કોરોનામાં ફી માટે શાળાઓનાં ગતકડા, વિદ્યાર્થીઓને પરીક્ષાનાં નામે શાળાએ બોલાવ્યા

કોરોના વાયરસનાં કારણે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હવે ધીરે ધીરે અનલોક 1.0ના પગલે તમામ બાબતે છુટછાટ આપવામાં આવી રહી છે. જો કે શાળા અને કોલેજોને બંધ રાખવા માટે જ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તેવામાં બાળકોને શાળાએ બોલાવીને ન માત્ર તેમની પરીક્ષા લેવા પરંતુ ફી માટે દબાણ કરવાનો આરોપ પણ વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. જેના પગલે પરીક્ષા લેનારા પી.એચ બચકાનીવાલા સ્કુલનાં આચાર્ય રીટાબેન ફુલવાલાને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જો આ અંગે યોગ્ય સંતોષજનક જવાબ નહી મળે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનામાં ફી માટે શાળાઓનાં ગતકડા, વિદ્યાર્થીઓને પરીક્ષાનાં નામે શાળાએ બોલાવ્યા

સુરત : કોરોના વાયરસનાં કારણે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હવે ધીરે ધીરે અનલોક 1.0ના પગલે તમામ બાબતે છુટછાટ આપવામાં આવી રહી છે. જો કે શાળા અને કોલેજોને બંધ રાખવા માટે જ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તેવામાં બાળકોને શાળાએ બોલાવીને ન માત્ર તેમની પરીક્ષા લેવા પરંતુ ફી માટે દબાણ કરવાનો આરોપ પણ વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. જેના પગલે પરીક્ષા લેનારા પી.એચ બચકાનીવાલા સ્કુલનાં આચાર્ય રીટાબેન ફુલવાલાને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જો આ અંગે યોગ્ય સંતોષજનક જવાબ નહી મળે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના વાયરસનાં પગલે મોટા ભાગની શાળાઓ વેકેશન બાદ પણ બંધ છે તેવામાં ફી મુદ્દે શાળાઓ અને વાલીઓ વચ્ચે હુંસાતુંસી ચાલી રહી છે. તેવામાં શાળાઓ પોતાની ફી માટે અલગ અલગ પેંતરાઓ અપનાવી રહી છે. તેવામાં સુરતની શાળાએ એક્ઝામનાં નામે વિદ્યાર્થીઓને બોલાવીને ફીની ઉઘરાણી કરતા વાલીઓ ઉશ્કેરાયા હતા. 

હાલ તો સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જો સ્કુલ કોઇ પણ તબક્કે દોષીત સાબિત થશે તો તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેવું પણ જિલ્લા શિક્ષણાધિકારીએ જણવ્યું છે. હાલ તો પ્રિન્સિપાલ પાસે જવાબ માંગામાં આવ્યો છે પરંતુ જરૂર પડ્યે શાળાનાં ટ્રસ્ટીઓને પણ બોલાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news