અમદાવાદીઓનું હમ તો નહી સુધરેગે: 18 કરોડ દંડ ચુકવ્યો પણ માસ્ક બાબતે હજી પણ બેદરકાર

શહેરમાં જ્યારથી કોરોનાનાં કેસની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી અનેક લોકો કોરોનાનાં ભોગ બન્યા અને અનેક લોકો મોત નિપજ્યા છે. તેમ છતાં શહેરમાં લોકો માસ્ક પહેરવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. જેમાં માસ્ક ન પહેરનાર સામે અત્યાર સુધીમાં 18 કરોડનો દંડ વસુલવમાં આવ્યો છે. જ્યારે એક જ સપ્તાહમાં દંડનો આંકડો બે કરોડ રૂપિયાને આંબી ગયો છે.
અમદાવાદીઓનું હમ તો નહી સુધરેગે: 18 કરોડ દંડ ચુકવ્યો પણ માસ્ક બાબતે હજી પણ બેદરકાર

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં જ્યારથી કોરોનાનાં કેસની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી અનેક લોકો કોરોનાનાં ભોગ બન્યા અને અનેક લોકો મોત નિપજ્યા છે. તેમ છતાં શહેરમાં લોકો માસ્ક પહેરવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. જેમાં માસ્ક ન પહેરનાર સામે અત્યાર સુધીમાં 18 કરોડનો દંડ વસુલવમાં આવ્યો છે. જ્યારે એક જ સપ્તાહમાં દંડનો આંકડો બે કરોડ રૂપિયાને આંબી ગયો છે.

અમદાવાદમાં જેવી રીતે કોરોનાના કેસો વધ્યા છે તેને લઈને હાલ પણ રાત્રી કરફ્યુ ચાલુ છે. જોકે પોલીસ હાલ પણ ખડે પગે કામગીરી કરી રહી છે. પણ કમનસીબે હવે કોરોના સંક્રમિત પોલીસ કર્મી કેસ વધી રહ્યા છે. બીજી બાજુ પોલીસે માસ્ક નહિ પહેરનાર 18 કરોડ રૂપિયા દંડ વસુલ્યો છે. 24 માર્ચથી અત્યાર સુધી પોલીસે અનેક લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. અમદાવાદમાં 24 માર્ચ 14 ડિસેબર સુધીમાં પોલીસે જાહેરનામા ભંગના કુલ 35745 કેસો કર્યા છે. અને તેની સામે કુલ 44667 ધરપકડ કરવામાં આવી છે. સાથો સાથ માસ્ક ના પહેરવા બદલ કુલ 3.13 લાખ કેસો પોલીસે કર્યા છે. અને અને જેમાં કુલ 18કરોડ 41લાખ રૂપિયા નો દંડ વસુલ કર્યા છે. છતાં પણ લોકો માસ્ક વગર ફરી રહ્યા હોય તેવા સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

કોરોનાની આ લપેટમાં પોલીસ પણ બાકાત રહી નથી. અત્યાર સુધી પોલીસના કુલ 1423 લોકો કોરોના સંક્રમિત અને 1061જેટલા પોલીસ કર્મચારીઓ સારા પણ થઇ ગયા છે. પરંતુ દુઃખદ વાત એ છે કે, 13 પોલીસ કર્મચારીઓ કોરોનાને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે હાલ પણ  349 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના ગ્રસ્ત છે. પોલીસ અધિકારીઓ દ્વારા એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસ કર્મચારીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સાથો સાથ તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં સેનેટાઇઝિંગ  કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news