સ્ક્રીન્સ પર રિલીજ કરાશે. તો આંધ્રપ્રદેશ અને તેલંગાાનાની1200-1500 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામા આવશે. તમિલનાડુમાં 625 સ્ક્રીન્સ અને કર્ણાટકમાં 300 સ્ક્રીન્સ પર ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને ભારતના 17 IMAX અને IMAX 3D સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવનાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC )એ 2.0ને U/A સર્ટિફિકેટ આપ્યું છે. તે 2 કલાક 28 મિનીટ લાંબી ફિલ્મ છે. ફિલ્મ ડાયરેક્ટર શંકરની આ સૌથી નાની ફિલ્મ છે.
રિલીઝ પહેલા 100 કરોડ ક્લબમાં સામેલ
મીડિયા રિપોર્ટસની માનીએ તો, ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગથી લગભગ 120 કરોડ રૂપિયા કમાવી લીધા છે. રિલીઝ પહેલા 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લેનાર આ પહેલી તમિલ ફિલ્મ બની ગઈ છે. મીડિયા રિપોર્ટસની માનીએતો માત્ર ફિલ્મના વીએફએક્સ પર 500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તેનું કુલ બજેટ 543 કરોડ રૂપિયા બતાવાયું છે. ટ્રેડ એનાલિસ્ટનું કહેવું છે કે, તે અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે