PHOTOS સૈફની લાડલીનો બોલ્ડ અંદાજ, ગ્લેમરસ લૂકમાં જોવા મળી સારા

સારા અલી ખાન બહુ જલદી બોલીવૂડમાં પર્દાપણ કરવા જઈ રહી છે. જો કે ડેબ્યુ કરે તે પહેલા જ તે અવારનવાર ચર્ચામાં રહે છે. સારાને જ્યાં પણ સ્પોટ કરવામાં આવે છે, તેનો અલગ જ અંદાજ તેના ફેન્સને જોવા મળે છે.

PHOTOS સૈફની લાડલીનો બોલ્ડ અંદાજ, ગ્લેમરસ લૂકમાં જોવા મળી સારા

મુંબઈ: સારા અલી ખાન બહુ જલદી બોલીવૂડમાં પર્દાપણ કરવા જઈ રહી છે. જો કે ડેબ્યુ કરે તે પહેલા જ તે અવારનવાર ચર્ચામાં રહે છે. સારાને જ્યાં પણ સ્પોટ કરવામાં આવે છે, તેનો અલગ જ અંદાજ તેના ફેન્સને જોવા મળે છે. ગત રાતે તે મુંબઈના એક સલૂનમાં જોવા મળી. આ દરમિયાન તે વાળની ટ્રિટમેન્ટ કરાવતી જોવા મળી. આ સાથે જ કોઈની સાથે ગપ્પા પણ મારી રહી હતી. સલૂન સેશન બાદ તેનો ખુબ જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો. તે જ્યારે બહાર આવી ત્યારે તેના શોર્ટ ડ્રેસ પર બધાની નજર ટકેલી હતી. સારાના ગ્લેમરસ અંદાજને જોયા બાદ પાપારાઝીઓએ તેને ઘેરી લીધી અને તસવીરો પાડવા લાગ્યા હતાં. સારાએ હસીને પાપારાઝીઓને રિએક્શન આપ્યું હતું. 

20180905085033_IMG_9554

ગત દિવસોમાં સારા અલી ખાન મંદિરની બહાર સ્પોટ કરાઈ હતી. તે વખતે તે ગરીબોને મદદ કરી રહી હતી. સારા ગરીબોને મદદ કરવા બાબતે હંમેશા આગળ રહે છે. આ ઉપરાંત સારા રક્ષાબંધનના અવસરે પણ ચર્ચામાં આવી હતી. તેના બંને ભાઈઓ તૈમૂર અને ઈબ્રાહિમને તેણે રાખડી બાંધી હતી. રક્ષાબંધનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી. 

20180905085035_IMG_9563

સારા બહુ જલદી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની છે. તેની ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કરવા જઈ રહી છે. જેમાં તેનો હીરો સુશાંતસિંહ રાજપૂત છે. આ ઉપરાંત સારા રોહિત શેટ્ટીના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ સિમ્બામાં પણ જોવા મળશે. સિમ્બામાં તેની સામે રણવીર સિંહ છે. 

VYG_8605

 

VYG_8623

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news