100 રૂપિયાનો જબરદસ્ત પ્લાન, 10GB ડેટા સાથે 30 દિવસ સુધી ફિલ્મ અને વેબ સિરીઝ ફ્રી

વોડાફોન-આઈડિયાએ 100 રૂપિયાનો 4જી ડેટા એન-ઓન પેક લોન્ચ કર્યો છે. આ પેક પોસ્ટપેડ યૂઝર્સ માટે છે. તેમાં કંપની 10જીબી ડેટાની સાથે 30 દિવસ માટે ઓટીટી એપ સોની લિવનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. 

100 રૂપિયાનો જબરદસ્ત પ્લાન, 10GB ડેટા સાથે 30 દિવસ સુધી ફિલ્મ અને વેબ સિરીઝ ફ્રી

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા યૂઝર્સ માટે ખુશખબરી લાવ્યું છે. કંપનીએ 100 રૂપિયાનો એક જબરદસ્ત પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીનો આ લેટેસ્ટ પ્લાન એક 4G ડેટા એડ-ઓન પેક છે અને તેને પોસ્ટપેડ યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં કંપની 30 દિવસ માટે Sony LIV TV & Mobile એપની મેમ્બરશિપ આપી રહી છે. એટલું જ નહીં આ પ્લાનમાં યૂઝર્સને બિલ સાઇકલ પ્રમાણે 10જીબી ડેટા પણ મળશે. આ એડ ઓન પ્લાનને સબ્સક્રાઇબ કરાવવા પર યૂઝર્સના આગામી બિલમાં 100 રૂપિયા એડ થઈ જશે. 

સોની લિવનું અલગથી સબ્સક્રિપ્શન લેવા પર તમારે 299 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. તેવામાં પૈસા બચાવવા માટે વોડાફોન-આઈડિયાના પોસ્ટપેડ યૂઝર્સ માટે આવેલો આ 4જી એડ-ઓન પ્લાન ખુબ શાનદાર છે. સોની લિવ એપમાં તમે લાઇવ ક્રિકેટની સાથે ઘણી સુપરહિટ ફિલ્મ અને વેબ સિરીઝની મજા માણી શકો છો. 

વોડાફોનના સૌથી સસ્તા પોસ્ટપેડ પ્લાન
વોડાફોન-આઈડિયા યૂઝર્સને પોસ્ટપેડ પ્લાન્સની એક લાંબુ લિસ્ટ ઓફર કરે છે. તેમાં યૂઝર્સ માટે સસ્તો પ્લાન 399 રૂપિયા અને 499 રૂપિયાનો છે. 399 રૂપિયાના પ્લાનમાં કંપની ઈન્ટરનેટ માટે 40જીબી ડેટા આપી રહી છે. ખાસ વાત છે કે આ પ્લાનને જો તમે ઓનલાઇન સબ્સક્રાઇબ કરો છો તો તમને 150જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળશે તે પણ ફ્રીમાં. 200 જીબી સુધીના રોલઓવર ડેટા બેનિફિટવાળા પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી એસએમએસ આપી રહી છે. આ પ્લાનમાં ઝી5 પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 

499 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં કંપની 200જીબી સુધીના રોલઓવર ડેટા બેનિફિટની સાથે 75જીબી મંથલી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં દરરોજ ફ્રી 100 એસએમએસની સાથે અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને કંપની એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારની સાથે ઝી5 પ્રીમિયમનું પણ સબ્સક્રિપ્શન ઓફર કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news