ઘેટા બકરાની જેમ ગાડીમાં ભરી લઈ જવાયા, લાંબા સમય સુધી તડકામાં ઉભા રહ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ થયા બેહોશ. વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગના સંજાણ રેન્જ દ્વારા યોજાયો હતો કાર્યક્રમ.
Valsad News:વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંકલ ગામમાં આવેલી એક આંબાવાડીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં કુદરતી મોત માનવામાં આવેલી આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે ગણતરીના દિવસમાં આ બ્લાઈન્ડ મર્ડર કેસ ઉકેલી નાખ્યો છે. પરંતુ હત્યાનું કારણ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. આખરે એક મહિલાની કેરી તોડવાની બાબતે શા માટે હત્યા કરવામાં આવી?
દહેજ PCPIR ખાતે પ્રદૂષિત પાણીના અસરકારક નિકાલ માટે ₹474.61 કરોડના એફ્લુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે. જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડ, સ્ટોર્મ વોટર ડ્રેન નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેનની સુવિધાઓથી ફાર્મા ક્લસ્ટરના વિકાસને મળશે નવી ગતિ.
Valsad Children Death: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક કાળજું કંપાવી દેનારી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ઘરેલુ કલહના કારણે સર્જાયેલા વિખવાદ બાદ એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઉમેશ પટેલ વલસાડ : ગુજરાત સરકાર ભલે ઘરે ઘરે નળ અને જળ પહોંચાડવાના મોટા-મોટા દાવા કરતી હોય, પરંતુ આજે અમે તમને એક એવી ગ્રાઉન્ડ રિયાલિટી બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમારું દિલ ધ્રુજી જશે. જ્યાં વિકાસના દાવા થઈ રહ્યા છે ત્યાં લોકોને હજુ પણ પીવાના પાણી માટે આવા વલખા મારવા પડે છે.
Valsad News: વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અવાવરું જગ્યાએ એક નાળામાંથી અજાણી મહિલાનો હાથ પગ બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહ નો ભેદ આખરે ઉકેલાયો છે.. મૃતક મહિલા સાઘે દુસકર્મ કરી હત્યા નિપજાવનાર હત્યારા આરોપી ને વલસાડ LCB પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે જે આરોપી પોલીસના હાથે લાગ્યો છે તેના અને મૃતક મહિલા વચ્ચે નો સબંધ જાણી પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી.. ત્યારે આવો આપને વતાવીએ કોણ છે આ હત્યારો ?? અને દુષ્કર્મ બાદ કેમ મહિલાની હત્યા કરી હતી.??
Valsad Talati Audio Viral : વલસાડના વાજવડ અને ધોધડકૂવાના તલાટી સંજય ભોયા ડ્યુટી પર ન આવતા એક જાગૃત નાગરિકે તેને ફોન કર્યો હતો, આ બાદ તેઓએ ન આવવાનું જે કારણ જણાવ્યું તે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે
3 snakes found in AC installed in house in valsad
Euthanasia Request By Valsad Family ઉમેશ પટેલ/વલસાડ : વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. આ બ્રાહ્મણ પરિવાર વલસાડ કલેક્ટરને રૂબરૂ મળી તેઓને રજૂઆત કરી અને ઈચ્છા મૃત્યુની માંગ કરતા જ સમગ્ર પંથક ખળભળાટ મચી ગયો છે. ત્યારે વૃદ્ધ પતિ પત્ની, એક પુત્રી અને બે પુત્ર ધરાવતા આ પરિવારે સામુહિક ઈચ્છા મૃત્યુનો માંગ કરવાનું સાચું કારણ શું છે?? અને શું છે આ પરિવારની પરિસ્થિતિ? જોઈએ આ અહેવાલ.
GSEB SSC Result 2026: વલસાડના અબ્રામા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અહીંની ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિની માર્ગી વેકરીયાએ ગુજરાતી માધ્યમમાં 99.99 પર્સન્ટાઈલ અને 98.33% સાથે સમગ્ર ગુજરાતમાં અને વલસાડ જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
Valsad News: રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનની હદમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. એક ફરિયાદી વૃદ્ધને કેટલાક ઈસમોએ રૂપિયા ડબલ કરી આપવાની લાલચમાં એવા ફસાવ્યા હતા કે વૃદ્ધે 19 લાખથી પણ વધારે રૂપિયા ખોવાણો વારો આવ્યો છે. વૃદ્ધને એવી હૈયા ધારણા આપી હતી કે રૂપિયાનો વરસાદ થશે અને તમારા માતાજીની કૃપા થશે અને લાખો રૂપિયાનો ફાયદો થશે.
Theft incident at auto spare parts shop in Valsad cctv footage
Valsad Market News: વલસાડ શહેરમાં ધોળા દિવસે લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાકભાજી માર્કેટ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલા વિશાલ કોમ્પ્લેક્સમાં ત્રણ અજાણ્યા લૂંટારુઓએ એક વૃદ્ધા અને તેમની કામવાળીને ચપ્પુની અણીએ બંધક બનાવી રૂ. 3.86 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Gujarati Youth End Life In Pushkar Rajasthan : પુષ્કરમાં વૃક્ષ સાથે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા માલૂમ પડ્યું કે, પુષ્કર ફરવા આવેલા ગુજરાતી યુવકે આપઘાત કર્યો હતો. યુવક વલસાડના પાટીદાર પરિવારમાંથી હોવાનું સામે આવ્યું છે. આખરે યુવકે પોતાના વતનથી કિલોમીટર દૂર મોત કેમ વ્હાલુ કર્યુ
Valsad Mamlatdar of Umargam ends his life watch video for more details
Gujarat Local Body Election 2026 : વલસાડના ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતુ મૂકીને મોત વ્હાલુ કર્યું છે. ત્યારે તેમની આપઘાતની ઘટનાએ સરકારી બેડામાં ચકચાર મચાવી દીધી છે. શું મામલતદારે કોઈ દબાણમાં આવીને આવું પગલું ભર્યું હતું? આ અંગેનું સાચું કારણ હજી સામે આવ્યું નથી
Valsad Water Shortate ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાની, જેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. જ્યાં ચોમાસાની મોસમમાં અહીં આકાશમાંથી હેલી ઉતરે છે. પણ કમનસીબી એ છે કે ઉનાળાની શરૂઆત થતા જ અહીંના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટે હાહાકાર મચી જાય છે. કપરાડા તાલુકાના મહારાષ્ટ્ર સરહદે આવેલા માલઘર ગામની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે. 1300 થી વધુની વસ્તી ધરાવતું આ ગામ આજે ટીપે ટીપે પાણી માટે વલખાં મારી રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલી અસ્ટોલ યોજના અહીંના નળ સુધી પહોંચી જ નથી. આજે આ ખાસ અહેવાલમાં જોઈશું કે કેવી રીતે ભ્રષ્ટાચાર અને તંત્રની લાપરવાહીએ માલઘરની જનતાને તરસ્યા છોડ્યા છે.
Valsad News: વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરના પુત્રનું અવસાન. વિલાસ પાટકરનું અવસાન થતાં CMએ લીધી મુલાકાત, CM ભૂપેન્દ્ર પટેલે રમણ પાટકરને સાંત્વના આપી. ધોડીપાડામાં નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ આપી. લાંબી બિમારી બાદ વિલાસ પાટકરનું અવસાન થયું હોવાની માહિતી.
Atal Bridge In Valsad : વલસાડ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે હવે એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. વલસાડના ઉમરસાડીમાં દરિયાકિનારે પ્રવાસીઓ માટે એક આકર્ષક ભેટ તૈયાર થઈ ગઈ છે. રાજ્ય સરકારના પ્રયાસોથી હવે ઉમરસાડીનો આ દરિયાકિનારો પણ રિવરફ્રન્ટ જેવો લુક ધરાવતો થશે. અહીં અમદાવાદના પ્રખ્યાત અટલ બ્રિજની ડિઝાઈન જેવો જ એક નવો પેડેસ્ટ્રિયન બ્રિજ એટલે કે પગપાળા બ્રિજ બનાવવામાં આવ્યો છે
વલસાડ પાસે એક એવો અકસ્માત થયો છે. જેના વીડિયો જોઈને તમારી કંપાવી વછૂટી જશે, અકસ્માતની આ ઘટનામાં 7 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આ ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમના હોસ્પિટલમાં મોત થયા હતા. એક મહિલાનું શરૂ ટ્રકના ટાયરમાં ઘૂસી ગયું હતું. મહિલાનું શરીર ટ્રકમાં અંદર હતું જ્યારે તેનું માથું સંપૂર્ણપણે ચગદાઈને છૂંદો થઈ ગયું હતું. તેના માત્ર બાલ જ બચ્યા હતા. આંબા જંગલ ગામના એક જ પરિવારના સામૂહિક મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
Valsad Accident : વલસાડના કપરાડામાં ભયાનક અકસ્માતમાં છ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી ગઈ હતી. વલસાડમાં મોતના ઘાટ કહેવાતા કુખ્યાત ગણાતા કુંભઘાટ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પરિવાર કાળનો કાળિયો બની ગયો છે. તો અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Valsad News: ક્યાંક આપની આ ભૂલ આપને ભારે પડી શકે છે. વલસાડ જિલ્લા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના બેન્ક એકાઉન્ટની તપાસ કરી સાઈબર ફ્રોડ આચરતી ટોળકીનાનું એક મસ મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. જિલ્લાના શંકાસ્પદ બેન્ક એકાઉન્ટની તપાસ કરી સાઇબર ટોળકીના 2 આરોપીઓની ધરપકડ કરી કુલ 3 કરોડથી વધુનું મસ મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે.