Dakor: રથયાત્રાને મળી લીલીઝંડી, કોરોનાની ગાઇડલાઇન સાથે નિકળશે રથયાત્રા

 રવિવારે યોજાનારી રથયાત્રા દરમિયાન રથયાત્રાના રૂટ પર કરર્ફ્યું લગાવવામાં આવશે તથા ભક્તોને મંદિર પ્રવેશ મળશે નહી. રથયાત્રા સવારે 8:30 કલાકે નિયત રૂટ પર નિકળશે અને બપોરે 2 વાગ્યા સુધી મંદિર પરત ફરશે.

Dakor: રથયાત્રાને મળી લીલીઝંડી, કોરોનાની ગાઇડલાઇન સાથે નિકળશે રથયાત્રા

ખેડા: અમદાવાદ જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી મળ્યા બાદ બીજા દિવસે ડાકોર ખાતેની રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રા કાઢવાની મંજૂરી મળતાં ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. રથયાત્રા દરમિયાન કોરોનાની ગાઇનલાઇનનું પાલન કરવાનું રહેશે. જેના માટે સ્થાનિક વહિવટે તંત્ર દ્વારા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. 

રથપાત્રાને પગલે સરકારે સ્થાનિક કક્ષાએ સત્તા સોંપી છે. ત્યારે આજે યોજાયેલી બેઠકમાં રથયાત્રાને લીલીઝંડી મળી ગઇ છે. રવિવારે યોજાનારી રથયાત્રા દરમિયાન રથયાત્રાના રૂટ પર કરર્ફ્યું લગાવવામાં આવશે તથા ભક્તોને મંદિર પ્રવેશ મળશે નહી. રથયાત્રા સવારે 8:30 કલાકે નિયત રૂટ પર નિકળશે અને બપોરે 2 વાગ્યા સુધી મંદિર પરત ફરશે. આ સમગ્ર રૂટ દરમિયાન પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. 

રથયાત્રામાં ભાગ લેનાર વ્યક્તિએ 48 કલાક પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલો હોવો જોઇએ. જેનો ટેસ્ટ નેગેટિવ હશે તે રથયાત્રામાં ભાગ લઇ શકશે. આ ઉપરાંત વેક્સીન લીધેલી હોવી જોઇએ. પ્રસાદનું વિતરણ કરવામાં નહી આવે. ભક્તોને મંદિરના પ્રાંગણમાં પ્રવેશ મળશે નહી. માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. 

જોકે આ વર્ષે પરિસ્થિતિને આધીને બપોર સુધી રથયાત્રાને પૂર્ણ કરવાનો આદેશ હોવાથી મહત્વના રૂટ પરજ રથયાત્રા ફરશે. મંદિરથી નિકળી ગૌ શાળા ત્યારબાદ રાધા કુંડ ત્યાથી ગાયોના વાડે થી માખણીયા આરે કેવળેશ્વર મહાદેવ છેલ્લો પડાવ રહેશે. અને ત્યાંથી પરત મંદિર બપોરે 2 વાગ્યા સુધી આવી જશે તેવું આયોજન કરાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news