રાજુ શ્રીવાસ્તવની પુત્રી વિશે આ વાત તમે નહીં જાણતા હોવ, જાણો અંતરાને કેમ અપાયો રાષ્ટ્રિય પુરસ્કાર

Comedian Raju Srivastava Died: શું તમે જાણો છો કે રાજુની જેમ તેમની પુત્રી પણ રાષ્ટ્રીય કક્ષાએ જાણીતી બની હતી. તેમની પુત્રીએ નાની ઉંમરમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવીને સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં. રાજૂની પુત્રી અંતરા શ્રીવાસ્તવને 12 વર્ષની ઉંમરમાં નેશનલ બ્રેવરી એવોર્ડ મળ્યો હતો અને અમે તમને એ પણ જણાવીએ છીએ કે અંતરાને આ એવોર્ડ કેમ મળ્યો હતો.

રાજુ શ્રીવાસ્તવની પુત્રી વિશે આ વાત તમે નહીં જાણતા હોવ, જાણો અંતરાને કેમ અપાયો રાષ્ટ્રિય પુરસ્કાર

મુંબઈઃ કોમેડી કિંગ કહેવાતા રાજૂ શ્રીવાસ્તવે આજે સવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધાં. હાર્ટ અટેક આવ્યાં બાદ લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. આજે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારે આજે રાજુ શ્રીવાસ્તવ આ દુનિયામાં નથી પણ તેઓ તેમના પરિવાર સાથે વિતાવેલી કેટલીક યાદો પાછળ છોડી ગયા છે. કેટલીક એવી ક્ષણો જે કદાચ તેમનો પરિવાર ક્યારેય નહીં ભૂલે. એક જીવંત વ્યક્તિ જેના મૃત્યુની કોઈએ કલ્પના પણ કરી ન હતી. છેલ્લાં 41 દિવસથી મોતને હાથ તાળી આપીને જીવી રહેલાં રાજૂ શ્રીવાસ્તવે આજે દુનિયાથી વિદાય લઈ લીધી.

ઉલ્લેખનીય છેકે, 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, આટલા દિવસોની સારવારને અંતે આખરે તેઓએ દેહનો ત્યાગ કરી દીધો. રાજુની પત્ની અને તેમની પુત્રી અંતરાને પુરો વિશ્વાસ હતો કે તેઓ જરૂર ઠીક થઈ જશે. જોકે, નિયતિને કંઈ બીજું જ મંજૂર હશે.

પરંતુ શું તમે જાણો છો કે રાજુની જેમ તેમની પુત્રી પણ રાષ્ટ્રીય કક્ષાએ જાણીતી બની હતી. તેમની પુત્રીએ નાની ઉંમરમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવીને સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં. રાજૂની પુત્રી અંતરા શ્રીવાસ્તવને 12 વર્ષની ઉંમરમાં નેશનલ બ્રેવરી એવોર્ડ મળ્યો હતો અને અમે તમને એ પણ જણાવીએ છીએ કે અંતરાને આ એવોર્ડ કેમ મળ્યો હતો.

કોણ છે રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા શ્રીવાસ્તવ-
રાજુ શ્રીવાસ્તવની પુત્રીનું નામ સૌથી પહેલા વર્ષ 2006માં ચર્ચામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તે માત્ર 12 વર્ષની હતી અને તેણે પોતાની હિંમતથી આખા દેશનું દિલ જીતી લીધું હતું, જેના માટે તેને તત્કાલિન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી. રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા શ્રીવાસ્તવે માત્ર 12 વર્ષની ઉંમરે જ તેની માતાનો જીવ બચાવ્યો હતો. તેના સમગ્ર પરિવારને તેના પર ગર્વ છે.

અંતરા શ્રીવાસ્તવને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર કેમ મળ્યો-
આ ઘટના વર્ષ 2006ની છે, જ્યારે ચોર રાજુ શ્રીવાસ્તવના ઘરમાં ઘૂસ્યા હતા. તે સમયે અંતરા શ્રીવાસ્તવ તેની માતા શિખા શ્રીવાસ્તવ સાથે ઘરે એકલી હતી. ચોરો પાસે એક બંદૂક હતી જેના પર તેઓ શિખા શ્રીવાસ્તવ એટલે કે રાજુની પત્નીને બંદી બનાવીને લઈ ગયા હતા, પરંતુ પછી અંતરાએ સમજદારીથી કામ કર્યું અને તરત જ તે તેના બેડરૂમમાં પહોંચી. ત્યાંથી તેણે તેના પિતા અને પોલીસને ફોન કર્યો. આટલું જ નહીં, આ પછી અંતરાએ બેડરૂમમાંથી તેના ઘરના ચોકીદારને ફોન કર્યો અને પોલીસને બોલાવવાનું કહ્યું. અંતરાની વાત સાંભળતા ચોકીદાર તરત જ પોલીસ પાસે પહોંચી ગયો અને ચોરને પકડી પાડ્યો. અંતરાની આ બહાદુરી અને સમજણ માટે તેને તત્કાલિન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news