છોટાઉદેપુર: કવાંટ તાલુકાના કનલવા ગામે લુંટના ઈરાદે એક વૃદ્ધાની કરાઇ ક્રૂર હત્યા
જો તમારા પરિવારમાં કોઈ વૃદ્ધા એકલી રહેતી હોય તો ઘરેણા પહેરવા તેના માટે જીવનાં જોખમ સમાન છે. કારણકે લુંટારુઓ નજીવા રૂપિયાની લાલચમાં કોઈનો જીવ લેવામાં સહેજપણ ખચકાતા નથી. આવુજ કાંઇક બન્યું છે. મહત્વનું છે, કે છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામે ઘરમાં એકલી રહેતી વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે.
Trending Photos
જમીલ પઠાણ/ છોટાઉદેપુર: જો તમારા પરિવારમાં કોઈ વૃદ્ધા એકલી રહેતી હોય તો ઘરેણા પહેરવા તેના માટે જીવનાં જોખમ સમાન છે. કારણકે લુંટારુઓ નજીવા રૂપિયાની લાલચમાં કોઈનો જીવ લેવામાં સહેજપણ ખચકાતા નથી. આવુજ કાંઇક બન્યું છે. મહત્વનું છે, કે છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામે ઘરમાં એકલી રહેતી વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે.
આ વૃદ્ધા કાયમ પોતાના બંન્ને પગમાં ચાંદીના 4૦૦ -4૦૦ ગ્રામના કડા પહેરેતી એક ૮૦ વર્ષીય આદિવાસી વૃદ્ધા ગોહટીબેન રાઠવાની રાત્રી દરમિયાન ગળું દબાવી હત્યા કરી દેવાઈ અને ત્યારબાદ નજીકનાં ખેતરમાં ઢસડી જઈ તેના પગમાં પહેરેલા ચાંદીના કડા કાઢવા માટે ક્રૂર રીતે વૃદ્ધાનાં બંને પગ કાપી નાખી હત્યારાઓ ફરાર થઇ ગયા છે.
જમીન અદાવતમાં બાવળા રોડ પર બે જૂથો વચ્ચે અથડામણ, ફાયરિંગમાં 2ના મોત
ઘટનાની જાણ થતા બાજુમાં જ રહેતા તેના પ્રપૌત્રએ પાનવડ પોલીસમાં ફરિયાદ નોધાવી છે , અને હત્યા કરી લુંટ ચાવનારાને વહેલી તકે ઝડપી પાડી સખ્ત સજા કરવાની માંગ કરી રહ્યા છે. તો પોલીસ દ્વારા હત્યા સાથે લૂંટનો ગુન્હો નોધીને તપાસ શરૂ કરી છે. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમની મદદ લઇ તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે