માનસિક કોરોનાથી વ્યક્તિનું મોત, દરગાહમાં જઇ ગળુ કાપી આપઘાત કરી લેતા ચકચાર

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના કહેર અને મોતના આંકડાથી લોકો ફફડી ગયા છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર રહેતા વૃદ્ધે તાલુકાના વાસાવડ ગામે દરગાહની અંદર જઇને છરી વડે ગળુ કાપીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. બનાવ બાદ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાના વાસાવડ ગામે હઝરત સૈયદ હાનુ દિન દરગાહમાં ગળુ કપાયેલી હાલતમાં લોહીથી લથબથ લાશ મળી આવી હતી. 
માનસિક કોરોનાથી વ્યક્તિનું મોત, દરગાહમાં જઇ ગળુ કાપી આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના કહેર અને મોતના આંકડાથી લોકો ફફડી ગયા છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર રહેતા વૃદ્ધે તાલુકાના વાસાવડ ગામે દરગાહની અંદર જઇને છરી વડે ગળુ કાપીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. બનાવ બાદ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાના વાસાવડ ગામે હઝરત સૈયદ હાનુ દિન દરગાહમાં ગળુ કપાયેલી હાલતમાં લોહીથી લથબથ લાશ મળી આવી હતી. 

પોલીસે વૃદ્ધની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન માહિતી મળે કે, વૃદ્ધ ગોંડલા વોરાકોટડા રોડ પર રહેતા જેન્તીભાઇ બાબુભાઇ જોટંગીયા છે. પોલીસે તેમના પુત્રોનો સંપર્ક કરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમના પુત્રોએ પિતાની લાશની ઓળખ કરી હતી. પોતે સાથે જ છરી સાથે રાખતા હોવાનું પણ જણાવ્યું હતું. 

જેન્તીભાઇના પુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. જેના કારણે તેમનો રિપોર્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોત. જેના કારણે ઘરે જ ઓક્સિજનથી સારવાર ચાલી રહી હતી. દરમિયાન સવારના કોઇને કહ્યા વગર તેઓ ઘરેથી નિકળી ગયા હતા. નાના પુત્રએ ફોન કરતા તેમણે કહ્યું કે, હું મોવિયા ગામ પાસે છું. થોડી વારમાં ઘરે પરત ફરીશ. જો કે લાંબો સમય વિતિ જવા છતા તેઓ પરત નહી ફરતા દરમિયાન પોલીસનો ફોન આવ્યો અને સમગ્ર ઘટના અંગે માહિતી મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news