crime

Tips to be safe from cyber crime PT7M6S

અમદાવાદમાં સાયબર આરોપીઓ બેફામ, જાણો બચવાની ખાસ ટિપ્સ

અમદાવાદમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. હાલમાં એક દિવસમાં સાયબર ક્રાઇમના 11 ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે કેટલીક ખાસ ટિપ્સનું પાલન કરવાથી આવા ગુનાઓનો ભોગ બનતા બચી શકાય છે.

Jan 11, 2020, 01:45 PM IST
surat special posco court gave death sentence to rapist father PT4M38S

દીકરી સાથે દુષ્કર્મનું રાક્ષસી કૃત્ય કરનાર હેવાન પિતાને મળી ફાંસીની સજા, સુરતનો આજનો મોટો ચુકાદો

દિકરી પિતાને ખૂબ વ્હાલી હોય છે, એક પિતા તેના માટે હીરો સમાન હોય છે, પરંતુ સુરતમાં એક પિતાએ રાક્ષસી કૃત્ય કર્યું હતું, જેની સજા તેને ફાંસીના રૂપમાં મળી છે. સુરતની સ્પેશિયલ પોસ્કો કોર્ટે સગી દીકરી પર દુષ્કર્મ અને હત્યા મામલે પિતાને ફાંસીની સજા ફટકારી છે. વર્ષ 2017માં બનેલી આ ઘટનામાં પાંડેસરાના ટુકના દાસે પોતાની દીકરીનું એક વર્ષ સુધી શારીરિક શોષણ કરી તેને ગર્ભવતી બનાવ્યા બાદ પોતાનુ પાપ છુપાવવા દીકરીનુ ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલુ જ નહીં દીકરી ગર્ભવતી પોતાના પ્રેમી સાથેના અફેરને કારણે થઇ હોવાનુ જુઠ્ઠાણું ચલાવી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. જોકે પોલીસે DNA તપાસ બાદ આરોપી પિતાની ધરપકડ કરી હતી. સાયન્ટિફિક પુરાવા બાદ આજે પોસ્કો કોર્ટે મોતની સજા ફટકારી છે.

Jan 10, 2020, 09:35 PM IST
vapi gold loot update 31 kg gold loot PT2M21S

વાપીની સોનાની લૂંટનો આંકડો થયો જાહેર, વાંચીને તમારા આંખ પર નહિ કરી શકો વિશ્વાસ

ગઈકાલે વાપીમાં થયેલી લૂંટનો આંકડો જાહેર થયો છે. 3 લાખ થી વધુની રોકડ અને 31 કિલો સોનાના ઘરેણાંની લૂંટ થઈ છે. તો 86 જેટલા ગોલ્ડના પેકેટ લૂંટમાં બચી ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી અને લૂંટમાં વપરાયેલ ગાડીના આધારે તપાસ શરૂ કરી છે. હાલના સોનાના ભાવ પ્રમાણે આશરે 12 કરોડ 40 લાખનું સોનું ચોરાયું છે.

Jan 10, 2020, 05:45 PM IST

વાપી : ફાઈનાન્સની ઓફિસ સવારે ખૂલતા જ લૂંટારુઓ ત્રાટક્યા, કર્મચારીઓના મોઢે સેલો ટેપ બાંધી 10 કરોડ લૂંટ્યા

વાપીમાં ધોળે દિવસે કરોડોની લૂંટનો બનાવ બન્યો છે. વાપીના ચણોદ વિસ્તારમાં થયેલી લૂંટની ઘટનાથી વાપીમાં ચર્ચા ચગડોળે ચઢી છે. ચાણોદમાં આવેલા IIFL  gold loan નામની ફાઇનાન્સની ઓફિસમાં રૂપિયા 10 કરોડથી વધુની રકમની સનસનીખેજ લૂંટ થઈ છે.  અજાણ્યા લૂંટારુઓએ કર્મચારીઓને બંધક બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાઓની લૂંટ (Gold Loot) ચલાવી હતી. લૂંટનો આંકડો 10 કરોડથી વધી શકે તેવી શક્યતા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 

Jan 9, 2020, 01:44 PM IST

આંખ ઊઘાડતો કિસ્સો...જે મહિલાઓ નાના બાળકો સાથે ટ્રેનમાં એકલી મુસાફરી કરતી હોય તે ખાસ વાંચે

હરિયાણામાં રહેતા એક દંપત્તિ (Couple) ને કોઈ સંતાન નહતું. જીવનમાં પોતાની આ કમી પૂરી કરવા માટે તેમણે બીજાના માસૂમ બાળકનું અપહરણ (Kidnap) કરી લીધુ. ત્યારબાદ તેઓ બાળકને લઈને ગોવા(Goa) ફરાર થવાના હતાં પરંતુ તે પહેલા જ પોલીસે દંપત્તિને નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર દબોચી લીધા. પોલીસે બાળકને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધુ છે. ધરપકડ કરાયેલા દંપત્તિની ઓળખ પંચકુલાના રહીશ કવિતા અને દિનેશ તરીકે થઈ. 

Jan 9, 2020, 11:58 AM IST

મહેસાણા : હત્યારી પત્નીનો ભાંડો ફૂટ્યો, પતિની હત્યા છુપાવવા 5 દિવસ સામાન્ય રહેવાનો ડોળ કર્યો, પણ...

મહેસાણા (Mehsana) ના કડીમાં એક પત્નીએ પતિની ઘાતકી હત્યા (Murder) કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પતિના ચારિત્ર્ય ઉપર શંકા અને વહેમ રાખતી પત્નીએ પોતાના પતિની જ હત્યા (Wife killed husband) કરીને ખેતરની ઓરડીમાં દાટી દીધી. એટલું જ નહિ, પતિની હત્યા છુપાવવા પોતે 5 દિવસ સુધી સામાન્ય રહેવાનો ડોળ કર્યો અને પતિના ગુમ થયાની અરજી પણ આપી દીધી. પરંતુ આખરે હત્યારી પત્નીનો ભાંડો ફૂટ્યો હતો. 

Jan 6, 2020, 05:48 PM IST

કાળજાના કટકાને પિતાએ 5000માં વેચી, અને પછી તરુણી એક પછી એક પથારીમાં ફરતી રહી...

માત્ર 5 હજાર ઉછીના આપી રૂપિયા વસૂલવા માટે બાળકીને નરાધમના હવાલે કરનાર સામુહિક બળાત્કાર પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. પત્નીની સારવાર માટે પિતાએ પોતાના મિત્ર પાસેથી ઉછીના 5000 રૂપિયા લીધા હતા. જેથી આ રકમ મેળવવા માટે બાળકીને કામ પર રાખવાનું કહી આરોપીએ પોતે અને અન્ય ઈસમો દ્વારા બાળકી ઉપર બળાત્કાર ગુજારતો. જ્યારે બાળકીએ પિતાને વાત કરી જણાવી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. આખરે આ ચકચારી પ્રકરણમાં પોલીસે સાત ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં બે આરોપી આધેડ ઉંમરના છે.

Jan 6, 2020, 05:34 PM IST

3 બાળકોનો પિતા નીકળ્યો અઢી વર્ષની બાળકીનો રેપિસ્ટ, સાણંદમાં આખી રાત ફેરવી સવારે ઘર નજીક મૂકી ગયો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચાર દિવસ પહેલા અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસને ચાર દિવસ બાદ આરોપીને પકડવામાં સફળતા મળી છે. અમદાવાદ પોલીસે રાધેશ્યામ મિશ્રા નામના આરોપીની ધરપકડ છે. ત્યારે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળી કે, આરોપી પોતે પરણિત હતો અને તેને ત્રણ બાળકો પણ હતા. તેમ છતા તેણે બાળકી પર નજર બગાડી હતી.

Jan 4, 2020, 03:49 PM IST

ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી તેના પર ન્યૂડ ફોટો મંગાવ્યા બાદ બ્લેકમેલ કરતો આરોપી ઝબ્બે

  ફેસબુકમાં યુવતિના નામે ફેક પ્રોફાઈલ બનાવી વાતચીત કરી ફરિયાદીના વાંધાજનક ફોટો મેળવી બ્લેક મેઈલ કરતા એક આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. નોંધનીય છે કે આરોપીએ વર્ષ 2011થી અત્યાર સુધી 46 હજારથી વધુ રુપિયા પડાવી લીધા છે. આરોપી મોબાઈલમાં તીન પત્તી રમવા માટે ગેમ ચીપ્સ માટે આવુ કરતો હોવાનુ સામે આવ્યુ છે.

Jan 4, 2020, 12:12 AM IST

બુટલેગરે પૈસાની લેતીદેતીમાં હોમગાર્ડનાં જવાનની છરીના ઘા મારીને હત્યા કરી

* પૈસાની લેતી-દેતીમાં હોમગાર્ડ જવાનની થઇ હત્યા
* હોમગાર્ડ જવાને બુટલેગરને વ્યાજે આપ્યા હતા પૈસા
* પાંચ હજાર રૂપિયા બુટલેગર પાસે હોમગાર્ડ જવાન લેવા ગયો હતો
* પૈસા ના આપતા બંન્ને વચ્ચે થઇ હતી ઝપાઝપી
* બાદમાં ઉશકેરાઇને બુટલેગરે છરી વડે કર્યો હુમલો

Jan 3, 2020, 09:13 PM IST

દેખાવડા લાગતા આ પોલીસ કર્મચારીએ પ્રેમમાં પાગલ થઈને કર્યું Suicide, પંખામાં ચુંદડી સાથે લટકતી લાશ મળી

રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં પંખા સાથે મળેલી પોલીસ કર્મચારીના આત્મહત્યા (Suicide) થી ભારે ઉહાપોહ સર્જાયો છે. ત્યારે આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ હેડ ક્વાર્ટરમાં જ પોલીસ કર્મચારીએ જીવન ટૂંકાવી લેતા વિવિધ પ્રકારની વાતો વહેતી થઈ હતી. 

Dec 31, 2019, 10:37 AM IST

જન્મના ચાર કલાકમાં જ માતાએ બાળકીનું ગળુ દબાવી હત્યા કરી, કારણ હતું ‘પુત્ર મોહ’

વલસાડ જિલ્લાના ઉમરગામમાં એવો કિસ્સો સામે આવ્યો કે, જન્મ આપનારી જનની જ હત્યારી બની છે. નવજાત જન્મેલી બાળકીની તેની માતાએ જ ઠંડે કલેજે હત્યા કરી હતી. ઉમરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પુત્રી જન્મના ચાર કલાક બાદ તેનું મોત નિપજ્યું હતું. બાળકીનો જન્મ થયાના 4 કલાક બાદ મોત થયા હોવાનું ડોકટરને શંકા જતા પોલીસને જાણ કરાઈ હતી. જેમાં માતાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરાયું હોવાનું અનુમાન સાચુ નીકળ્યું હતું. ઉમરગામ પોલીસે માતા પર હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ત્યારે ત્રણ દીકરી બાદ ફરી ચોથી દીકરી જન્મતા માતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 

Dec 30, 2019, 08:37 AM IST
Zee 24 Kalak News: Video Viral Of Birthday Celebration On Public Place In Surat PT17M41S

Zee 24 Kalak News: બર્થડે સેલિબ્રેશનના નામે રસ્તા પર કાપી કેક, વીડિયો વાયરલ

સુરતમાં માથાભારે તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીએ તેના પંટરો દ્વારા બર્થ ડે સેલિબ્રેશન જાહેર રસ્તા ઉપર કરવામાં આવ્યું હતું. ભાઈ તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીની બર્થ ડે મનાવવા માટે ઢોલ નગારા સાથે મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યુ હતું. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મોડી રાત્રે આવી રીતે બર્થ ડે સેલિબ્રેશનના કારણે પોલીસ જાહેરનામાનો ભંગ થયો છે. પોલીસે વાયરલ વીડિયો અને ફોટાઓ પરથી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Dec 28, 2019, 09:30 AM IST

સુરત : માથાભારે સૂર્યા બંગાળીએ પંટરો સાથે જાહેરમાં ઢોલ-નગારા સાથે કર્યું બર્થડે સેલિબ્રેશન

સુરતમાં માથાભારે તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીએ તેના પંટરો દ્વારા બર્થ ડે સેલિબ્રેશન જાહેર રસ્તા ઉપર કરવામાં આવ્યું હતું. ભાઈ તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીની બર્થ ડે મનાવવા માટે ઢોલ નગારા સાથે મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યુ હતું. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મોડી રાત્રે આવી રીતે બર્થ ડે સેલિબ્રેશનના કારણે પોલીસ જાહેરનામાનો ભંગ થયો છે. પોલીસે વાયરલ વીડિયો અને ફોટાઓ પરથી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. 

Dec 27, 2019, 04:37 PM IST
Boyfriend Trying To Suicide After Killed His Girlfriend In Rajkot PT5M2S

રાજકોટમાં ખૂનીખેલ: પ્રેમિકાએ લગ્ન માટે ના પાડતા પ્રેમીએ ગળામાં મારી છરી

ગુજરાતના ક્રાઈમ સિટી (Crime city) તરીકે પ્રખ્યાત બનેલ રાજકોટ (Rajkot) માં રોજેરોજ ચોંકાવનારા બનાવ બનતા રહે છે. ત્યારે એક પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાના ગળામાં છરી મારી અને ત્યારબાદ પોતાના ગળા પર પણ છરી મારી હતી. આ ઘટનાની વીડિયો (Video) ત્યાં ઉભેલા લોકોએ પોતાના મોબાઈલમાં લીધો હતો. ત્યારે બંને યુવક યુવતીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Dec 24, 2019, 03:10 PM IST

Video : પ્રેમિકાએ લગ્ન માટે ના પાડી તો પ્રેમીએ ખેલ્યો ખૂનીખેલ, પ્રેમિકા અને પોતાના ગળામાં ચલાવી છૂરી

ગુજરાતના ક્રાઈમ સિટી (Crime city) તરીકે પ્રખ્યાત બનેલ રાજકોટ (Rajkot) માં રોજેરોજ ચોંકાવનારા બનાવ બનતા રહે છે. ત્યારે એક પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાના ગળામાં ચાકૂ હુલાવી દીધું હતું અને પોતાના ગળા પર પણ ચાકૂ ચલાવ્યું હતું. આ ઘટનાની વીડિયો (Video) ત્યાં ઉભેલા લોકોએ પોતાના મોબાઈલમાં લીધો હતો. ત્યારે બંને યુવક યુવતીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Dec 24, 2019, 02:00 PM IST

સુરત : શાળાએ જતી વિદ્યાર્થીનીઓને બિભત્સ ઈશારા કરીને છેડતી કરતો યુવકને વાલીઓએ પકડ્યો

દિવસેને દિવસે દેશમાં મહિલાઓ સાથે બળાત્કાર, યુવતીઓની છેડતી, અત્યાચારના બનાવો કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. હવે તો શાળાએ જતી વિદ્યાર્થીનીઓની છેડતી પણ થવા લાગી છે. સુરત (Surat) માં શાળાએ આવતી વિદ્યાર્થીઓની સાથે છેડતી કરતા શખ્સને વાલીઓએ જાતે જ ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં પોલીસે છેડતીનો ભોગ બનેલ વિદ્યાર્થીનીઓના નિવેદનના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

Dec 23, 2019, 12:04 PM IST

ભત્રીજા નીકળ્યો દગાબાજ, કાકીની કંપનીમાં લૂંટનું પ્લાનિંગ બનાવ્યું, અને પોલીસને પણ ઉંધા પાઠ ભણાવ્યા

અમદાવાદના ન્યુ રાણીપમાં એક દિવસ પહેલા મની ટ્રાન્સફર કંપની કંપનીના બે કર્મીઓ લૂંટાયાના મેસેજથી પોલીસ દોડતી થઇ હતી. પોલીસની ઓળખ આપી 10.95 લાખની લૂંટ થયાનો કંટ્રોલ મેસેજ મળ્યો હતો, પણ આ સમગ્ર કેસમાં ખોદા પહાડ અને નીકલા ચૂહા જેવી સ્થિતિ બની હતી. કારણ કે, ભોગ બનાર જ આરોપી હોવાનું સાબરમતી પોલીસની પૂરપરછમાં સામે આવ્યું છે.

Dec 20, 2019, 09:11 AM IST

પિતા બન્યો હેવાન, પહેલા ઠંડા પીણામાં જંતુનાશક દવા નાંખીને 3 દીકરીઓને પીવડાવી, બાદમાં કૂવામાં ફેંકી દીધી

આજના સમયમાં પણ કોઈ પિતાને દીકરાના ઘેલછા હોય તો તે પિતાની માનસિકતા હજી પણ ઓગણીસમી સદીની હોવાનું કહી શકાય. પુત્રની ઘેલછામાં કેટલાક માબાપ એવા પાપ કરી બેસે છે કે, તેનો ભાગ માસુમ દીકરીઓ બને છે. જુનાગઢના ખંભાળિયા ગામનો આવો જ એક હેવાન પિતા સામે આવ્યો છે. જેણે પોતાની ત્રણ ત્રણ માસુમ દીકરીઓને કૂવામાં નાંખીને મારી (father kill daughter) નાંખી. જેનુ કારણ પુત્રની ઘેલછા હોવાનું સામે આવ્યું હતું. ગામ લોકો દ્વારા જ્યારે આ દીકરીઓની લાશ બહાર કાઢવામાં આવી ત્યારે અરેરાટી થઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 

Dec 19, 2019, 08:12 AM IST

ઝુંઝુનૂં: સરકારી સ્કૂલમાં એક ડઝનથી વધુ બાળકોની સાથે કુકર્મ, આરોપી શિક્ષકની ધરપકડ

જિલ્લામાંથી એક હચમચાવી દેનાર સમાચાર આવી રહ્યા છે. ઝુંઝુનૂં (Jhunjhunu)માં કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા સંચાલિત એક મોટી સરકારી સ્કૂલ  (Government School)માં એક ડઝનથી વધુ વિદ્યાર્થી સથે ટીચર દ્વારા કુકર્મના સમાચાર સામે આવ્યા છે. 

Dec 11, 2019, 02:45 PM IST