પવનની દિશા બદલાતા ગુજરાતમાં થશે મોટી અસર, જાણો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી

Gujarat Weather: હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જેના કારણે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. પશ્ચિમી પવનો ફૂંકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે.

 પવનની દિશા બદલાતા ગુજરાતમાં થશે મોટી અસર, જાણો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી

સપના શર્મા/અમદાવાદ: ગુજરાતીઓ હાલ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે પવનની દિશા બદલાત ગરમીમાં રાહત મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વાતાવરણ બની રહેશે. પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે. 

હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જેના કારણે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. પશ્ચિમી પવનો ફૂંકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે. જેથી તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહેશે. આ તમામ વાતો વચ્ચે પણ અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 18 અને 19 તારીખે અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. પવનની દિશા બદલાઈ છે જેથી તાપમાન સામાન્ય રહેશે, પરંતુ તેની અમદાવાદમાં સામાન્ય અસર વર્તાશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે જઈ શકે છે.

હાલ રાજ્યમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પશ્ચિમ તરફથી હવા ચાલી રહી છે. જેના લીધે વાદળ બને છે. જોકે, આ વાદળોને લીધે વરસાદ પડવાની સંભાવના નથી. માત્ર વાદળ બનશે અને તે દૂર થઇ જશે. કાલથી (બુધવાર) રાજ્યના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંક ગરમીમાં થોડી રાહત અનુભવાઇ રહી છે, તો ક્યાંક પવન ફૂંકાઇ રહ્યા છે. હાલ હવાને કારણે ગુજરાતમાં તાપમાન ઘટ્યું છે. જ્યારે એક-બે ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અમદાવાદના તાપમાનમાં ફેરફારની કોઇ સંભાવના નથી, અમદાવાદમાં હિટ એક્શન પ્લાન હેઠળ આજે એલર્ટ રહેશે. જ્યારે કાલે યલો એલર્ટ ન પણ રહે. જોકે, 19 તારીખે ફરી યલો રહેવાની સંભાવના છે. બીજી બાજુ, રાજ્યમાં બે-ત્રણ દિવસ બાદ તાપમાન યથાવત રહેશે એટલે સ્થિર રહેવાની સંભાવના છે. અત્યારે તાપમાન સામાન્ય કરતાં એકાદ ડિગ્રી વધુ છે તે ઘટીને નોર્મલ થવાની સંભાવના છે.

રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન, પાટણમાં 39.8 ડિગ્રી, રાજકોટમાં 39.5 ડિગ્રી, ભાવનગરમાં 39.5 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી, ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news