બબીતા જીએ કરોડોના ખર્ચે પૂરુ કર્યું આ સપનું, સાંભળીને જેઠાલાલને થશે દુખ

અભિનેત્રીએ પોતાના ઘરના અંદર તસવીરો ખેંચાવી છે અને તે ખુબ મોર્ડન અંદાજમાં ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે. મુનમુન દત્તાએ દિવાળીનો તહેવાર પોતાના આ ઘરમાં મનાવ્યો હતો. 
 

બબીતા જીએ કરોડોના ખર્ચે પૂરુ કર્યું આ સપનું, સાંભળીને જેઠાલાલને થશે દુખ

નવી દિલ્હીઃ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashma) ફેમ અભિનેત્રી મુનમુન દત્તા  (Munmun Dutta) એ હાલમાં એક નવું ઘર ખરીદ્યુ છે, જેની તસવીરો તેણે ઇન્ટરનેટ પર શેર કરી છે. ટીઆરપી લિસ્ટમાં ટોપ-10ની અંદર રહેનાર શો તારક મેહતા (Tarak Mehta Ka Ooltah Chashma) માં મુનમુન દત્તા (Munmun Dutta) બબીતા જી  (Babita Ji) નું પાત્ર ભજવે છે. તેમણે થોડા દિવસ પહેલા આ ઘર ખરીદ્યું છે, જેની તસવીરો જોઈને જેઠાલાલને પણ દુખ થશે. 

દેખાડી ઘરની ઝલક
અભિનેત્રીએ પોતાના ઘરની અંદર તસવીરો પડાવી છે અને તે મોર્ડન અંદાજમાં ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે. મુનમુન દત્તાએ પોતાના નવા ઘરમાં દિવાળી ઉજવી હતી. અભિનેત્રીએ સોફા પર બેસી અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. અભિનેત્રીના લુક્સ અને તેની અદાઓની ફેન્સ કોમેન્ટ સેક્શનમાં પ્રશંસા કરી રહ્યાં છે. 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શોના ટ્રેકમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઘણા કલાકાર શો છોડી જઈ ચુક્યા છે અને અભિનેતા ઘનશ્યામ નાયકના નિધન બાદ મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. તે શોના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક હતા. ઘનશ્યામ નાયક (Ghanshyam Naik) આ શોમાં નટુ કાકા (Nattu Kaka) ની ભૂમિકા ભજવતા હતા. હવે તેમની જગ્યાએ નવા કલાકાર જોવા મળી શકે છે.

ટ્રેડિશનલ લુકમાં જોવા મળી બબીતા
વાત કરીએ મુનમુન દત્તાની તો તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવા ઘરની બાલકનીમાં ટ્રેડિશનલ લુકની સાથે ફોટો પોસ્ટ કર્યા છે. મુનમુન દત્તાનું આ નવું ઘર સુંદર અને શાનદાર લાગી રહ્યું છે. અભિનેત્રી ઘણા વર્ષોથી આ શો સાથે જોડાયેલી છે. તે શોના સૌથી જૂના કલાકારોમાંથી એક છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news