રિલીઝ થયું જેમ્સ બોન્ડની નો ટાઇમ ટૂ ડાઇનું ટ્રેલર, જબરદસ્ત VIDEO

જેમ્સ બોન્ડનાં ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હાલમાં જેમ્સ બોન્ડની અપકમિંગ ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઇ’ (No Time to Die) નું ટ્રેલર રિલીઝ થયું છે.

રિલીઝ થયું જેમ્સ બોન્ડની નો ટાઇમ ટૂ ડાઇનું ટ્રેલર, જબરદસ્ત VIDEO

નવી દિલ્હી : જેમ્સ બોન્ડનાં ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હાલમાં જેમ્સ બોન્ડની અપકમિંગ ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઇ’ (No Time to Die) નું ટ્રેલર રિલીઝ થયું છે. બોન્ડ સિરીઝની આ 25મી ફિલ્મ છે. જેમ્સ બોન્ડનો રોલ નિભાવી રહેલ એક્ટર ડેનિયલ ક્રેગ ટ્રેલરમાં છવાઈ ગયો છે. યુટ્યુબ પર ફિલ્મનાં ટ્રેલરને અત્યાર સુધી 50 લાખથી પણ વધારે લોકોએ જોયું છે.

હોલિવૂડ સ્ટાર ડેનિયલ ક્રેગ વર્ષ 2006થી જેમ્સ બોન્ડની સીરિઝમાં જેમ્સ બોન્ડનો રોલ પ્લે કરે છે, ફિલ્મના ડિરેક્ટર કેરી ફુકુનાગા છે. આ ફિલ્મમાં બોન્ડ કિડનેપ થયેલ વૈજ્ઞાનિકને રહસ્યમય વિલનથી બચાવતો દેખાશે.

આ બ્રિટિશ સ્પાય ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં ડેનિયલની સાથે ઓસ્કર વિજેતા એક્ટર રામી માલેક પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. રામી માલેક આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. ફિલ્મમાં દાલી બેનસાલા તેમજ લૈશના લિંચ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ લંડન ઉપરાંત ઇટલી, નોર્વે અને જમૈકામાં થયું છે. અમેરિકામાં આ ફિલ્મ 8 એપ્રિલ, 2020 અને ભારતમાં 3 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news