ગુજરાત ભાજપ

ભીખુ દલસાણિયાને ભાજપમાં સોંપાઇ મહત્વની જવાબદારી

ભીખુભાઇ દલસાણિયાને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યાં છે. જેઓ અગાઉ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રહી ચૂક્યાં છે. 

Aug 18, 2021, 02:30 PM IST

ભાજપનું મિશન 2022 : કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની ગલીએ ગલીએ ફરશે

16 ઓગસ્ટથી કેન્દ્ર સરકારના નવા મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત થશે. દેશભરના 200થી વધુ સંસદીય વિસ્તારોમાં નવનિયુક્ત 43 કેન્દ્રીય મંત્રીઓ કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓ લઈને લોકો વચ્ચે જશે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંત્રીઓની આ યાત્રા યોજાશે. જેમાં પ્રદેશના પદાધિકારીઓ જોડાશે અને સાથે જ સ્થાનિક સામાજિક, ધાર્મિક, રમતગમત ક્ષેત્રના આગેવાનો સાથે મુલાકાત કરશે.  આ યાત્રાને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતના મંત્રીઓ અને પદાધિકારીઓ સાથે ગઈકાલે બેઠક કરી હતી.

Aug 10, 2021, 10:49 AM IST

ભાજપ સરકાર 5 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત રહ્યું, ત્યાં એક નેતાની નિયુક્તિએ સૌને આંચકો આપ્યો

  • ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બન્યા રત્નાકર ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ રત્નાકરની નિયુક્તિ
  • ગુજરાત ભાજપમાં રત્નાકરની નિયુક્તિ અમિત શાહ અને સી.આર.પાટીલના ઉત્તર પ્રદેશમાં કાર્યકાળના ભાગરૂપે માનવામાં આવી રહી છે

Aug 1, 2021, 10:45 AM IST

Ahmedabad: ખુલ્લેઆમ દારૂનો વેપાર કરતા દિગ્ગજ નેતાનો પુત્ર રંગેહાથ ઝડપાયો

* ગુજરાતમા દારૂબંધીની પોલ ખુલી
* પોલીસે દારૂના વેપારનો કર્યો પ્રર્દાફાશ
* પાન પાર્લરની આડમા કરતો હતો દારૂનો વેપાર
* રાજકીય નેતાનો પુત્ર જ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

Jul 24, 2021, 09:30 PM IST

ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રભારી, આ 3 નામો છે ચર્ચામાં

મિશન 2022ને ધ્યાને રાખીને ભાજપના નવા પ્રદેશ પ્રભારીની ઝડપથી જાહેરાત થઈ શકે છે. વર્તમાન પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળતા ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રભારી મળશે તે નિશ્ચિત છે. કારણકે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. નવા પ્રભારી તરીકે મહત્વના ત્રણ નામોની અટકળો ચાલી રહી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રભારી ઓમ માથુર, વર્તમાન સહપ્રભારી સુધીર ગુપ્તા અને પ્રકાશ જાવડેકરના નામ મુખ્ય છે. ઓમ માથુર આ પહેલા પણ ગુજરાતના પ્રભારી અને ચૂંટણી પ્રભારી રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતના સંગઠન અને સરકારના મોટાભાગના ચહેરાઓ સાથે પરિચિત છે. તેવામાં તેમની પસંદગીની અટકળો લાગી રહી છે. જો કે આ અંગેનો નિર્ણય તો પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ કરશે.

Jul 8, 2021, 11:18 AM IST

ભાજપના નેતાઓને હાઈટેક બનાવવા સીઆર પાટીલનું વધુ એક ક્રાંતિકારી પગલુ

પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ ભારત (digital india) ના સ્વપ્ન તરફ જવાની દિશામાં ગુજરાત ભાજપ દ્વારા વધુ એક નિર્ણય કરાયો છે. ગુજરાત ભાજપ પોતાના પદાધિકારીઓને ટેબલેટ આપીને હાઈટેક બનાવાશે. 

Jun 18, 2021, 08:33 AM IST
Sunday Special: PM Modi's new slogan is One Earth, One Health PT5M6S

રવિવાર સ્પેશિયલ: PM મોદીનો નવો નારો વન અર્થ, વન હેલ્થ

Sunday Special: PM Modi's new slogan is One Earth, One Health

Jun 13, 2021, 10:15 PM IST
Sunday Special: A face-to-face Fight on 'Patidar CM' Statement PT6M52S
Patidar Politics: Former MP Dilip Sanghani VS Khodaldham President Naresh Patel PT56M2S

Patidar Politics: પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી VS ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ

Patidar Politics: Former MP Dilip Sanghani VS Khodaldham President Naresh Patel

Jun 13, 2021, 07:25 PM IST

અમદાવાદ BJP શહેર પ્રમુખ તરીકે અમિત શાહની નિમણુંક, ટિકિટ કપાયા બાદ ડેમેજ કંટ્રોલ

ગુજરાતમાં કોરોના સંક્રમણ શાંત થતાની સાથે જ ફરી એકવાર રાજકીય હલચલ ચાલુ થઇ ચુકી છે. લાંબા સમયથી લટકેલી નિમણુંકો ફરી એકવાર શરૂ થઇ ચુકી છે. અમદાવાદના શહેર પ્રમુખ તરીકે અમિત શાહની પસંદગી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, તેઓ પૂર્વ મેયર પણ રહી ચુક્યા છે. 

May 31, 2021, 05:24 PM IST

સરકાર તો સરકાર BJP દ્વારા 5000 રેમેડેસીવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી: પાટીલ

કોરોનાની આ મહામારીમાં દર્દીને જરૂરી એવા રેમડેસીવિરના 5000 ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું સી.આર. પાટીલે જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે સુરત શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓ કે જેઓ સુરત શહેર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. 

Apr 9, 2021, 07:45 PM IST

સી.આર પાટીલના પુત્રના જન્મ દિવસની ઉજવણીના નામે જાહેરમાં તાયફો, તમામ નિયમોના ધજાગરા

સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને પાંચ મહાનગરોમાં કોરોના બેકાબુ બન્યો છે. જેના પગલે તંત્ર દ્વારા સામાન્ય નાગરિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે નેતાઓ કે નેતાના સંતાનો માટે આ કોઇ જ નિયમ લાગુ પડતા નથી. આવી જ બીજી ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે. સી.આર પાટીલનાં પુત્રએ કલમ 144 ના નિયમોના ધજાગરા ઉજવતા પોતાનો જન્મ દિવસનો જાહેરમાં તાયફો કર્યો હતો.  સુરત કોર્પોરેશન દ્વારા કોઇ પણ પ્રકારનાં કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ લગાવાયો છે. જો કે સી.આર પાટીલનાં પુત્ર જિજ્ઞેશ પાટિલના જન્મ દિવસમાં તમામ નિયમોનાં પોલીસની નજરો સામે જ ધજાગરા ઉડ્યા હતા. 

Apr 4, 2021, 05:32 PM IST

બ્રેકિંગ : મનસુખ વસાવાએ રાજીનામુ પાછું ખેંચ્યું

  • મુખ્યમંત્રીએ ખુદ સાંસદ મનસુખ વસાવાની નારાજગી દૂર કરવા કવાયત હાથ ધરી હતી
  • ગાંધીનગરમાં લાંબી બેઠક બાદ આખરે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું 

Dec 30, 2020, 11:26 AM IST

મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ, ઘીના ઠામમાં ઘી પડે તેવુ દેખાઈ રહ્યું છે

ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા (mansukh vasava) એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. તેમણે સાંસદ પદેથી પણ રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો છે અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના છે. તેમણે કારણ આપ્યું છે કે ખરાબ તબિયતના લીધે રાજીનામું આપ્યું છે પરંતુ શું તમે કોઈ નેતાને આ રીતે નિવૃત્તિ લેતા જોયા છે? મિશન 26નો એક આધાર ગણાતા સાંસદ વસાવાએ કેમ રાજીનામું આપ્યું તે હવે સામે આવી ગયું છે. ત્યારે ભાજપ મોવડીઓ દ્વારા મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. 

Dec 30, 2020, 08:51 AM IST

મનસુખ વસાવાના રાજીનામા વિશે સીઆર પાટીલનું મોટું નિવેદન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પહેલા જ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ પક્ષને રાજીનામુ સોંપ્યુ છે. ત્યારે વાયુવેગે ફેલાયેલા આ સમાચાર બાદ સોશિયલ મીડિયામાં તેમનો પત્ર ફરતો થયો છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો છે કે, ઈકો સેન્સિટિવ ઝોનને લઈને મનસુખ વસાવાની નારાજગી હતી. તેને દૂર કરવા પ્રયત્નો હાથ ધરીશું. 

Dec 29, 2020, 01:39 PM IST

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું

ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ રાજીનામું આપ્યું છે. મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પક્ષમાંથી રાજીનામું મોકલ્યું છે. તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોથી પક્ષને નુકસાન ન પહોંચે તે કારણ આપીને પક્ષને રાજીનામું સોંપ્યું છે. તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે. 

Dec 29, 2020, 12:46 PM IST

PM મોદી કરશે ખેડૂતો સાથે મનની વાત, ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવ્યું ખાસ આયોજન

25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી 25 ડિસેમ્બરે બપોરે 12 કલાકે મોદી સરકારની કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. જેનું સીધું પ્રસારણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થશે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે દેશભરમાં આયોજન કર્યું છે. જેમાં દરેક ગામડાઓમાં 100-100 લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. જેમાં જે તે રાજ્યોના ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, સાંસદો, ધારાસભ્યો હાજર રહેશે. ખેડૂતો સુધી મોદી સરકારની વાત પહોંચાડવા તમામ આગેવાનોને 2-2 દિવસ ગ્રામ્ય વિસ્તારમાં રહેવા સૂચના આપવામાં આવી છે. 

Dec 21, 2020, 10:08 PM IST

સરકાર અને સી.આર વચ્ચે ગજગ્રાહ: અમિત શાહે કહ્યું હાલ પેટાચૂંટણી પર ધ્યાન લગાવો

  ગુજરાત ભાજપના પ્રમુખપદે આવ્યા બાદ સી.આર પાટીલના નિવેદનોનાં કારણે સરકાર અને સી.આર વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાનું સુત્રો ગણગણી રહ્યા છે. આ ફરિયાદ છેક ગૃહમંત્રી સુધી પહોંચી છે. અમદાવાદ આવેલા અમિત શાહ સમક્ષ આ મુદ્દે રજુઆત થયા બાદ શાહે હાલ તમામ વિવાદોભુલીને પેટા ચૂંટણીમાં ધ્યાન આપવા માટે જણાવ્યું છે. હાલ કોઇ પણવિવાદને સ્થાન નહી હોવાનું અને પેટાચૂંટણીમાં પ્રદર્શનમાં સુધારો કરવાનું જણાવ્યું હતું.

Oct 17, 2020, 05:35 PM IST