ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાન રચી રહ્યું છે નવું ષડયંત્ર? ISI હડક્વોર્ટરમાં મળ્યા સેના પ્રમુખ
Trending Photos
નવી દિલ્હી/ ઇસ્લામાબાદ: ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્યાંકને ક્યાંક નવું ષડયંત્ર તો નથી રચી રહ્યું? પાકિસ્તાનના ત્રણેય સેના પ્રમુખોને ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ (ISI)ના હેડક્વોટરમાં આયોજીત એક અસામાન્ય બેઠકમાં ભાગ લીધો. આ અસામાન્ય એટલા માટે કહી શકાય કે, કેમકે દાયકાઓ પછી સેન્ય પ્રમુખ આ રીતે ISI હેડક્વોર્ટર પહોંચ્યા છે.
પાકિસ્તાની અખબાર ડોન (Dawn)ના જણાવ્યા અનુસાર, સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા (Qamar Bajwa), નૌસેના પ્રમુખ એડમિરલ ઝફર મહમૂદ અબ્બાસી (Admiral Zafar Mehmood Abbasi), અને વાયુ સેના પ્રમુખ માર્શલ મુઝાહિદ અનવર ખાન (Marshal Mujahid Anwar Khan)ને મંગળવાર સાંજે ગુપ્ત એજન્સીના હેડક્વોર્ટર બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત સામે પાકિસ્તાનની તૈયારીઓનું વિશ્લેષણ કરવાનું હતું.
ઇમરાનને પણ 2 વખત બોલાવાયા
સામાન્ય રીતે સેના પ્રમુખ Tri-service forums પર મળે છે, જે જુલાઈ 2018 બાદથી આયોજીત કરવામાં આવી નથી. કથિત રિતે આઇએસઆઇ પાકિસ્તાનના રાજકીય નેતૃત્વને પણ નિર્દેશ આપી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, પ્રધાનમંત્રી ઇમરાન ખાનને છેલ્લા ત્રણ મહિનામાં બે વખત આઇએસઆઇ હેડક્વોર્ટર બોલાવવામાં આવ્યા છે. પ્રથમ વખત 23 એપ્રિલના અને પછી 3 જૂને. જો કે, તેમની આ યાત્રાઓને કથિત સુરક્ષા ખતરા પર ગુપ્ત બ્રિફિંગનું નામ આપવામાં આવી રહ્યું છે.
શું છે ચિંતાની વાત?
પાકિસ્તાનના ત્રણેય સેના પ્રમુખને આ પ્રકારે દાયકા બાદ ISI હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીને પોતે આઇએસઆઇ હેડક્વોર્ટર જવું સામન્ય પ્રોટોકોલ નથી. ISI ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપી રહ્યું છે. જેથી, આ સમયમાં જ્યારે ભારત ચીનની સાથે સીમા વિવાદનો સામનો કરી રહ્યું છે. ISIના ત્રણેય સેના પ્રમુખની બેઠક બોલાવવાના સારા સંકેત નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે