જાણો કોણ છે રાખીના જીવનમાં 'વો' બનેલી અભિનેત્રી નિવેદિતા ચંદેલ, મોટા મોટા સિંગર્સ સાથે કરી ચુકી છે કામ

Rakhi Adil Love Story:રાખી અને તેના પતિ આદિલ ખાન દુર્રાનીએ થોડા સમય પહેલા જ પોતાના લગ્ન થયા છે તે વાત જાહેર કરી હતી અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં તેમનું લગ્નજીવન તુટવા પર આવ્યું છે. 

જાણો કોણ છે રાખીના જીવનમાં 'વો' બનેલી અભિનેત્રી નિવેદિતા ચંદેલ, મોટા મોટા સિંગર્સ સાથે કરી ચુકી છે કામ

Rakhi Adil Love Story: ડ્રામા ક્વીન તરીકે પ્રખ્યાત રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં છે. ફરી વખત રાખી સાવંત કોઈ વિવાદના કારણે નહીં પરંતુ તેના લગ્નજીવનના કારણે ચર્ચામાં છે. રાખી અને તેના પતિ આદિલ ખાન દુર્રાનીએ થોડા સમય પહેલા જ પોતાના લગ્ન થયા છે તે વાત જાહેર કરી હતી અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં તેમનું લગ્નજીવન તુટવા પર આવ્યું છે. રાખી સાવંતે તેના પતિ આદિલ વિરુદ્ધ છેતરપિંડી, ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી હતી.  ત્યારબાદ પોલીસે આદિલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. જો કે રાખી સાવંતે તેના લગ્નજીવનને તોડવાનો આક્ષેપ આદિલની ગર્લફ્રેન્ડ તનુ એટલે કે નિવેદિતા ચંદેલ પર લગાવ્યો છે.

આ પણ વાંચો: 

 
રાખી સાવંતે આદિલ અને તનુની તસવીરો શેર કરી હતી. તનુનું નામ નિવેદિતા ચંદેલ છે. નિવેદિતા પોતાને અભિનેત્રી કહે છે. નિવેદિતા ચંદેલે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચુકી છે. તેણે નૂરન સિસ્ટર્સ સહિત ઘણા મોટા સિંગર્સ સાથે કામ કર્યું છે. નિવેદિતા ચંદેલ પોતાનું શોર્ટ નામ તનુ લખે છે. છેલ્લા ઘણા દિવસોથી રાખી તેના નિવેદનોમાં નિવેદિતાને તનુના નામથી બોલાવતી હતી.

રાખી સાવંતે થોડા દિવસો પહેલા આદિલ સાથેની નિવેદિતા ચંદેલની તસવીર શેર કરી હતી. આદિલે પોતે આ સેલ્ફી ક્લીક કરી હોય તેમ જણાય છે. મહત્વનું છે કે નિવેદિતા ચંદેલ પંજાબી મ્યુઝિક વીડિયોમાં ખૂબ જ લોકપ્રિય છે.  નિવેદિતા મુંબઈમાં જ રહે છે.  તે સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તે એક્ટિવ છે અને તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. જો કે રાખી સાવંત નિવેદિતા ચંદેલ પર આરોપ લગાવી રહી છે. પરંતુ નિવેદિતાએ આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news