તેણે મારા કાન પર Kiss કરી અને બોલ્યો I love you baby...

પોતાની સાથે થયેલી આ ઘટના અંગે જણાવતા સ્વરાએ કહ્યું, એકવાર હું એક વ્યક્તિ પાસે ગઇ તો પોતાની જાતને એક મોટા પ્રોડ્યુસરનાં આસિસ્ટેંટ ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તે મને રોલ આપી શકે છે

તેણે મારા કાન પર Kiss કરી અને બોલ્યો I love you baby...

નવી દિલ્હી : કાસ્ટિંગ કાઉચ, બોલિવુડનું એક એવું કાળુ સત્ય છે, જેના પર મોટા મોટા સ્ટાર બોલતા ખચકાય છે. સામાન્ય રીતે આવી ઘટનાઓ ઘણી વખત સામે આવે છે પરંતુ ઘણીવાર એક્ટર્સ કાસ્ટિંગ કાઉચ સાંભળ્યાની વાત કરે છે પરંતુ તેની સાથે જોડાયેલી કોઇ વાતનો ખુલાસો નથી કરતા. જો કે બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે હાલમાં જ બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચ હોવાની વાત અંગે પોતાનું મંતવ્ય સ્પષ્ટ રીતે મુકી છે. સ્વરાએ જણાવ્યું કે કઇ રીતે એક પ્રોડ્યુસરે આસ્ટિસ્ટન્ટે તેને Kiss કરવાનો પ્રયાસ કર્યો અને કઇ રીતે મુંબઇ જતા સમયે આ વાત માટે તૈયાર કરી હતી કે કાસ્ટિંગ કાઉચ થશે તો તેનો સામનો કઇ રીતે કરશે. 

હાલમાં જ સ્વરાએ એક અખબારનાં કાર્યક્રમમાં ભાગ લીધો અને ત્યાં કાસ્ટિંગ કાઉચનાં સવાલ અંગે પોતાની વાત મુકી. સ્વરાએ કાસ્ટિંગ કાઉચ અંગે ટીપ્પણી કરતા કહ્યું કે, હું જ્યારે મુંબઇ ગઇ હતી તો હું તેના માટે સંપુર્ણ તૈયાર હતી કે કોઇ આવશે અને મારો પક્ષ મુકવાની વાત કરશે તો હું તેને શું શું કહીશ. મે તો ફેમેનિજ્મ અંગે હિંદી અને ઇંગ્લીશમાં અલગ અલગ સ્પીચ પણ તૈયાર કરી હતી.જો કે ડોઢ વર્ષ સુધી મને કોઇએ પણ એવું કંઇ પણ કહ્યું નહોતું. પછી મને લાગ્યું કે લોકો સીધું કહેતા નથી પરંતુ કેટલીક હિંટ્સ આપે છે, જે હું સમજી શકતો નહોતો.

સ્વરાએ આગળ જણાવ્યું કે, એક દિવસમાં એક ઓફીસમાં હતી અને એક પ્રોડ્યુસરે મને કહ્યું કે તમારી અંદર ઘણુ બદું છે, તમે શું શું કરી શકો છો રોલ માટે. તો હું તેને જણાવવા લાગી કે સર હું સોશ્યોલોજીની વિદ્યાર્થીની છું સર મને બંગાળ આવડે છે, હું પંજાબી પણ બોલી શકું છું. દરમિયાન તે વચ્ચે વચ્ચે બોલતો રહ્યો કે બીજુ શું કરી શકો છો બીજુ શું કરી શકો છો રોલ માટે. આખરે મને ખબર પડી એટલે મે કહ્યું કે જો તમે વિચારી રહ્યા છો કે હું આ રોલ માટે સેક્સ કરી શકું છું કે કેમ તો હું તે ક્યારે પણ નહી કરૂ. 

પોતાની સાથે થયેલી ઘટના અંગે જણાવતા સ્વરાએ કહ્યું કે, એકવાર હું એક વ્યક્તિ પાસે ગઇ તો તેણે મને એક મોટા પ્રોડ્યુસરના આસિસ્ટન્ટ તરીકે ઓળખ આપી હતી. તેણે મને કહ્યું કે તે મને રોલ આપી શકે છે, ત્યારે હું મારા નાનીને મેસેજ કરી રહી હતી ત્યારે અચાનક તેણે આવીને મારા કાન પર કીસ કરી અને કહ્યું કે આઇ લવ યૂ બેબી.... હું હટી તો તેનાં મોઢામાં મારા વાળ આવી ગયા. જો તમે એવી ઘટનાઓને કાસ્ટિંગ કાઉચમાં ગણત્રી કરો છો તો તે મારી સાથે થઇ છે.સ્વરા ભાસ્કર હાલમાં જ ફિલ્મ વીરે દિ વેડિંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમા તેની સાથે સોનમ કપૂર, કરીના કપૂર અને શિખા તલ્સાનિયા પણ જોવા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news