caught

તૌકતેનો વિચિત્ર સર્વે! કેન્દ્રીય ટીમે ખેડૂત માછીમારો સાથે મુલાકાત વગર જ ચાલતી પકડી

ગુજરાતનાં તૌકતે પ્રભાવિત વિસ્તારનાં સર્વે માટે દિલ્હીથી આવેલા કેન્દ્રીય ટીમના સર્વેની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યો કોઇ માછીમાર આગેવાનો કે ખેડૂતો સાથે નુકસાની અંગે ચર્ચા કર્યા વગર જ રવાના થઇ ગઇ હતી. કેન્દ્રીય ટીમના સભ્યોએ ફક્ત કલેક્ટર અને સ્થાનિક અધિકારીઓ પાસેથી જ જરૂરી માહિતી એકઠી કરી હતી.

May 28, 2021, 04:22 PM IST

SURAT: Google ની મદદથી ચોરી કરતો હાઇટેક ચોર ઝડપાયો, પોલીસ પણ ચોંકી ઉઠી

શહેર પોલીસ દ્વારા એક હાઇટેક ચોરને ઝડપી લીધો છે. જે ગુગલ મેપની મદદથી તંબાકુની દુકાન શોધીને ચોરી કરતો હતો. જો કે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ આરોપીએ બે મહિના પહેલા જૂનાગઢ અને પાંડેસરામાં ગુટખાની દુકાનો ગુગલ મેપમાં સર્ચ કરતો હતો. આ પ્રકારે વધારે 9 લાખથી વધારેના સામાનની ચોરી કરી હોવાની પોલીસ સાથે કબુલાત કરી હતી. જો કે વરાછા ખાતે કારખાનામાં નોકરી કરવા દરમિયાન આ કૃત્ય કરતો આચરતો હતો. 

May 24, 2021, 10:23 PM IST

મેદાનમાં આવી જજે આપણે બંન્ને મોજ કરીશું, પ્રેમિકાને મળવા તો બોલાવી પણ પછી...

જિલ્લાના કપરાડા તાલુકામાં બાલચોઢી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાલચોઢી જાત્રાના મેદાનમાં પત્ની પ્રેમીને મળવા પોહચીને અચાનક પતિ આવી ચડ્યો હતો. પતિએ પત્ની અને પ્રેમીને ઢોર માર માર્યો હતો. આટલું જ નહી તેણે પોતાની પત્ની અને તેના પ્રેમીને અર્ધ નગ્ન અવસ્થામાં બાંધી દીધા હતા. 

May 23, 2021, 10:47 PM IST

SURAT: રાત્રી કર્ફ્યૂનું પાલન કરાવી રહેલ પોલીસ પર ટોળાએ હૂમલો કર્યો, પકડા પકડીના દ્રશ્યો

રાત્રી કર્ફ્યૂ હોવા છતા લોકો બેખોફ રીતે બહાર નીકળી રહી છે. વારંવાર દંડ ભરવા છતા પણ લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. જો કે લિંબાયતમાં કેટલાક માથાભારે તત્વો સાથે પોલીસને માથાકુટ થતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ બબાલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. 

May 17, 2021, 04:48 PM IST

AHMEDABAD: પોલીસની આંખો ચોરી લેતો એજ્યુકેટેડ ચોર ઝડપાયો, આ રીતે ઘટનાને આપતો અંજામ

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કંટ્રોલ જંકશન બોક્સની ચોરી કરતા એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી હાર્દિક ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી વાહનચોરી અને સાદી ચોરીને પણ અંજામ આપી ચૂક્યો છે. 

May 15, 2021, 07:50 PM IST

SURAT: દારૂની હેરાફેરીની નવી ટેક્નિક, પોલીસ પણ થોડી વાર વિચારમાં પડી ગઇ

શહેરનાં અડાજણ વિસ્તારમાંથી પોલીસ દ્વારા દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. સુરત એસઓજી અને પીસીબીને મળેલી બાતમીનાં આધારે શહેરનાં પુણા સારોલી ગેટની સામે આવેલી કુબેરજી સનરાઇઝ વર્લ્ટ ટ્રાવેલ્સમાં આવેલા બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો મંગાવનારા ઇસમની દુકાનમાંથી પણ જથ્થો મળી આવ્યો હતો. જો કે કોરોના કાળમાં બુટલેગરોએ દારૂની હેરાફેરીની નવી ટેકનીક શોધી હતી. જેના વિશે જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઇ હતી. 

May 9, 2021, 05:52 PM IST

SURAT: લોકડાઉને કર્મકાંડી બ્રાહ્મણને એવું કરવા મજબુર કર્યો કે પોલીસ પણ બે ઘડી વિચારમાં પડી

એક બાજુ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ લોકો રૂપિયાના માટે ગુનાખોરી કરતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં પત્નીના મહેણાં ટોણાને લઈ એક યુવક સ્ટેશન પર ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે ઘટના સ્થળે જ પકડી પાડ્યો હતો. જ્યારે આખી ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.

Apr 5, 2021, 05:52 PM IST

AHMEDABAD: કોલસેન્ટર કૌભાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો, આ રીતે અમેરિકનનાં અબજો રૂપિયા લૂંટતો

વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર તો ઘણા પકડાયા પરંતુ પહેલી વખત સાયબર ક્રાઇમના હાથે કોલસેન્ટર ની ઓથોરાઈઝરની ધરપકડ કરવામા આવી છે.જે કોઈ એક કોલસેન્ટર સાથે નહી પરંતુ પરંતુ ઘણા કોલસેન્ટર ના સંચાલકો સાથે રહી છેતરપિંડી કરતો હોવાનુ સામે આવ્યુ છે.જેને લઈ સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.

Apr 3, 2021, 09:33 PM IST

ગીર સોમનાથમાં પકડાઇ વિશાળ કાય માછળી, ઉચકવા માટે ક્રેન જોવા માટે સેંકડો લોક એકત્ર થયા

જિલ્લાના ઉનાના નવાબંદર ગામે એક ફિશીંગ બોટમાં કારજ નામની મહાકાય માછલી ઝડપાઇ હતી. આ માછલી આશરે 400 કીલોથી વધારે વજનની હોવાનો માછીમારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાના નવાબંદર ગામે માછીમારી કરી બોટ નવાબંદર તરફ આવી રહી હતી. ત્યારે અચાનક જ કારજ નામની મહાકાય માછલી પકડાઇ હતી. આ અંગે નવાબંદરના સરપંચ અને માછીમાર આગેવાન સોમવારે મજેઠીયાના અનુસાર પકડાયેલી વિશાળકાય માછલી આશરે 400-500 કિલો વજનની અને 10 ફુટથી વધારે લંબાઇ ધરાવે છે. 

Mar 28, 2021, 06:50 PM IST

શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફા અપાવવાની લાલચે છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ

સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરી એક વખત  શેર ટ્રેડિંગ માં રોકાણ કરાવી બમણો નફો કરાવી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર ગેગ ને ઝડપી પાડી છે. હાલ પોલીસે 6 આરોપીઓને ઝડપી કેવી રીતે આ ગેંગ લોકો ને લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરતી તે અંગે વધુ પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ ચાલુ કરી છે.

Mar 26, 2021, 11:34 PM IST

AHMEDABAD: અમદાવાદનો વિચિત્ર ચોર, માત્ર ગેસનાં બાટલા જ ચોરી કરતો હિસ્ટ્રી શીટર ઝડપાયો

* વટવા પોલીસે હિસ્ટ્રીશીતર ની કરી ધરપકડ
* આરોપીએ 30 થી વધુ ચોરીને આપ્યો અંજામ
* અગાઉ પાસા પણ ભોગવી ચુક્યો છે આરોપી
* એરકુલર અને ગેસના બાટલા તથા મોબાઈલ ફોનની કરતો ચોરી

Mar 16, 2021, 05:10 PM IST

Rajkot માં ગેંગવોર! બહેનની બાતમી આપનારને પથ્થરના ઘા મારીને હત્યા અને પછી...

કુવાડવા રોડ પર થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. ચોરીમાં પકડાયેલી બહેનની  બાતમી આપ્યાની શંકા હત્યામાં પરીણમી હતી. કોણ છે આ શખ્સો અને કઇ રીતે આપ્યો હત્યાને અંજામ તે ખુબ જ રોચક છે. પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોના નામ છે કમલેશ ઉર્ફે કમો વાડદોરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકી. આ શખ્સો પર આરોપ છે મુકેશ સોલંકી નામના વ્યક્તિની હત્યા તેમના દ્વારા કરવામાં આવી છે. ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારી સંચાલકે બંન્ને આરોપીને જોયા હતા. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યાર બાદ બાતમીના આધારે બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે.

Mar 8, 2021, 10:41 PM IST

વડોદરામાં 3 લિફ્ટમાં કર્મચારીનું માથુ ફસાઇ જતા મોત, લોહીના ફુવારા ઉડ્યા

ખંડેરાવ માર્કેટ પાસે આવેલી 3 માળની આર.આર ફ્રૂટ્સ નામની જથ્થાબંધ ફ્રૂટની દુકાનમાં નોકરી કરતો કર્મચારી દુકાનમાં આવેલી લિફ્ટમાં ફસાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પરિવારને થતા મૃતદેહને લઇ ઘરે પહોંચી ગયા હતા. જો કે પોલીસે કાર્યવાહી કરવા માટે મૃતદેહ લેવાની તજવીજ હાથ ધરી છે. લિફ્ટમાં ફસાયેલા યુવાનનું માથુ ફસાઇ જતા અવાજ આવ્યો હતો. જેના કારણે માલિક અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ દોડધામ CCTV માં કેદ થઇ ગઇ હતી. 

Feb 27, 2021, 11:23 PM IST

RR સેલમાંથી છુટી તો હવે ઓપરેશન ગ્રુપનાં કર્મચારીઓનો તરખાટ, ફિલ્મી સ્ટાઇલે લાંચ લેતા ઝડપી લેવાયા

રેન્જ આઈજીની ટીમનો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયાની ઘટના બન્યા બાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે પણ અનેક આક્ષેપો થયા હતા. આ આક્ષેપોને પગલે સરકારે તમામ રેન્જમાંથી આર.આર.સેલ બંધ કરી દેવાની સૂચના આપી હતી. જોકે પોતાના માનીતા પોલીસ કર્મચારીઓને આર.આર.સેલ બંધ થયા બાદ ઉચ્ચ અધિકારીઓએ પોતાના જ હસ્તકના નવા બનેલા ઓપરેશન ગ્રુપમાં સેટ કરી દીધા હતા. ત્યારે ફરી એક વખત સુરત રેન્જમાં ફરજ બજાવતા ઓપરેશન ગ્રુપના એ.એસ.આઇ અને સુરત જિલ્લા પોલીસના એલસીબીના હેડ કોન્સ્ટેબલ સામે સાડા ચાર લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ દાખલ થયો છે. 

Feb 5, 2021, 07:08 PM IST

વડતાળમાં પુત્રનાં નામે બોગસ દવાખાનું ચલાવતો ઉંટવૈદ્ય ઝડપાયો, વર્ષોથી ચલાવતો હતો કતલખાનું

વડતાલમાંથી ઝડપાયો છે. મુન્નાભાઈ એમબીબીએસ. એક એવો ડોક્ટર કે જેણે ડોક્ટરનો અભ્યાસ તો કર્યો નથી, પરંતુ તે લોકોની સારવાર પણ કરી રહ્યો છે. પોતાના અનુભવના આધારે દવાઓ પણ આપી રહ્યો છે. સમગ્ર બાબતે ખેડા જિલ્લા કલેકટરની ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત થતાં આખરે તંત્ર દોડતું થયું. મુન્નાભાઈ એમબીબીએસના દવાખાના પર રેડ કરી તેની હાટડી સમેટી લેવામાં આવી.

Feb 5, 2021, 05:26 PM IST

મણિનગરમાં 10 દિવસની બાળકી ત્યજી દેનાર ક્રૂર મહિલા ઝડપાઇ, પોલીસને પણ ગોથે ચડાવી

* મણિનગર માં બાળકીને ત્યજી દેનાર ઝડપાયા
* રાજેસ્થાનની મહિલા અને રીક્ષા ચાલકની ધરપકડ
* બાળકીને મંદિર ના ઓટલે મૂકીને થયા હતા ફરાર
* સીસીટીવી ફુટેજના આધારે પોલીસે કરી ધરપકડ

Feb 1, 2021, 05:48 PM IST

Rajkot: ટેક્સ રિફંડની રકમ પરત જોઇતી હોય તો 20 હજારનો 'ગેટ પાસ' થશે, લાંચીયો બાબુ ઝડપાયો

શહેરમાં એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા જીએસટી વિભાગમાં ફરજ બજાવતા એમ.એમ મદાણી રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડાપાયા છે. તેમના ઘરે એસીબી દ્વારા હાલ સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરોનાં અધિકારીઓને ફરિયાદ મળી હતી કે, રાજકોટ બહુમાળી ભવનના ચોથા માળે આવેલા વાણિજ્ય વેરા કચેરી ખાતે મનોજભાઇ મનસુખલાલ મદાણી ફરજ બજાવે છે. ખાનડી પેઢી દ્વારા 2016-17 ના ટેક્સ રિફંડના 9,70,000 જેટલી રકમ વ્યાજ સહિત મળવા પાત્ર હોવાથી ખાનગી પેઢીના સંચાલક દ્વારા અરજી કરવામાં આવી હતી. 

Jan 25, 2021, 08:50 PM IST

વડોદરા: દારૂની ખેપ મારતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો, લાખોનો દારૂ જપ્ત

જિલ્લાના પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હરિસિંગ રાઠવાને વાઘોડિયા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો. 1.70 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પણ જપ્ત કર્યો છે. પોલીસ કર્મચારી દારૂની ખેપ મારતા ઝડપાતા પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનનાં તાલીમી પોલીસ અધિકારી જગદીશ બંગરવા સહિતની ટીમ વોચમાં હતી. ત્યારે નર્મદા કેનાસ તવરા ગામ પાસેથી પસાર થતી પીકઅપ ગાડીને અટકાવી હતી.

Jan 3, 2021, 11:41 PM IST

વડોદરા: બુટલેગરનાં ઓર્ડર અનુસાર ગાડી ચોરી કરી આપતો અનોખો બુટલેગર ઝડપાયો

બિનવારસી પાર્ક કરેલી બાઈક ચોરીને બુટલેગરોને વેચી દેવાનું મસમોટું કૌભાંડ વડોદરા શહેર પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 20 જેટલી ચોરીની બાઇકો કબ્જે કરી 25 વાહન ચોરી તેમજ 7 પ્રોહીબીસનના ગુના સહિત કુલ 32 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કેવીરીતે ચાલતું હતું સમગ્ર નેટવર્ક અને કોણકોણ સામેલ છે સમગ્ર બાઈક ચોરી કૌભાંડ તે ઘણુ રસપ્રદ બાબત છે.

Dec 28, 2020, 08:39 PM IST

અત્યંત સંવેદનશીલ પાકિસ્તાની બોર્ડર નજીકથી પકડાયો એક શખ્સ, બોટ-મોબાઇલ ઝડપાયા

ભારતીય જળસીમામાંથી કોટેશ્વર નજીકનાં સિરક્રિક પાસેથી એક પાકિસ્તાની માછીમારને સુરક્ષાદળોએ ઝડપી લીધો છે. મોડી રાત્રે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ માછીમારી ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ઘુસી આવ્યો હતો. તેની બોટ સહિતનો મુદ્દામાલ સુરક્ષા દળો દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. મોડીરાત્રે સાડા પાંચ વાગ્યાના સમયગાળામાં BSF ની 108 બટાલિયન પેટ્રોલિંગ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાની માછીમારને ઝડપી લેવામાં આવ્યો છે. સિંઘના શાહબંદરનો 35 વર્ષીય ખાલિદ હુસૈન ખરાબ હવામાનનો લાભ લઇને ભારતીય સીમામાં ઘુસ્યો હતો. જેના પર બીએસએફની ટુકડીની નજર પડતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 

Dec 20, 2020, 05:16 PM IST