Stock crash: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા અને ચીનના બદલાના પગલાને કારણે વેપાર યુદ્ધની શક્યતા અંગે રોકાણકારો વધુને વધુ ચિંતિત છે, જે વિશ્વભરના આર્થિક વિકાસને અસર કરી શકે છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા નાકા પાસે એક શ્વાનને બંદી બનાવવામાં આવ્યો હોવાની માહિતીના આધારે કેટલાક શ્વાન પ્રેમીઓ આ અબોલ જીવનું રેસ્કયુ કરવા માટે પહોચ્યાં હતા. જ્યાં શ્વાનની કથળી ગયેલી સ્થિતિ જોઈ તેઓના રુવાડા ઉભા થઇ ગયા હતા.
શહેરના ગાંધી મહિલા કોલેજ નજીક આવેલ મહિલા ગાર્ડન સર્કલની હાલત ખુબ દયનીય બની છે. હાલ શિયાળો ચાલતો હોય મોટી સંખ્યામાં મોર્નિંગ વોકરો આવતા હોય છે. સર્કલની અંદરના ભાગે ઊંડા ખાડા પડી ગયા છે. બાળકો માટે લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ગાર્ડનમાં ખાડા પડી જવાના કારણે નાના બાળકો અને સિનિયર સિટીઝનને ખૂબ મુશ્કેલીનો અનુભવ થઇ રહ્યો છે.
શહેરથી રાજકોટ નેશનલ હાઇવે અતિ બિસ્માર બન્યો છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. જ્યારે ચોમાસાના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જતાં પસાર થતા રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે રોડના રીપેરીંગનું કામ ઝડપથી હાથ ધરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. જો કે હજી સુધી કોઇ સાંભળવા વાળુ નથી.
ચાર ચાર વર્ષથી વેરાવળ - કોડીનાર બિસ્માર નેશનલ હાઇવે મુદ્દે ધારાસભ્ય રોડ પર ઉતરવાની ફરજ પડી હતી. સરકારની આંખો ખોલવા માટે આખરે ધારાસભ્યએ રસ્તા પર ઉતરવું પડ્યું હતું. જોકે નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી લેખિત બાંહેધરી આપતા ધારાસભ્યનું રસ્તા રોકો આંદોલન મુલતવી રહ્યું હતું. નેશનલ હાઇવેના જવાબદાર અધિકારી દ્વારા મીડિયા સમક્ષ વરસાદ અને જમીન સંપાદનનું કારણ આગળ ધરી લુલો બચાવ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં કોરોના જે પ્રકારે વકરી રહ્યો છે તેના કારણે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. તેવામાં અમદાવાદમાં પણ કોરોનાના કેસ પણ કુદકેને ભુસકે વધી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં સ્થિતી સૌથી ચિંતાજનક છે. જેના કારણે આજે મુખ્યમંત્રી અને નાયબમુખ્યપ્રધાને પણ સુરતની મુલાકાત લઇને સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા પણ વણસી રહેલી સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી.
શહેરથી સીદસર સુધીનો મુખ્યમાર્ગ અતિશય બિસ્માર બન્યો છે, ભાવનગરથી આજુબાજુના 35 થી વધુ ગામમાં પહોંચવા માટે આ મુખ્ય રોડનો જ ઉપયોગ થઈ રહ્યો છે. જેથી રોજના હજારો લોકો આ માર્ગ ઉપરથી પસાર થતા હોય છે, ત્યારે પસાર થતા લોકો અને સ્થાનિક રહીશો રસ્તા પર ઉડતી ધુળની ડમરીઓના કારણે પરેશાન થઈ રહ્યા છે. મનપા દ્વારા નવો રોડ બનાવવા માટે આ રોડને ખોદી નાખવામાં આવ્યો હતો પરંતુ હાલ બે વર્ષ જેવો સમય વિતી જવા છતાં પરિસ્થિતિ એની એ જ છે. ત્યારે રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા લોકો માંગ કરી રહ્યા છે.
જિલ્લામાં સતત વરસાદના કારણે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને પગલે પાક પાણી પાણી થઇ જતા ખેડૂતોનો ઉભો પાક કોહવાઇ ગયો છે.