development

અહીં વિકાસ ગાંડો નથી થયો, પણ અધૂરો થયો છે... આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતનું આ ગામ છે પછાત

 • આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું સૌથી મોટું ગામ એવા મોટીમારડ ગામનો વિકાસ અધૂરો છે. 
 • આ વખતે સરકારોએ ગામડાના વિકાસની મોટી મોટી વાતો કરી પણ આ ગામનો વિકાસ થયો નથી. 
 • ગામમાં પાયાની સુવિધાઓનો હજી પણ અભાવ છે, ત્યારે ગ્રામ પંચાયત અને સરપંચની ચૂંટણી આવી છે, ત્યારે જોઈએ રિપોર્ટ 

Dec 3, 2021, 10:52 AM IST

ગુજરાતની લાજ કાઢે તેવો રસ્તો, સરકારી બાબુઓની આળસ તો જુઓ, કારને હટાવ્યા વગર રોડ બનાવી દીધો

અમદાવાદના આળસી બાબુઓની હદ આ તસવીરમાં જોવા મળે છે. રોડ સર્ફેસની કામગીરી દરમિયાન રોડ પર પડેલી કારને હટાવવાનું કોન્ટ્રાક્ટરને યાદ ન આવ્યું અને તેની સાઇડમાંથી રોડનું કામ કરી દેવાયું

Dec 2, 2021, 11:40 AM IST

પ્રદૂષણના પાપે પ્રકૃતિનું વરવું સ્વરૂપ દેખાયું, કેમિકલ કંપનીઓએ માણસ-કપિરાજના કલર બદલી નાંખ્યા

ભરૂચના અંકલેશ્વરમાં પ્રદૂષણના પાપે પ્રકૃતિનું વરવું સ્વરૂપ સામે આવ્યુ છે. ઝેરી કેમિકલથી વાનર અને માનવના કલર બદલાઈ ગયા. ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રદૂષણથી માનવોની સાથે કપિરાજ પણ રંગીન થયા. પિગ્મનેટ કંપનીમાં પ્રવેશવાથી કપિરાજ રંગીન બન્યાનું અનુમાન છે. આ કંપનીમાં કામ કરતા લોકો પણ પ્રદુષણનો ભોગ બન્યા છે. કંપનીમાં કાર્ય કરતા કામદારોનું આરોગ્ય પ્રદૂષણને કારણે જોખમમાં આવી ગયું છે. ત્યારે સમગ્ર મામલે અંકલેશ્વર GPCBએ તપાસ હાથ ધરી છે. જિલ્લા ઇન્ડસ્ટ્રીઝ સેફટી, હેલ્થ વિભાગમાં પણ ફરીયાદ કરવામાં આવી છે. માનવાધિકારોનું ખુલ્લેઆમ હનન થતું હોવાનો સ્થાનિક પર્યાવરણ બચાવ સંસ્થાઓએ આક્ષેપ કર્યો છે.

Oct 29, 2021, 10:41 AM IST

ડમ્પિંગ સાઈટની અદભૂત કાયાપલટ, આખા અમદાવાદનો કચરો જ્યા ઠલવાતો ત્યાં બન્યું આલિશાન રિસોર્ટ જેવું ગાર્ડન

માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં amc એ તમામ કચરો બાયોમાઇનિંગ પદ્ધતિથી દૂર કર્યો. આજે એ જ સ્થળ પર રૂ.3.5 કરોડના ખર્ચે ઇકોલોજી પાર્ક બની રહ્યો છે

Oct 22, 2021, 11:17 AM IST

J&K: આતંકીઓના મોઢા પર તમાચો! કાશ્મીરના વિકાસ માટે આ દેશે ભારત સાથે કરી મોટી ડીલ

જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં હવે એક મુસ્લિમ દેશ મહત્વની  ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.

Oct 19, 2021, 06:58 AM IST

PM Modi એ 'ગતિ શક્તિ રાષ્ટ્રીય મિશન' ને કર્યું લોન્ચ, કહ્યું; પહેલાં Work In Progress નું બોર્ડ અવિશ્વાસનું પ્રતિક હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન' (Gati Shakti Master Plan) ની શરૂઆત કરી. તેનાથી 100 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ગતિ મળશે.

Oct 13, 2021, 12:15 PM IST

PM Gati Shakti Yojana- દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા, જાણો તેના ફાયદા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 ઓક્ટોબરે પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PM Gati Shakti Yojana) લોન્ચ કરશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના (Central Government)16 મંત્રાલયો અને વિભાગોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.

Oct 13, 2021, 10:27 AM IST

PM મોદી આજે કરશે 'ગતિ શક્તિ' યોજનાની શરૂઆત, વિકાસની સ્પીડને વધારવાનો છે હેતુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આર્થિક ક્ષેત્રો સાથે બહુસ્તરીય સંપર્ક માટે આજે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરશે. આ રેલ અને સડક સહિત 16 મંત્રાલયોને જોડનાર એક ડિજિટલ મંચ છે. 

Oct 13, 2021, 08:33 AM IST

MSME ઉદ્યોગના વિકાસ માટે ઉદ્યોગસાહસિકોને સરકારે તમામ સ્તરે મદદની બાંહેધરી આપી

 રાજ્યભરના ઉદ્યોગકારોને સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ અંગે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું કે, ઉદ્યોગ ભવન ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી પંચાલના અધ્યક્ષસ્થાને MSMEની સમીક્ષા બેઠક યોજાઇ હતી. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીઝ-MSME કેટેગરીમાં આવતા રાજ્યભરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ ઝડપી, સારી અને સરળ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આજે ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી  જગદીશ પંચાલે જણાવ્યું હતું. રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલના અધ્યક્ષસ્થાને આજે ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે MSME અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

Sep 24, 2021, 05:08 PM IST

વિકસતા ગુજરાતની વરવી વાસ્તવિકતા, સરકારને જગાવવા હવે આદિવાસીઓને વીડિયો બનાવી વાયરલ કરવા પડ્યા

દેશ આઝાદ થયે 75 વર્ષ થયા ત્યારે સરકાર દ્વારા પોતાની અનેક સિદ્ધિઓ ગણાવી દેશ હવે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ આ વાતો હકીકતથી વેગળી હોય તેવી સાબિતિ આપતો એક વીડિયો પંચમહાલ જિલ્લાથી વાયરલ થયો હતો. વાયરલ થયેલ વીડિયોમાં એક ગર્ભવતી મહિલાને કેટલાક વ્યક્તિઓ ખાટલામાં ઊંચકી લઇ જતા નજરે પડે છે. ગામનો રસ્તો ખરાબ હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો આ વીડિયોમાં કરવામાં આવતા ઝી ૨૪ કલાકે ગ્રાઉન્ડ રીયાલીટી ચેક કર્યું

Sep 19, 2021, 08:19 AM IST

સરકારે બ્રિજનું કામ તો શરૂ કર્યું, પણ પૂરુ ક્યારે કરશે? છાણી-બાજવાના ગ્રામજનો વિફર્યાં

રાજ્ય સરકાર દ્વારા વડોદરા સહિત વિવિધ જગ્યાઓએ રેલવે (Railways) ફાટક બંધ કરી ઓવર બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વડોદરાના છાણીથી બાજવાને જોડતો રેલવે ઓવર બ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલુ હોવા છતાં કામગીરી પૂરીના થતા ગ્રામજનો આજે રેલવે ફાટક પાસે ભેગા થઈને હલ્લાબોલ (Protest) કર્યો.

Aug 26, 2021, 02:31 PM IST

શહેરોના વિકાસમાં ગામડા ભૂલાયા, ગુજરાતના અંતરિયાળ ગામડામાં ગળાડૂબ પાણી વચ્ચે કાઢવી પડે છે અંતિમયાત્રા

 • ડાંગ જિલ્લાના ભવાનડગડ ગામનો વિકાસ સરકારની વિકાસની વાતોથી કોસો દૂર છે
 • આજે પણ આ ગામમાં સ્મશાન સુધી પહોંચવા માટે મૃતદેહને કમર સુધીના પાણીમાંથી લઈ જવુ પડે છે

Aug 26, 2021, 01:30 PM IST

ગુજરાત આજે દરેક દિશામાં નંબર વન છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી: ધર્મેન્દ્રસિંહ જાડેજા

રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે રોજગાર દિન નિમિત્તે રાજયના અન્ન નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા

Aug 6, 2021, 03:21 PM IST

રોજગાર દિવસની ઉજવણી પર નીતિન પટેલનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસને વિકાસ પચતો નથી

રાજ્ય સરકાર (State Government) દ્વારા પાંચ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આજે રોજગાર દિવસની (Employment Day) ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને રાજ્યના 50,000 થી વધુ યુવાનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. 

Aug 6, 2021, 01:26 PM IST

ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સરકારે ખોલ્યો ખિસ્સો, રોડ,ગટર, પાણી, CCTV પાણીના ભાવે

મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા આજે ખુબ જ મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સરકાર અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત સ્કિમ લોન્ચ કરવામાં આવી છે. જેના અંતર્ગત કોઇ પણ સોસાયટીના વિકાસ માટે જનભાગીદારી હેઠળ વિકાસ કરવામાં આવશે. 

Jul 30, 2021, 02:56 AM IST

સુરતના ખાતામાં આવી વધુ એક ઝળહળતી સિદ્ધિ

 • પાલ અને ઉમરા બ્રિજની કનેક્ટિવિટી પૂરી થતા સુરતનો બીઆરટીએસ રૂટ 102 કિલોમીટરથી વધી 108 કિલોમીટરનો થયો છે
 • 108 કિલોમીટરનો આ ડેડીકેટેડ કોરિડોર ભારત દેશનો સૌથી લાંબો કોરિડોર બની ગયો છે

Jul 20, 2021, 10:21 AM IST

ગુજરાતનું એક એવું શહેર કે જયાં રસ્તા પર આડા નહિ પણ ઉભા સ્પીડ બ્રેકર છે

 • વડોદરા શહેરમાં ચોમાસુ આવતાની સાથે જ રસ્તા પર ભુવા પડવા સહિતની અનેક ફરિયાદો ઉઠી છે
 • અડધો માર્ગ ધોવાઈ જવાના કારણે (વિચિત્ર દેખાતા) ઉભા સ્પીડ બ્રેકરનું નિર્માણ થયું છે

Jul 16, 2021, 11:06 AM IST

સાયન્સ સિટી 2.0 માં આખા કેમ્પસની કાયાપલટ થઈ, તસવીરો જોઈને અમેરિકામાં આવ્યા જેવુ લાગશે

પ્રધાનમંત્રી મોદી સાયન્સ સિટીમાં નિર્માણ પામેલા ત્રણ નવિન આકર્ષણોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે

Jul 16, 2021, 07:55 AM IST

અમદાવાદમાં અમિત શાહે કહ્યું, વિકાસની વણઝાર ક્યારેય નહિ રોકાય તેની ખાતરી આપુ છું

 • બોપલમાં લોકાર્પણ પ્રસંગે તેમણે કહ્યું કે, અગાઉ આખો વિસ્તાર ધૂળિયો હતો, આજે ચારેય તરફ વિકાસ છે
 • કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે

Jul 11, 2021, 11:31 AM IST

માનવી આટલો ક્રુર પણ બની શકે, બુલડોઝર નીચે કચડી નાંખ્યા વિદેશી પક્ષીના 5 હજારથી વધુ ઈંડા

 •  રોડ કોન્ટ્રાકટરના બુલડોઝર નીચે ચગદાઈ જતા બે-પાંચ નહિ પણ 5 હજારથી વધુ ઈંડા અને બચ્ચાનો નાશ કરવામાં આવ્યો હોવાની ચકચારી અને કંપાવનારી ઘટના બની 

Mar 28, 2021, 08:21 AM IST