હમ ભી કિસી સે કમ નહી: અમદાવાદીઓએ તંત્રની 'અણી કાઢી' તો તંત્ર એ કાઢી કિલર બમ્પની, જામ્યો પ્રતિષ્ઠાનો જંગ

ચાણક્યપુરી બ્રિજ નીચે રોંગ સાઈડ જતા વાહનોને અટકાવવા લાગેલા ટાયર કિલરની હવે અણી કાઢવામાં આવી રહી છે. ટાયર કિલરમાં ફીટ કરેલા ખીલાને વધુ ધારદાર બનાવાઈ રહ્યાં છે.

હમ ભી કિસી સે કમ નહી: અમદાવાદીઓએ તંત્રની 'અણી કાઢી' તો  તંત્ર એ કાઢી કિલર બમ્પની, જામ્યો પ્રતિષ્ઠાનો જંગ

ઝી ન્યૂઝ/અમદાવાદ: ચાલકોને રોંગ સાઈડમાં વાહનો ચલાવતા રોકવા માટે એક પ્રયોગના ભાગ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC) ચાણક્યપુરી બ્રિજના પાસેના રોડ પર ટાયર-કિલર બમ્પ લગાવ્યા હતા. પરંતુ આપણા અમદાવાદીઓને તંત્રને પડકારતા હોય તેમ તેનો જુગાડ શોધીને એકદમ સરળતાથી ટાયર કિલર બમ્પ પરથી પસાર થવા લાગ્યા હતા, પરંતુ તંત્ર પણ આ વખતે પાછીપાની કરવા તૈયાર નથી. રોંગ સાઈડ જતા વાહનોને અટકાવવા લાગેલા ટાયર કિલર બમ્પની હવે ધારદાર અણી કાઢવામાં આવી રહી છે. જી હા... ટાયર કિલરમાં ફીટ કરેલા ખીલાને વધુ ધારદાર બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે હવે તમારું ટાયર ફાટવાનું નક્કી છે.

અમદાવાદમાં ટ્રાફિરની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને તેમણે સમગ્ર શહેરમાં પહેલો પ્રયોગ કરતા ચાણક્યપુરી બ્રિજ નીચે કિલર બમ્પ લગાડવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદીઓ જાણે તંત્રને પડકારતા હોય એમ બિદાસ્તથી પસાર થવા લાગ્યા હતા. તો તંત્રએ પણ લોકોનો પડકાર ઝીલી લીધો હોય એમ રોંગ સાઈડ જતા વાહનોને અટકાવવા લાગેલા ટાયર કિલરની હવે અણી કાઢવામાં આવી છે. ટાયર કિલરમાં ફીટ કરેલા ખીલાને વધુ ધારદાર બનાવી દીધા છે. તંત્રએ આ બમ્પમાં લાગેલા ખીલાની ઘસી ઘસીને અણી કાઢી છે અને ખીલાને વધુ ધારદાર બનાવાયા છે. એટલે હવે કોઈ રોંગ સાઈડ જશે તો ટાયર ફાટી જ જશે. પરંતુ આ બમ્પને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) August 4, 2023

મહત્વનું છે કે, AMC એ કામગીરી કર્યા બાદ જ કલાકોમાં ટાયર કિલર બમ્પના સ્ક્રૂ ઢીલા થઇ ગયા હતા. પરંતુ AMCના ટ્રાફિક એન્જિનિયરિંગ વિભાગે સ્ક્રૂને રિફિટ કરવા માટે ટેકનિશિયનને બોલાવ્યા હતા અને વિલ્ડિંગ કરીને સ્કૂ ફરીથી હંમેશાં માટે ફીટ કરી દેવામાં આવ્યા છે.

 ટાયર કિલર બમ્પ પાસે હોમગાર્ડને તહેનાત
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચાણક્યપુરી બ્રિજ નીચે લગાવેલા કિલર બમ્પ પરથી કોઈ પણ વાહનચાલક રોંગ સાઈડમાંથી પસાર થશે તો દંડ ફટકારાશે. સાથે ઈ-મેમો પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રોંગ સાઈડમાં જતા વાહનોને રોકવા અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે તંત્રએ કિલર બમ્પ લગાવ્યા હતા. પરંતુ અમદાવાદીઓએ રોંગ સાઈડમાંથી પસાર થવાનો જુગાડ પણ શોધી નાંખ્યો હતો. અનેક વાહનો કિલર બમ્પર પરથી આસાનીથી પસાર થતા હતા. જો કે ZEE 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યા પછી તંત્ર જાગ્યું અને નિયમનું પાલન કરવા ટાયર કિલર બમ્પ પાસે હોમગાર્ડને તહેનાત કરાયા.

બોલ્ટ પર વેલ્ડિંગ કરવામાં આવ્યું
અમદાવાદમાં ટાયર કિલર બમ્પમાં તંત્રની પણ ઘોર બેદરકારી જોવા મળી હતી. ટાયર કિલર બમ્પના બોલ્ટ 48 કલાકમાં જ બહાર આવવા લાગ્યા હતા. રોંગ સાઈડથી વાહન ચલાવતા બમ્પમાં મોટું નુકસાન થયું હતું. ટાયર કિલર બમ્પ લગાવ્યાના કલાકો પછી બમ્પનું મેઈન્ટેન્સ જરૂરી બન્યું છે અને બોલ્ટ પર વેલ્ડિંગ કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news