Singer Tarsame Singh Saini Death: 'નાચેંગે સારી રાત' ફેમ સિંગરનું નિધન, સામે આવ્યું મોતનું કારણ
સિંગર તરસેમ સિંહ સૈની ઉર્ફે તાજનું નિધન 29 એપ્રિલના રોજ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજ ગત થોડા સમયથી હર્નિયાની બિમારીથી પરેશાન હતા. તે સતત 2 વર્શોથી પોતાની સારવાર કરાવી રહ્યા હતા. એટલું જ નહી તરસેમ ગત મહિમે કોમામાંથી બહાર આવ્યા હતા.
Trending Photos
Singer Tarsame Singh Saini Death: 90 ના દાયકાના જાણિતા પંજાબી સિંગર તરસેમ સિંહનું 29 એપ્રિલના રોજ લંડનમાં નિધન થઇ ગયું છે. તરસેમ સિંહ સૈનીનું લીવર કામ કરવાનું બંધ કરી દીધું હતું જેના લીધે તે કોમામાં જતા રહ્યા હતા. ડોક્ટરે તેમને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો, પરંતુ 54 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયા છોડી દીધી હતી. તેમણે લોગસ્ટીરિયો નેશન અને તાજના નામે જાણિતા હતા.
તરસેમ સિંહ સૈનીએ પોતાના કેરિયરમાં ખૂબ હિટ સોન્ગ આપ્યા છે. તેમણે 1989 માં પોતાનો આલ્બમ ‘Hit The Deck’ રિલીઝ કર્યો હતો. ત્યારબાદ તેમના પ્રશંસકોમાં વધારો થયો હતો. ત્યારબાદ તેમણે 'નાચેંગે સારી રાત' અને 'ગલ્લા ગોરિયાં' અને 'પ્યાર હો ગયા' જેવા હિટ ગીતો આપ્યા હતા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ખૂબ લાંબા સમયથી બિમાર હતા.
લંડનમાં થયું નિધન
સિંગર તરસેમ સિંહ સૈની ઉર્ફે તાજનું નિધન 29 એપ્રિલના રોજ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજ ગત થોડા સમયથી હર્નિયાની બિમારીથી પરેશાન હતા. તે સતત 2 વર્શોથી પોતાની સારવાર કરાવી રહ્યા હતા. એટલું જ નહી તરસેમ ગત મહિમે કોમામાંથી બહાર આવ્યા હતા. તેમના પરિવારે 23 માર્ચને સિંગરને કોમામાંથી બહાર આવ્યાની જાણકારી આપી હતી. સમાચાર અનુસાર કોરોનાકાળ શરૂ થયા બાદ તેમની સર્જરીમાં ખૂબ મોડું થયું હતું.
સિંગર તરસેમ સિંહ સૈનીના નિધના લીધે મ્યૂઝિક ઇંડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ અને તેમના ઓળખીતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તો બીજી તરફ બેંડ સ્ટીરિયો નેશનના લીડ સિંગર હતા. તેમણે ઘણી બોલીવુડ ફિલ્મોમાં ગીતો ગાયા છે. તાજે ફિલ્મ 'કોઇ મિલ ગયા' માં 'ઇટ્સ મેજિંક' અને 'તુમ બિન' માં 'દારૂ વિચ પ્યાર' ગીત ગાયું છે. આ ઉપરાંત તેમણે 'બાટલા હાઉસ' જેવી ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે