mla

UP ચૂંટણી પહેલાં સપા થઇ મજબૂત, BSP 6 અને BJP ના 1 ધારાસભ્ય સપામાં જોડાયા

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલાં સમાજવાદી પાર્ટી અને મજબૂત થઇ ગઇ છે. આજે (શનિવારે) બીએસપીના 6 અને ભાજપના એક ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે બીએસપીના ધારાસભ્ય અસલમ અલી, સુષમા પટેલ, અસલમ રાઇની, મુજ્તબા સિદ્દીકી, હરગોવિંદ ભાર્ગવ અને હાકિમ લાલ બિંદ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય રાકેશ રાઠૌરએ પણ સમાજવાદીનો હાથ પકડ્યો છે. 

Oct 30, 2021, 01:38 PM IST

CM ભૂપેન્દ્ર પટેલે રસ્તાના સમારકામ માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને 2 કરોડની ગ્રાન્ટ ફાળવી

ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રસ્તાઓનું સમારકામ જલદી થાય તે માટે મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય લીધો છે. 

Oct 14, 2021, 07:09 PM IST

બરોડા ડેરીના વિવાદ મામલે સીઆર પાટીલ એક્શનમાં, આવતીકાલ સુધીમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

વડોદરાની બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. આજે રાત્રે ડેરીના તમામ ડિરેકટરો સાથે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રભારી મુલાકાત કરશે

Sep 21, 2021, 01:51 PM IST

બરોડા ડેરીના સત્તાધિશો પર મને વિશ્વાસ નથી, અમારો હલ્લાબોલ કાર્યક્રમ યથાવત: કેતન ઇનામદાર

વડોદરા જિલ્લાના ચાર ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષર પટેલ, મધુ શ્રીવાસ્તવ અને શૈલેષ મહેતા આજથી બરોડા ડેરીના શાસકો સામે આંદોલન સાથે બે દિવસના પ્રતિક ધરણા કરવાના હતા પરંતુ વડોદરા મકરપુરા પોલીસે તેમને પ્રતિક ધરણાની મંજૂરી આપી ન હતી

Sep 21, 2021, 12:52 PM IST

દુખે છે પેટ અને કુટે છે માથુ! 'હપ્તો' નહી મળવાના કારણે ધારસભ્યોએ બરોડા ડેરી સામે બાંયો ચડાવી?

બરોડા ડેરીના વિવાદને લઈ આજે ફરી એકવાર ડેરીના શાસકો, ધારાસભ્યો અને જિલ્લા ભાજપના મોવડી મંડળ વચ્ચે બેઠક થઈ હતી. જો કે આ બેઠકમાં સમાધાન ના થતાં ધારાસભ્યોએ ડેરી સામે પશુપાલકો સાથે ગુરુવારે હલ્લાબોલ કરવાનો નિર્ણય કર્યો છે.

Sep 20, 2021, 05:40 PM IST

નવસારી કસ્ટોડીયલ ડેથ મામલે આદિવાસીઓનું ધરણાં પ્રદર્શન, ધારાસભ્ય અનંત પટેલને કરાયા નજર કેદ

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથના મામલે સતત બે મહિનાથી આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. આદિવાસી યુવકના મોત બાદ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે પગલાં ન લેવાતા સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે

Sep 20, 2021, 01:49 PM IST

બરોડા ડેરીનો ફરી વકર્યો વિવાદ, ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર માંડ્યો મોરચો

બરોડા ડેરીનો વિવાદ ફરી વકર્યો છે. એકવાર સમાધાન થયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર મોરચો માંડ્યો છે. પશુપાલકોને ભાવફેરની રકમ ન ચૂકવવામાં આવતા કેતન ઈનામદારે ફરી આંદોલન શરૂ કર્યું છે

Sep 20, 2021, 11:39 AM IST

ધારાસભ્ય કેતન ઈનામદાર અને દિનુમામા વચ્ચે કઈ રીતે થયું સમાધાન? જાણો શું છે બરોડા ડેરી વિવાદનું મૂળ

બરોડા ડેરીમાં પશુ પાલકોના હિતના મામલે સાવલી બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન દિનુ મામા વચ્ચે ગજગ્રાહ સર્જાયો હતો. જોકે ભાજપ મોવડી મંડળે મધ્યસ્થી કરતા હાલ ઉકળતા ચરુ પર ટાઠું પાણી રેડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ આખીય બબાત પશુપાલકોના હિત માટેની છેકે, પછી વર્ષ 2022માં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી માટેની તે પણ એક મોટો સવાલ છે. એજ કારણછેકે, હાલ રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ભારે ચર્ચામાં છે.

Sep 7, 2021, 02:34 PM IST

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો નગર જનસુખાકારી કામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જનભાગીદારી ઘટક કામો માટે ખાનગી સોસાયટીઓ એ ભરવાના  ૨૦  ટકા ફાળામાં હવે ધારાસભ્ય કોર્પોરેટર-નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી ૧૦ને બદલે ર૦ ટકા સુધી પોતાની સંમતિથી  ફાળવી શકશે.
 

Sep 1, 2021, 05:22 PM IST

ધારાસભ્યની પુત્રીએ બ્રા પહેર્યા વિના કરાવ્યું ફોટોશૂટ, ખોલી દીધા શર્ટના બટન

બોલીવુડની ઘણી એવી અભિનેત્રી છે, જેમના પરિવારનો બોલીવુડ સાથે સંબંધ નથી. પરંતુ બીજા ક્ષેત્રોમાં તેમનો પરિવાર મશહૂર છે. આ અભિનેત્રી કોઇ અલગ-અલગ રાજ્યોમાંથી આવી અને બી-ટાઉનમાં પોતાની જાદૂગરી પાથરી, એવી જ એક અભિનેત્રી છે  આયશા શર્મા (Asiha Sharma). આયશા શર્મા એક પોલિટિકલ ફેમિલીમાંથી આવે છે. આયશા શર્માએ તાજેતરમાં જ એકદમ બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું છે. જે ખૂબ ચર્ચામાં છે. 

Aug 22, 2021, 10:35 PM IST

જામનગર: સરકાર વિરોધી કોંગ્રેસના કાર્યક્રમમાં ધક્કામુક્કી, કાલાવડના ધારાસભ્ય ઇજાગ્રસ્ત

જામનગરમાં (Jamnagar) કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સરકારના 5 વર્ષ પુરા થયાની ઉજવણી સામે વિરોધ (Protest) નોંધાવ્યો છે. જેને લઇને શહેરના લાલબંગલા સર્કલ પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ (Congress Protest) પ્રદર્શન કરાયું હતું

Aug 9, 2021, 02:23 PM IST

જાણો કયા રાજ્યના MLA ને મળે છે સૌથી વધારે સેલેરી, જુઓ અહીંયા આખી યાદી

દિલ્લી કેબિનેટે મંગળવારે કેન્દ્રને મોકલેલા એક પ્રસ્તાવ પછી ધારાસભ્યોની સેલેરી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી મીડિયાને જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.

Aug 8, 2021, 07:54 AM IST

કોસ્ટલ હાઇવેનાં સપના દેખાડી જનતાને ખાડામાં નાખી, 4 વર્ષથી બિસ્માર બનેલા હાઇવે માટે MLA એ રોડ પર ઉતરવું પડ્યું

ચાર ચાર વર્ષથી વેરાવળ - કોડીનાર બિસ્માર નેશનલ હાઇવે મુદ્દે ધારાસભ્ય રોડ પર ઉતરવાની ફરજ પડી હતી. સરકારની આંખો ખોલવા માટે આખરે ધારાસભ્યએ રસ્તા પર ઉતરવું પડ્યું હતું. જોકે નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી લેખિત બાંહેધરી આપતા ધારાસભ્યનું રસ્તા રોકો આંદોલન મુલતવી રહ્યું હતું. નેશનલ હાઇવેના જવાબદાર અધિકારી દ્વારા મીડિયા સમક્ષ વરસાદ અને જમીન સંપાદનનું કારણ આગળ ધરી લુલો બચાવ કરવામાં આવ્યો હતો. 

Jul 31, 2021, 05:23 PM IST

Kutch ભાજપનો યુવા નેતા પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે ઝડપાતા મળ્યો મેથીપાક

ભૂતકાળમાં ભુજના લોરીયા નજીક દારૂ પ્રકરણમાં મેથીપાક ખાઈ ચૂકેલા કચ્છ ભાજપ (Kutch BJP) નાં આ નેતાને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિકરાઓ સાથે ભાઈબંધી હતી.

Jul 31, 2021, 12:00 PM IST

BJP ના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા: કેસરીસિંહે પાવાગઢને બનાવ્યું પતાયા, અર્ધનગ્ન યુવતીઓ...

મધ્ય ગુજરાતના ધારાસભ્ય સહિત ખાનદાન નબીરા ઝૂગાર રમતા ઝડપાયા હોવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ધારાસભ્ય સાથે ખાનદાન નબીરા હોવાની ચર્ચા ચાલી રહી છે. રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી જુગાર ધામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત હાઇપ્રોફાઇલ યુવતીઓ દ્વારા જુગાર રમાડાતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે ધારાસભ્ય અને નબીરાઓને ઝડપી લીધા હતા. 

Jul 1, 2021, 09:36 PM IST

રાજુલાની રેલવે જમીન વિવાદમાં માંગ્યું કંઇક મળ્યું કંઇક, કમને ધારાસભ્યએ નિર્ણય વધાવ્યો

જિલ્લામાં વર્ષોથી બિનઉપયોગી પડેલીરેલવે વિભાગની જમીન રાજુલા પાલિકાને મળે તે માટે અંબરીશ ડેર દ્વારા આંદોલન ચલાવાયું હતું. ત્યાર બાદ રેલવે વિભાગે હવે આ જમીન પર ગાર્ડન નહી પરંતુ FCI નું ગોડાઉન અને સોલાર પાર્ક બનાવવાનું આયોજનને મંજુરી આપી હતી. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આજે રાજુલામાં ફટાકડા ફોડીને મોઢા કરાવીને નિર્ણયને આવકાર્યો હતો. 

Jun 25, 2021, 08:52 PM IST

Amrish Der ના સમર્થનમાં કોંગ્રેસનું રેલ રોકો આંદોલન, પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત

રાજુલા (Rajula) ના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવેની જગ્યાને લઇને છેલ્લા 16 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે.

Jun 23, 2021, 04:50 PM IST

UP બાદ ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો, BJP પ્રદેશ પ્રભારી સરકાર અને સંગઠનના હોદેદારો સાથે કરશે બેઠક

ઉત્તરપ્રદેશ ભાજપના રાજકીય ઘમાસાણ બાદ હવે ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર સામે લોકોમાં દેખાયેલા રોષ અને નારાજગી બાદ કોરોના કેસો ઘટવાની સાથે જ રાજકીય ઘટનાઓ વધી રહી છે

Jun 8, 2021, 08:40 PM IST

ભાજપના ધારાસભ્યોની 15 જૂને બોલાવાઈ બેઠક, કોરોના સમયમાં રાજકીય રીતે મહત્વની બેઠક

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી યોજી શકાઇ નથી. આ બેઠક હવે તા. 15 જૂન 2021 ના રોજ યોજવામાં આવશે

Jun 8, 2021, 08:24 PM IST

ભાજપના પૂર્વ MLA કાળુભાઇ ચાવડાનું નિધન, મુખ્યમંત્રીએ વ્યક્ત કરી દુખની લાગણી

વર્ષ 1998 અને 2002માં ખંભાળિયાના ભાજપના ધારાસભ્ય ઉપરાંત સ્વ. ચાવડા તાલુકા પંચાયત,માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. 

Jun 7, 2021, 12:21 PM IST