ભાવનગર

અડધા ભાવનગરને ઓછો ગેસ મળે તેવુ કૌભાંડ પકડાયું, લોકોના ઘર પહેલા જ સિલિન્ડર ક્યાંક બીજે પહોંચી જતું

 • ઘરેલુ બાટલામાંથી કોમર્શિયલ બાટલો ભરવાનું કૌભાંડ
 • ગેસ કટિંગ કૌભાંડનો ભાવનગર પોલીસે પર્દાફાર્શ કર્યો
 • ગેરકાયદેસર રીતે ગેસ કટિંગ કરતા 5 ઈસમો ઝડપાયા 
 • 62 ઘરેલુ અને 34 કોમર્શિયલ સહિત 96 ગેસ સિલિન્ડર જપ્ત
 • પોલીસે બાતમીનાં આધારે રેડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો

Nov 19, 2021, 09:36 AM IST

ભાવનગરની દિવાળી બની લોહિયાળ, પ્રેમલગ્નના એક વર્ષમાં જ પતિએ કરી પત્નીની હત્યા

ભાવનગર (bhavnagar) શહેરમાં દીપાવલીના પાવન અવસરે જ મહિલાની હત્યા (murder) કરવામાં આવી છે, સરિતા સોસાયટીમાં પોતાના પિયરમાં રહેતી મહિલાનું તેના જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોત નિપજાવ્યું છે. 

Nov 4, 2021, 05:37 PM IST

ભાવનગર : રાજ્યપાલનો ગાય પ્રેમ છલકાયો, રાષ્ટ્રપતિને વિદાય કરીને ગૌ શાળાની મુલાકાત લેવા પહોંચ્યા 

 • ભાવનગર ખાતે ગૌશાળાની મુલાકાત લેતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
 • ગાયની માવજત, નિભાવ, સારી પ્રજાતિની ગાય માટેના પ્રયત્નો વિશે માહિતગાર થતાં રાજ્યપાલ

Oct 30, 2021, 02:46 PM IST

સરકારી વચનો ઠગારી નીવડતા તળાજાના ખેડૂતોએ જાતે મેથાળા બંધારો બનાવ્યો, કહ્યું-જેટલીવાર તૂટશે એટલીવાર બનાવીશું 

તળાજાના દરિયા કાંઠા વિસ્તારના ૧૩ જેટલા ગામોને સિંચાઇ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતો મેથળા ગામે આવેલ મેથળા બંધારામાં ૯૦ ફૂટ મોટું ગાબડું પડી ગયું છે. ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ આવક થતાં બંધારાનો આરસીસીનો પાળો તૂટી જતાં ખેડૂતોએ જાત મહેનતે ફાળો ઉઘરાવી ફરી મેથળા બંધારાનું નિર્માણ શરૂ કર્યું છે. ખેડૂતોએ કહ્યું, અમે હિંમત નથી હાર્યા, જેટલી વાર તૂટશે એટલી વાર મહેનત કરીને અમે ફરીને બંધારો બનાવશું.’

Oct 14, 2021, 09:29 AM IST

જીતુ વાઘાણી ભાવનગર પહોંચીને પવિત્ર ભુમી સામે નતમસ્તક, આશિર્વાદ યાત્રામાં નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો

રાજ્યના શિક્ષણ કેબિનેટ મંત્રી પદે નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત માદરે વતન ભાવનગર આવેલાં નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા. તેમણે ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમાં નારી ચોકડી ખાતે પહોંચી શિશ નમાવીને ભાવેણાંની પવિત્ર ધરતીને નમન કર્યું હતું. શિક્ષણમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવેલા જીતુ વાઘાણીનું ભાજપના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓએ ભાવનગર શહેર કક્ષાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. યાત્રાના પ્રારંભે શહેર ભાજપ સંગઠને સાફા પહેરેલી ૧૫૧ બહેનો મારફતે મંત્રી વાઘાણીનું અદકેરૂં અભિવાદન કર્યું હતું. આ તકે, સંતો મહંતોએ ખાસ ઉપસ્થિત રહી નવનિયુક્ત મંત્રીને આશીર્વચન પાઠવ્યા હતા.

Oct 10, 2021, 12:07 AM IST

ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા, માલણ નદીમાં પૂર જેવી સ્થિતિ

 • ભાવનગરમાં ભારે વરસાદ વૃક્ષો ધરાશાયી થયા, સવારથી લોકો અટવાયા
 • મહુવામાં 3 ઇંચ તેમજ જિલ્લાના વલભીપુર, જેસર અને શિહોર પંથકમાં 1.5 ઇંચ વરસાદ 

Sep 29, 2021, 11:42 AM IST

ભાવનગરમાં મીઠાના અગરોએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાંખ્યું

 • ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ખેતરોમાં પાણી ભરાયાં

Sep 22, 2021, 08:23 AM IST

અલંગના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને કિનારે પહોંચી

પૃથ્વી પરના લગભગ દરેક ક્ષેત્રોમાં હવે મહિલાઓ જોવા મળી રહી છે. પુરુષો સાથે ખભેખભો મળાવીને મહિલાઓ વિકાસના રાહ પર આગળ વધી રહી છે. આવામાં ભાવનગર (bhavnagar) ના ઈતિહાસમાં પહેલા ક્યારેય બની હોય તેવી ઘટના એક મહિલાને કારણે બની છે. દુનિયાભરના જહાજોને ભાંગવાનુ કામ કરતા અલંગ (Alang) ના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને પહોંચી છે. અલંગના 38 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર લેડી કેપ્ટન જોવા મળી છે. જે જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા. 

Sep 11, 2021, 12:16 PM IST

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, 59 દરવાજા ખોલાયા, 17 ગામોમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર (bhavnagar) શહેર અને જીલ્લાની જીવાદોરી સમાન પાલિતાણા સ્થિત શેત્રુજી ડેમ (shetrunji dam) છલકાયો છે. ગુજરાતમાં પહેલીવાર કોઈ ડેમ છલકાયો હોવાની ઘટના આ ચોમાસામાં બની છે. ગત રાત્રિના 3 કલાકે તેની 34 ફૂટની છલક સપાટી કુદાવી ઓવરફ્લો થયો છે. અમરેલી જિલ્લામાં એટલે કે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે ડેમમાં 15340 ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે. હાલ ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જ્યારે નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઇ તેમ કહેવું પણ ખોટું નથી.

Sep 9, 2021, 11:19 AM IST

ભાદરવો ભારે પડ્યો : ભાવનગરમાં શાળાએ જતા માતા અને દીકરા-દીકરી કોઝવેના પાણીમાં તણાયા

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 163 તાલુકામાં વરસાદ (monsoon) નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના દેડીયાપાડા 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજથી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એક ઘટના બની છે. ભાવનગર (bhavnagar) ના પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી રોડ પર માતા, પુત્રી અને પુત્ર સહિત ત્રણેય પાણીમાં તણાયા છે. 

Sep 8, 2021, 09:09 AM IST

ભાવનગર : કાંઠે સેલ્ફી લેતી યુવતી તળાવમાં પડી, પાછળથી બચાવવા ગયેલ યુવક પણ ડૂબ્યો, બંનેના મોત

ભાવનગરના સિંહોરના ગૌતમેશ્વર તળાવમાં એક યુવક અને યુવતીના ડૂબી જવાની શોકિંગ ઘટના બની છે. ગૌતમેશ્વર તળાવ પાસે સેલ્ફી લેવા જતા યુવતીનો પગ લપસ્યો હતો. તેના બાદ યુવતીને બચાવવા જતા યુવક પણ તળાવામાં ડૂબ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ યુવતીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. 

Sep 2, 2021, 04:27 PM IST

અંધશ્રદ્ધાથી તોબા તોબા... ભાવનગરના ચોકમાં મોબાઈલ પર તાંત્રિક વિધિ કરાઈ

ભલે આપણા દેશના રોડ પર રોલ્સ રોયલ ગાડીઓ ફરતી હોય, દરેકના હાથમાં આઈફોન આવી ગયા હોય, પરંતુ આજે પણ કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી અનેક અંધશ્રદ્ધા વ્યાપેલી છે. જેમ પાંચ ગામે બોલી બદલાય, તેમ આપણા દેશમાં દરેક ગામની પોતાની અલગ અંધશ્રદ્ધા (superstition) છે. લોકોએ હવે મોબાઈલ ફોનને પણ અંધશ્રદ્ધાથી બાકાત નથી રાખ્યો. ભાવનગરમા એક અજીબોગરીબ ઘટના બીન છે. ભાવનગર (bhavnagar) શહેર વાલ્કેટ વિસ્તારમાં લોકો અંધશ્રદ્ધાના ભાગરૂપે વિવિધ વસ્તુઓનો ઉતાર કરતા હોય છે જેના ભાગરૂપે નાળિયેર સાથે મોબાઈલ ફોન પણ મૂકી ગયા હતા.

Aug 29, 2021, 01:46 PM IST

ભાવનગરમાં જળસંકટના ભણકારા : 8 ડેમોમાં થોડા દિવસ ચાલે તેટલુ જ પાણી છે

 • ભાવનગર શહેર અને જીલ્લાના કુલ જળાશયોમાં સરેરાશ 64 ટકા પાણી
 • ખેડૂતો માટે માઠા સમાચાર સિંચાઇ માટે માત્ર 3 થી 4 પિયત જેટલું પાણી ઉપલબ્ધ
 • સમયસર વરસાદ ના પડે તો સિંચાઇ માટે પરિસ્થિતિ વિકટ બની શકે
 • જીવાદોરી સમાન શેત્રુંજી અને બોરતળાવ 70% જેટલા ભરાયેલા

Aug 19, 2021, 07:32 AM IST

લો બોલો! BHAVNAGAR માં કચોરીની હત્યા થઇ જતા ચકચાર, પોલીસ સ્ટાફ દોડતો થયો

શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારના ટેકરી ચોક નજીક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના અંદાજે 20 થી વધુ ઘા ઝીંકી 22 વર્ષીય યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Aug 16, 2021, 07:47 PM IST

સુનામી જેવા સંકટથી બચાવતી ઘોઘાની દરિયાઈ દિવાલનો ઈતિહાસ ફરી જીવંત થશે

 • હવે ઘોઘા બંદરને મળશે દરિયાઈ સુરક્ષા દીવાલ, જલ્દી જ જર્જરિત પ્રોટેક્શન વોલની કામગીરી હાથ ધરાશે
 • ભાવનગરના ઘોઘાથી ગોપનાથ સુધીનો દરિયો અતિ કરંટવાળો દરિયો માનવામાં આવે છે
 • ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો ગણાય છે

Jul 28, 2021, 10:54 AM IST

Bhavnagar : ચોમાસામા મચ્છરોની ફેક્ટરી બની જતા ટાયરોને શહેરની ગલીઓમાંથી હટાવાયા

ભાવનગર જિલ્લાના સિહોર પંથકના ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટાણા ગામના મણીનગર વિસ્તારને મચ્છરજન્ય રોગો (monsoon disease) થી બચાવવા ટાયરો એકત્રીકરણની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં આખા ગામમાં ફરી લોકોને સમજાવી ઘરના છત અને ફળિયામાં પડેલા સ્કૂટર, સાયકલ કે કારના ટાયર ટ્રેક્ટરની મદદ લઈ એકત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે ભેગા કરાયેલા ટાયરને ગ્રામ પંચાયતને સોંપી યોગ્ય નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું.

Jul 23, 2021, 11:45 AM IST

ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, અને ભાવનગરમાં ચાતુર્માસ કાર્યક્રમમા ઉમટ્યા હજારો લોકો

 • ભાવનગરમાં યોજાયેલા ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોની ભીડ જોવા મળી
 • મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ સરકારની કોરોના ગાઈડલાઈનના તમામ નિયમો નેવે મૂક્યા

Jul 18, 2021, 03:13 PM IST

 ભાવનગર : BJP ની બે મહિલા નેતાઓએ માંગી 3 લાખની લાંચ, વાયરલ ઓડિયોમાં ભાંડો ફૂટ્યો 

 • આગેવાન કોમલ ત્રિવેદી અને બીના જોષીએ પતિ પત્નીનું સમાધાન કરવાના મામલામાં રૂપિયા માંગ્યા
 • આ કામ માટે તેમણે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ કેસ પતાવવા ગુંડાઓનો ઉપયોગ કરવાની પણ ખાતરી આપી

Jul 14, 2021, 04:03 PM IST

BHAVNAGAR: વિધવાએ તેના પ્રેમીના ઘરે જઇને કહ્યું મને ખુશ તો કરવી જ પડશે, માતા-પુત્રના મૃતદેહ મળ્યાં

ગઈકાલે હત્યાના બે બનાવ સામે આવ્યા હતા. વરતેજ નજીક સગીરની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. જ્યારે સાંજના સુમારે શહેરના પરિમલ વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી મહિલાની હત્યા કરાયેલ લાશ મળી હતી

Jul 9, 2021, 05:27 PM IST

ભાવનગરમાં 36 મી રથયાત્રાની તૈયારીઓ શરૂ, ભગવાનના રથ પર નીલ ચક્રનું સ્થાપન કરાયું

ભાવનગરમાં દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે 36 મી રથયાત્રા (rathyatra) ની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે રથયાત્રાના પ્રણેતા સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને હરુભાઈ ગોંડલિયા સંચાલિત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા 12 જુલાઈને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 36 મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Jul 6, 2021, 09:01 AM IST