દિલ્હીમાં પેટ્રોલ 40 પૈસા સસ્તુ તો ચેન્નાઇમાં ડીઝલમાં 44 પૈસાનો ઘટાડો, જાણો આજના ભાવ

ક્રુડ ઓઇલના ભાવ 62 ડોલર પ્રતિ બેરલથી પણ નીચે આવી ગયા છે. 

દિલ્હીમાં પેટ્રોલ 40 પૈસા સસ્તુ તો ચેન્નાઇમાં ડીઝલમાં 44 પૈસાનો ઘટાડો, જાણો આજના ભાવ

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝનના ભાવમાં શુક્રવારે ફરી રાહત મળી છે. સતત 6 દિવસથી થતા ઘટાડા બાદ બુધવારે પેટ્રોલ અને ડિઝલના ભાવા સ્થિર રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત કારોબારી સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી,કોલકત્તા,મુંબઇ અને ચેન્નાઇમાં શુક્રવારે પેટ્રોના ભાવોમાં ક્રમશઃ 75.57 રૂપિયા, 77.53 રૂપિયા, 81.10 રૂપિયા, 78.46 રૂપિયા થયો હતો, જ્યારે ડિઝલના કિંમતમાં પણ ક્રમશઃ 70.56 રૂપિયા, 72.41 રૂપિયા, 73.91 રૂપિયા, અને 74.55 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. 

ગુરુવારે પણ ઘટ્યા હતા ભાવ 
પેટ્રોલ અને ડીઝનના ભાવમાં ગુરૂવારે ફરી રાહત મળી છે. સતત 6 દિવસથી થતા ઘટાડો બુધવારે અટકાઇ ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત કારોબારી સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. આ વાતની પ્રબળ સંભાવના છે કે આગળ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ રાહત મળશે.ગરૂવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 41 પૈસાનો ઘટાડો થઇ 75.79 પ્રતિ લીટર થઇ ગયું છે. 

ડીઝલના ભાવમાં 30 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે અને તેની કિંમત 70.79 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. તો બીજી બાજુ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 40 પૈસાનો ઘટાડો નોંધાયો છે અને આજે ત્યાં પેટ્રોલની કિંમત 81.50 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યારે ડીઝલના ભાવમાં 32 પૈસાના ઘટાડા સાથે 74.34 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે.

છેલ્લા લગભગ દોઢ મહિનામાં બ્રેંટ ક્રૂડના ભાવમાં 23 ડોલર પ્રતી બેરલથી વધારે ઘટાડો નોંધાયો છે. ક્રૂડ આઇલનો ભાવ મંગળવારે 6 ટકાથી વધારે ઘટ્યો હતો. જોકે ગત સત્રના ઘટાડા બાદ બુધવારે ક્રૂડ આઇલના ભાવમાં રિકવરી આવી છે. ગત સત્રમાં 6 ટકાથી વધારે ઘટાડા સાથે બ્રેંટ ક્રૂડના ભાવમાં લગભગ 1 વર્ષના નીચાં સ્તર પર આવી ગયું છે. અમેરિકન લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયએન્ડ એટલે કે ડબ્લ્યૂટીઆઇ મગળવારના 53 ડોલર પ્રતિ બેરલના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે આવી ગયું છે.
 
4 ઓક્ટોબરના રેકોર્ડ બ્રેક સ્તર પર હતું પેટ્રોલ
પેટ્રોલ 4 ઓક્ટોબરના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું. ત્યારે દિલ્હીમાં તેનો ભાવ 84 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં 91.34 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું હતું. આ રીતે 4 ઓક્ટોબરે ડિઝલ પણ સર્વકાલિન ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું. દિલ્હીમાં પેટ્રોલ 75.45 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં 80.10 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું હતું. પેટ્રોલ અને ડીઝલના ભાવ 16 ઓગ્સટથી વધવાનો શરૂ થયા હતા. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 77.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 68 રૂપિયા પ્રતિ લીટર પર હતું.
(ઇનપુટ એજન્સીમાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news