અમદાવાદના ચકચારી આયેશા કેસમાં આરોપીને ફટકારી સજા, કોર્ટે કહ્યું; 'સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને બક્ષી ના શકાય'

સેશન્સ કોર્ટે આયેશાના પતિ આરીફને દોષિત જાહેર કર્યો છે અને કોર્ટે દોષિત આરીફને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આયેશા એ મરતા પહેલા બનાવેલા વિડિઓને મહત્વનો પુરાવો ગણ્યો હતો અને તેના આધારે આરોપીની સજા ફટકારી હતી. આયેશા એ આત્મહત્યા પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો હતો. 

અમદાવાદના ચકચારી આયેશા કેસમાં આરોપીને ફટકારી સજા, કોર્ટે કહ્યું; 'સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને બક્ષી ના શકાય'

આશ્કા જાની/અમદાવાદ: અમદાવાદના ચકચારી આયેશા આત્મહત્યા કેસ મામલે સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટે આયેશાના પતિ આરીફને દોષિત જાહેર કર્યો છે અને કોર્ટે દોષિત આરીફને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આયેશા એ મરતા પહેલા બનાવેલા વિડિઓને મહત્વનો પુરાવો ગણ્યો હતો અને તેના આધારે આરોપીની સજા ફટકારી હતી. આયેશા એ આત્મહત્યા પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો હતો. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે આયેશા આપઘાત કેસ મામલે, અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી આરીફ  દોષિત જાહેર કરી 10 વર્ષ સજા ફટકારી દીધી છે. તમને જણાવી દઈએ કે, 2 ફેબ્રુ. 2021એ સાબરમતી રિવરફ્રન્ટમાં યુવતીએ પતિના કંકાસમાં આત્મહત્યા કરી હતી. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ કર્યો હતો. કોર્ટે વિડીઓને આધારે આરોપીને ફટકારી 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આ ઘટનામાં નોંધ્યું છે કે સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને ન બક્ષી શકાય. જેથી આરોપીના વોઇઝ ટેસ્ટ  પણ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટને મહત્વનો પુરાવો ગણ્યો હતો. આત્માહત્યા કરતા પહેલા આયેશા એ તેના પતિ આરીફ સાથે 70 થી 72 મિનિટ વાત કરી હતી, જેમાં તેણે આયેશાને આત્મહત્યા કરવા દુષપ્રેણ્યા આપી હોવાનું  સાબિત થાય છે. સાથે દોષિત આરીફે આયેશાને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હતું તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટ સજાનું એલાન કરતા ધ્યાને લીધા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 28, 2022

આયેશાનો વીડિયો રાષ્ટ્રીય સ્તરે પણ થયો હતો વાયરલ
અમદાવાદની આયેશા નામની યુવતીએ આત્મહત્યા કરતા પહેલા બનાવેલો એક વીડિયો રાષ્ટ્રીય સ્તરે વાયરલ થયો હતો. જો કે યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પતિ પર સમગ્ર દેશમાંથી ફિટકાર વરસાવવા લાગ્યો હતો. મામલો એટલો હાઇપ્રોફાઇલ બન્યો હતો કે પોલીસ પર તેના પતિને ઝડપી લેવા માટે ખુબ જ દબાણ થયું હતું. આખરે પોલીસે તેના પતિને ઝડપી લીધો હતો. તેના સ્ટેટસ મુદ્દે પણ ખુબ જ હોબાળો થયો હતો. જો કે સમગ્ર કેસમાં અનેક વખત ચોંકાવનારો વળાંક આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ચકચારી આયેશા આત્મહત્યા કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ આયેશાના પતિ દ્વારા જામીન અરજી કરી હતી. જો કે કોર્ટે આ સમગ્ર મુદ્દે સુનાવણી કરતા આરોપી પતિ આરીફની જામીન અરજી પર સુનાવણી પુર્ણ કરી હતી અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. 

વાયરલ વીડિયોમાં આયેશાના દર્દનાક શબ્દો...
આયેશાએ આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં કહ્યુ હતું કે, ‘ હેલો, અસલામોઅલયકુમ, મારું નામ આયેશા આરીફ ખાન છે … અને હું જે કંઇ કરવા જઇ રહી છું, મારી ઇચ્છા પ્રમાણે કરી રહી છું. આમાં કોઈ દબાણ નથી, હવે શું કહેવું? સમજો કે ભગવાન દ્વારા આપવામાં આવેલું જીવન પૂરતું હતુ અને મને આટલું જીવન સૂકૂન ભરેલું લાગ્યું. અને પપ્પા, તમે ક્યાં સુધી લડશો? કેસ પાછો ખેંચો. આયેશાને લડાઇ માટે બનાવવામાં આવી નથી. અને જો તે આરીફને પ્રેમ કરે છે, તો તે તેને ત્રાસ આપશે નહીં. જો તેને સ્વતંત્રતા જોઈએ છે, તો તેણે મુક્ત થવું જોઈએ.’.

ચાલો મારું જીવન અહીં સુધી જ હતુ. મને ખુશી છે કે હું અલ્લાહને મળીશ અને તેમને કહીશ કે મારી ક્યાં ભૂલ હતી? માતાપિતા ખૂબ સારા છે, મિત્રો ખૂબ સારા છે, પણ ક્યાંક મારામાં કમી રહી ગઇ હશે. અલ્લાહને પ્રાર્થના કરીશ કે ફરીથી માણસોનો ચહેરો ન બતાવે. પ્રેમ કરવો હોય તો બંને તરફથી પ્રેમ મળવો જરૂરી છે. કેટલીક મહોબ્બત લગ્ન પછી પણ અધૂરી રહે છે. ઓ પ્યારી નદી, મને પ્રેમ કરો, મને તમારામાં લો અને મારી પીઠ પાછળ વધુ બખેડો ન કરતા.’.

‘હું પવનની જેમ છું, ફક્ત વહેતી રહેવા માંગું છું. કોઈ માટે અટકવું નથી, મને ખુશી છે કે આજે મને મારા સવાલોના જવાબ મળી ગયા છે. અને જેને હું જે કહેવા માગતી હતી તે મેં કહી દીધું છે. આભાર, પ્રાર્થનામાં મને યાદ રાખો.શું ખબર જન્નત મળે ન મળે. બાય બાય.’.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news