સુરેન્દ્રનગરઃ ઝોબાળા ગામે જૂથ અથડામણની ઘટના, સાત લોકો ઈજાગ્રસ્ત, બેની સ્થિતિ ગંભીર

બે લોકોને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. 

Updated By: Nov 26, 2018, 10:34 PM IST
 સુરેન્દ્રનગરઃ ઝોબાળા ગામે જૂથ અથડામણની ઘટના, સાત લોકો ઈજાગ્રસ્ત, બેની સ્થિતિ ગંભીર
જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત લોકો

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે.  સામાન્ય બોલાચાલી થતા બે જૂથ સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં એક મહિલા સહિત 10 લોકો  ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બેની સ્થિતિ ગંભીર છે જેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને લીંમડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, ઝોબાળા ગામે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ મામલાએ ઉગ્ર રૂપ  ધારણ કરી લેતા બે જૂથ સામસામે આવી ગયા હતા. એકબીજા પર હુમલો કરતા 7 લોકોને ઈજા થઈ હતી.  ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઝોબાળા ગામ પહોંચી ગયો હતો. 

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે એક્શન લેતા ટોળું વેરવિખેર થઈ ગયું હતું અને પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો  હતો. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 

સુરતમાં લાગેલી આગમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત

નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં નાની-નાની બાબતોને લઈને જૂથ અથડામણની  ઘટનાઓ બની રહી છે. આ પહેલા 7 નવેમ્બરે પાટડીમાં પણ જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં પાંચ  લોકો ઈજાગ્રસ્ત થયા હતા.