નર્મદામાં નવા નીરની આવક, સરકાર પાણીમાંથી રોજનાં મળે છે 6 કરોડ રૂપિયા
Trending Photos
વડોદરા : સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થવાનાં પગલે ઉપરાંત ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ હોવાનાં કારણે નર્મદા નદીમાં સારી એવી પાણીની આવક થઇ છે. જેના પગલે નર્મદા નદીની જળ પાટી 127.16 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમનાં 200 મેગાવોટનાં 4 યૂનિટ કાર્યરત્ત કરવામાં આવ્યા છે. જેના પગલે રોજનાં 5થી 6 કરોડ રૂપિયાની કિંમતનું વીજ ઉત્પાદન થયું છે. જો કે વીજ ઉત્પાદન માટે ડેમમાંથી પણ 40 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે સમગ્ર નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે.
મધ્ય ગુજરાતમાં પાદરા બન્યું કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ, 20 શાકભાજીના વેપારીઓ ઝપેટમાં
બીજી તરફ નર્મદા ડેમમાં લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2571 મિલીયન ક્યુબીક મીટર છે. જ્યારે કેનાલમાં 10907 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. બીજી તરફ સરદાર સરોવરમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા જાણે ફરી એકવાર પોતાનાં મુળ સ્વરૂપે વહેતી થઇ ગઇ છે. જેના પગલે અનેક ગામડાનાં નિચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
નર્મદા નદીમાં પાણીની સતત આવક થઇ રહી છે. જેના કારણે ગરૂડેશ્વર નજીક આવેલો વિયર ડેમ અને કોઝવે ઓવરફ્લો થવાનાં કારણે ખુબ જ સુંદર રમણીય દ્રશ્યો સર્જાયા છે. જો કે હાલ કોરોનાનાં કહેરનાં પગલે સહેલાણીઓ ખુબ જ ઓછા આવી રહ્યા છે. પરંતુ હાલ સરદાર સરોવર ડેમ અને આસપાસનાં વિસ્તારોમાં રમણીય દ્રશ્યો સર્જાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે