Urvashi Rautela Birthday: ઉર્વશી રૌતેલાએ તેના જન્મદિવસ પર શેર કરી આવી વિશ, લોકોએ નસીમ શાહનું નામ લઈ નિશાન સાધ્યું

Urvashi Rautela Birthday ઉર્વશી રૌતેલા પોતાની ફિલ્મો સિવાય અલગ-અલગ કારણે ચર્ચામાં રહે છે. આજે તે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે બર્થ ડે પોસ્ટ શેર કરી છે, જેના પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યાં છે. 

Urvashi Rautela Birthday: ઉર્વશી રૌતેલાએ તેના જન્મદિવસ પર શેર કરી આવી વિશ, લોકોએ નસીમ શાહનું નામ લઈ નિશાન સાધ્યું

નવી દિલ્હીઃ Urvashi Rautela Birthday: અભિનેત્રી ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ક્યારેક ક્રિકેટર રિષભ પંતની સાથે તેનું નામ જોડાવાને કારણે તે ચર્ચામાં રહી છે, તો ક્યારેક તેને લઈને સમાચાર આવ્યા કે ઉર્વશી કાંતારા 2માં જોવા મળશે. હવે ફરી એકવાર ઉર્વશી ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ અલગ છે. 

હકીકતમાં આજે ઉર્વશી રૌતેલાનો જન્મદિવસ છે. આ તકે ખુદને બર્થ ડે વિશ આપતા અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે. પરંતુ અહીં પણ ફેન્સે મજા લેતા એક બાદ એક કોમેન્ટ કરી છે. 

ઉર્વશીએ બર્થ ડે પર કરી પોસ્ટ
ઉર્વશી રૌતેલા આજે 29મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ પોતાના જન્મદિવસ પર ખુદને ખાસ અંદાજમાં વિશ કર્યું છે. અભિનેત્રીએ બંજી જમ્પિંગ કરતા પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેના કેપ્શનમાં ઉર્વશીએ લખ્યું, 'મારી બર્થ ડે વિશ શું હોવી જોઈએ? બીજુ બર્થ ડેથી સારી કોઈ બર્થ ડે ગિફ્ટ નથી હોતી. આજનો દિવસ, હું મારા જીવનને સેલિબ્રિટ કરૂ છું અને જે પણ તેની સાથે આવે છે તે પણ. હું મારા પરિવાર, મિત્રો અને બધા ચાહકોની આભારી છું.'

ફેન્સે કરી ટ્રોલ
ઉર્વશીની આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શનમાં લોકોએ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહના નામથી તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એકે લખ્યું- નસીમ શાહનો પહેલાથી મૂડ ખુબ ખરાબ છે, તે વિશ નહીં કરે. 

એક અન્યએ કહ્યું- મને વિશ્વાસ છે કે નસીમે ખાનગીમાં વિશ કર્યું હશે. કેટલાક લોકો એવા પણ છે જે તેને રિષભ પંતનું નામ લઈને ગુસ્સે કરે છે. ઉર્વશીની બર્થ ડે પોસ્ટ પર એક યૂઝરે લખ્યું કે પંત જીની શું સ્થિતિ છે. 

કેમ લેવામાં આવી રહ્યું છે નસીમ શાહનું નામ?
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા નસીમ શાહનો જન્મદિવસ હતો. તેના બર્થ ડે પર ઉર્વશીએ વિશ કર્યું હતું, જેનો જવાબ નસીમે હાથ જોડીને આપ્યો હતો. આ પહેલાં તેણે અભિનેત્રીને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news