Video : છાપીમાં પ્રદર્શનકારીઓએ પોલીસ જીપને રીતસરની ઢંઢોળી મૂકી, 3000ના ટોળા સામે ફરિયાદ

નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill) સામે ગઈકાલે અમદાવાદ ઉપરાંત બનાસકાંઠામાં હિંસક પ્રદર્શન થયા હતા. જેમાં અમદાવાદમાં 19 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. તો બીજી તરફ, બનાસકાંઠાના છાપીમાં પણ પોલીસને જીવ સટોસટનો ખેલ ખેલવો પડ્યો હતો. છાપીમાં દેખાવકારો પોલીસને રીતસરના ઘેરી (mob police) વળ્યા હતા. ટોળામાં ફસાયેલી પોલીસની જીપને રીતસરની ઢંઢોળી નાંખવામાં આવી હતી. આ વીડિયો જોતા જ સમજી શકાય કે ટોળામાં પોલીસ કર્મચારીઓની શું સ્થિતિ બની હશે. છાપીના મોટાભાગના આગેવાનો સામે મોટા ચાર્જની ફરિયાદથી હાલ છાપીમાં સન્નાટો છવાઈ ગયો છે.
Video : છાપીમાં પ્રદર્શનકારીઓએ પોલીસ જીપને રીતસરની ઢંઢોળી મૂકી, 3000ના ટોળા સામે ફરિયાદ

અલ્કેશ રાવ/બનાસકાંઠા :નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill) સામે ગઈકાલે અમદાવાદ ઉપરાંત બનાસકાંઠામાં હિંસક પ્રદર્શન થયા હતા. જેમાં અમદાવાદમાં 19 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. તો બીજી તરફ, બનાસકાંઠાના છાપીમાં પણ પોલીસને જીવ સટોસટનો ખેલ ખેલવો પડ્યો હતો. છાપીમાં દેખાવકારો પોલીસને રીતસરના ઘેરી (mob police) વળ્યા હતા. ટોળામાં ફસાયેલી પોલીસની જીપને રીતસરની ઢંઢોળી નાંખવામાં આવી હતી. આ વીડિયો જોતા જ સમજી શકાય કે ટોળામાં પોલીસ કર્મચારીઓની શું સ્થિતિ બની હશે. છાપીના મોટાભાગના આગેવાનો સામે મોટા ચાર્જની ફરિયાદથી હાલ છાપીમાં સન્નાટો છવાઈ ગયો છે.


 
3000ના ટોળા સામે ફરિયાદ
છાપીમાં થયેલી હિંસા બાદ પોલીસ હરકતમાં આવી છે. છાપી પોલીસે 22 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે. તો સાથે જ 3 હજારના ટોળા સામે ફરિયાદ નોંધી છે. છાપીના PSI  એલ.પી.રાણા આ સમગ્ર કેસમાં ફરિયાદી બન્યાં છે. પોલીસ પર હુમલો, રાયોટીંગ, તોડફોડ, ગુનાહિત કાવતરું સહિતનો ચાર્જ આ દેખાવકારો પર લગાવવામાં આવ્યો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો રાઈટ હેન્ડ અમરનાથ જનકુરામ વસાવા આ મામલામાં મુખ્ય આરોપી છે. મંજૂરી રદ થઈ હોવા છતા પ્રદર્શનકારીઓએ હંગામો મચાવ્યો હતો. 

બનાસકાંઠામાં CAA-NRCનો મોટાપાયે વિરોધ, ટોળા વચ્ચેથી માંડ નીકળી પોલીસની ગાડીઓ

પોલીસની ગાડી  ઉથલાવવાનો પ્રયાસ કર્યો
વિરોધ કરનારાએ જોતજોતામાં પોલીસની જીપને ઘેરી લીધી હતી અને તેને હચમચાવવાની શરૂ કરી દીધી હતી. પોલીસ જવાનો માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી નિકળ્યા હતા. હાલ છાપી અને પાલનપુર શહેરમાં ભારેલા અગ્નિની સ્થિતિ છે. આવી પરિસ્થિતિને પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ટોળાએ છાપી પોલીસની પોલીસ વાનને ચારેકોરથી ઘેરી લીધી હતી અને હચમચાવી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news