સાવધાન! દિવાળી ટાણે નકલી નોટનો અસલી વહીવટ! 500 અને 100ના દરની નકલી નોટો ઝડપાઈ
અમદાવાદ શહેર પોલીસે દિવાળીની ખરીદી અને બજારની ભીડનો લાભ લઈને નકલી ચલણી નોટ વટાવનાર બે યુવા આરોપીઓની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: દિવાળીના તહેવારનો લાભ લઇ બજારમાં નકલી નોટો વટાવતા બે આરોપીની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓનો રાજસ્થાનથી નકલી નોટો લાવી છૂટકમાં અમદાવાદની બજારમાં આ નકલી નોટ ફરતી કરવાનો ઈરાદો હતો.
અમદાવાદ શહેર પોલીસે દિવાળીની ખરીદી અને બજારની ભીડનો લાભ લઈને નકલી ચલણી નોટ વટાવનાર બે યુવા આરોપીઓની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. બાપુનગર પોલીસ ને બાતમી મળી હતી કે બે ઈસમો પણ ના ગલ્લા અને દુકાનો પાર આવી નકલી નોટો વટાવી રહ્યા છે. જે મામલે પોલીસે તપાસ કરતા બે ઈસમો નકલી નોટ સાથે ઝડપાયા હતા. નિકોલના ઇન્દ્ર ભૂષણ સીતારમણ ત્રિપાઠી નામના યુવકને પકડી તપાસ કરતા તેની પાસેથી ₹500 ના દરની સાત ચલણી નોટો તેમજ સો રૂપિયાના દરની 529 જેટલી નોટો મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ઓઢવ વિસ્તારમાં ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા રાકેશ ભગવાન રામ નામના યુવકે તેને આ નકલી ચલણી નોટો આપી હતી અને બજારમાં વટાવવા માટે મોકલ્યો હતો. પોલીસે રાકેશ રામ ની પણ ધરપકડ કરી છે.
આરોપી ઇન્દ્ર અને રાકેશ રામ આ ચલણી નોટ રાજસ્થાનના રફીક નામના આરોપી પાસે થી લાવ્યા હોવા નું સામે આવ્યું છે. રફીકે આ નકલી નોટો રાજસ્થાનથી પાર્સલમાં અમદાવાદ મોકલી હતી. રફીકે રૂ 1.10 લાખની નકલી નોટની સામે 25 હજાર રૂપિયા મેળવ્યા હતા. આરોપીઓ સૌથી વધુ રૂ 100 ની નકલી નોટ છૂટક ચીજવસ્તુ લઇ દુકાનો પર વટાવાતા હતા. બને આરોપી આ લાખ રૂપિયાની નકલી નોટો દિવાળીના સમયે છૂટક બજારમાં વટાવવાની શરૂઆત કરી હતી, જ્યા પોલીસે તેમને ઝડપી પાડયા.
ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલચે બંને આરોપીઓએ માર્કેટમાં નકલી નોટો ફરતી કરતી અસલી રૂપિયા કમાવવાનો કીમિયો અઝમાવ્યો હતો, પરંતુ પોલીસના હાથે ઝડપાઇ હાથે ચડી ગયા છે. આરોપીઓ ક્યાં ક્યાં આ નકલી નોટો વટાવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર રફીકની શોધખોળ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે