અમદાવાદ: 31 ડિસેમ્બરને લઇને પોલીસનો માસ્ટરપ્લાન, આ પ્રકારની છે તૈયારી
નવા વર્ષની ઉજવણી માટે શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે 28 જેટલા પાર્ટી પ્લોટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે. જ્યારે 20 જેટલા ડીજે સાઉન્ડ સીસ્ટમ માટે પરમીશન આપવામાં આવી છે. તો મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને 500 જેટલા ટ્રાફિક જવાનોને 31 ડિસેમ્બર દરમ્યાન તૈનાત રાખવામાં આવશે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: નવા વર્ષની ઉજવણી માટે શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે 28 જેટલા પાર્ટી પ્લોટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે. જ્યારે 20 જેટલા ડીજે સાઉન્ડ સીસ્ટમ માટે પરમીશન આપવામાં આવી છે. તો મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને 500 જેટલા ટ્રાફિક જવાનોને 31 ડિસેમ્બર દરમ્યાન તૈનાત રાખવામાં આવશે.
બોટાદ: તીર્થધામ સાળંગપુર હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા સર્જાયો વિવાદ
નવા વર્ષની ઉજવણી માટે હર્ષોઉલ્લાસ અને શાંતિપૂર્ણ રીતે મનાવી શકે તે માટે શહેર પોલીસ દ્વારા સલામતી અને બંદોબસ્ત ખૂબ જ વ્યવસ્થા આયોજન આ વર્ષે કરવામાં આવી છે કે વી હશે પોલીસની સુરક્ષા વ્યવસ્થા તે અંગેની વિસ્તૃત માહિકી નીચી મુજબ આપાવમાં આવી છે.
શહેર પોલીસ દ્વારા કેવું હશે બંધોબસ્તનું આયોજન
- શહેર પોલીસ અને મહિલા પોલીસની ટીમ સહિત ક્રાઇમ બ્રાન્ચ , SOG ક્રાઇમ પેટ્રોલીંગ સાથે રાખશે ખાનગી વોચ
- પાર્ટી પ્લોટ , હોટેલ, ફાર્મ હાઉસ સહિત નવા વર્ષની ઉજવણી થનારા સ્થળો પર રાખવા પડશે હેન્ડ હેલ્ડ મેટલ ડિટેકટર
- બુટલેગરોની પ્રવૃત્તિ પર ખાનગી વોચ રાખવા પણ ક્રાઇમ બ્રાન્ચ ની ખાસ નજર
- સેકટર 1 માં 84 ,સેકટર - 2 50 વિસ્તારોમા ગોઠવાયા છે નાકાબંધી પોઇન્ટ
- મહિલાઓની ડીકોય ટીમ સાદા ડ્રેશમાં ક્લબો અને પાર્ટી પ્લોટમાં રાખશે વોચ
- 1000 જેટલા બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસ શહેરભરમાં ચેકીંગ કરશે
- હોટેલ અને ગેસ્ટહાઉસમાં પીનાક સોફ્ટવેરની મદદથી ગતિવિધિઓ પર રાખવામાં આવશે નજર
- 1006 જેટલા CCTV કેમેરાથી બનતી ઘટનાઓ રોકવા રાખવામાં આવશે ચાંપતી નજર
- અડચણરૂપ વાહન પાર્કિંગને રોકવા ટ્રાફિક પોલીસની પણ લેવાશે મદદ
મહિલા પતિના શોખ માટે જ્વેલરી શોપમાં કરતી ચોરી, વીટી ચોરી કરવામાં છે માસ્ટરી
શહેર પોલીસે આ વર્ષે મોટી જનમેદની એકઠી થનારા વિસ્તારમાં પણ અલગ અલગ ટીમો એસી હાઈવે ખાતે કાંકરિયા ખાતે અને સીજીરોડ ખાતે પણ ગોઠવી BDDSની ટીમ દ્વારા પણ ચેકીંગ કરશે. જ્યારે બીજી તરફ રોડ પર સ્ટંટ કરતા કે ઓવર સ્પીડમાં વાહન હંકારતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂખાનું ફોડવાનું પોલીસના ધ્યાને આવેલ છે. જેને લઈ લોકોમાં નાસભાગ આગ લાગવાના અને દાઝવાના બનાવવાની પણ શક્યતા રહેલી હોય આવા બનાવો રોકવા માટે સંવેદનશીલ પોઈન્ટો ઉપર બંદોબસ્ત ગોઠવી સઘન પેટ્રોલિંગ પણ હોક સ્ક્વોડ દ્વારા કરાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે