બુટ પોલીશ કરનાર સની હિન્દુસ્તાનીએ જીત્યો 'ઇન્ડિયન આઇડલ 11'નો ખિતાબ

'ઇન્ડિયન આઇડલ 11' ( Indian Idol 11)નો ખિતાબ ભટિંડાના સની હિન્દુસ્તાની (Sunny Hindustani)એ જીતી લીધો છે. આ સંગીતના મહાસંગ્રામમાં અનેક ગાયકો વચ્ચે સ્પર્ધા હતી પણ સનીએ બાજી મારી લીધી છે. 

Trending Photos

બુટ પોલીશ કરનાર સની હિન્દુસ્તાનીએ જીત્યો 'ઇન્ડિયન આઇડલ 11'નો ખિતાબ

દિલ્હી : 'ઇન્ડિયન આઇડલ 11' ( Indian Idol 11)નો ખિતાબ ભટિંડાના સની હિન્દુસ્તાની (Sunny Hindustani)એ જીતી લીધો છે. આ સંગીતના મહાસંગ્રામમાં અનેક ગાયકો વચ્ચે સ્પર્ધા હતી પણ સનીએ બાજી મારી લીધી છે. આ જીતથી ખુશ થયેલી સનીએ જણાવ્યું છે કે મેં ક્યારેય આવી સફળતા વિશે વિચાર્યું નહોતું. વિજેતા સનીને આ સ્પર્ધા જીત્યા પછી ઇન્ડિયન આઇડલ11ની ટ્રોફી, ટાટા અલ્ટ્રોઝ કાર અને 25 લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી છે. આ શોના પહેલા અને બીજા રનર અપને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સ્થાન પર અનુક્રમે રોહિત રાઉત અને ઓંકના મુખરજી રહ્યા છે. આ સિવાય ત્રીજા અને ચોથા રનર અપ તરીકે અનુક્રમે અદ્રિજ ઘોષ અને રિધમ કલ્યાણ છે.

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

સનીએ શોની શરૂઆતમાં જ જણાવ્યું હતું કે, તેનો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે જેના કારણે તે જૂતા પોલિશ કરવાનું કામ કરતો હતો. સની હિંદુસ્તાનીએ જણાવ્યું હતું કે, તેની માતા ઘર ચલાવવા માટે ફુગ્ગા વેચતી હતી. એક ઈન્ટરવ્યૂમાં સનીએ જણાવ્યું હતું કે, તે નાનો હતો ત્યારે જ તેના પિતાનું નિધન થયું હતું. ત્યારબાદ તેનો ઉછેર માતાએ એકલા હાથે કર્યો હતો. બાળપણમાં ગરીબીના કારણે તેણે અભ્યાસ છોડી દીધો હતો.

સનીના જણાવ્યા અનુસાર, લેણદારો તેના પરિવારને ગમે તેમ બોલતા હતા. એટલે જ તેમને પોતાનું ઘર વેચવું પડ્યું હતું. આર્થિક સ્થિતિ ખૂબ વણસી જતાં સનીએ બૂટ પોલિશ કરવાનું શરૂ કર્યું હતું. ઈન્ડિયન આઈડલની ટ્રોફી જીતનારા સનીએ ક્યારેય સંગીતની તાલીમ લીધી નથી. સંગીત તેને પિતા તરફથી વારસામાં મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news