ચૈત્ર મહિનામાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા પીવો લીમડાના પાનનો રસ, થશે આ ફાયદા
લીમડો એક એવું ઝાડ છે જેમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણ હોય છે. લીમડાના બધા જ પોષક તત્વોના કારણે આપણા શરીરમાં ફાયદો થાય છે. લીમડાના સેવનથી પેટથી જોડાયેલી સમસ્યાઓથી લઇને ત્વચાની સમસ્યા અને ત્યાં સુધી કે સ્વાસ્થ્યની તકલીફમાં પણ રાહત મળે છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, કચ્છઃ ચૈત્ર માસ એટલે વસંત ઋતુનો ઉત્તરાર્ધ.. આ માસમાં લીમડાના ઝાડ પર મોર આવે છે. આયુર્વેદના મત પ્રમાણે ચૈત્ર માસમાં આ મોર એક ઔષધિ તરીકે ઉપયોગી નીવડે છે. ત્યારે તમામ પ્રકારના તાવ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા લીમડાના મોર અને કુમળા પાનનું રસ પીવો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માટે ફાયદાકારક છે.
લીમડો એક એવું ઝાડ છે જેમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણ હોય છે. લીમડાના બધા જ પોષક તત્વોના કારણે આપણા શરીરમાં ફાયદો થાય છે. લીમડાના સેવનથી પેટથી જોડાયેલી સમસ્યાઓથી લઇને ત્વચાની સમસ્યા અને ત્યાં સુધી કે સ્વાસ્થ્યની તકલીફમાં પણ રાહત મળે છે. લીમડાના ફૂલ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. લીમડાના કૂલ શરીરના મેટાબોલિક રેટને સારું રાખે છે, જેનાથી કેલેરી બર્ન થઇ ફેટ ઘટાડવામાં મદદ કરે છે. તેથી લોકો તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરે છે.
ચૈત્ર મહિનામાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે પીવું જોઈએ લીમડાના પાનનું રસ
લીમડાને ચૈત્ર મહિનામાં કુમળાં-કુમળાં પાન અને સફેદ ફૂલની માંજર આવે છે જેને મોર પણ કહેવામાં આવે છે. ઘણા લોકો આ પાન અને ફૂલને વાટીને તેમાં થોડું મીઠું નાખીને પીએ છે. એનાથી ઉનાળામાં ચામડી પર આવતી ખંજવાળ સાથેના દાદર, ખરજવું વગેરે દર્દો દૂર થાય છે.લીમડો એસિડિટીને જડમૂડથી નાબૂદ કરનાર ઔષધ છે. વળી જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમને લીમડાનાં પાન અને નમકનું મિશ્રણ ખૂબ ઉપયોગી થાય છે.
ચામડીનાં દર્દોમાં ચમત્કારિક પરિણામ આપે છે. લીમડાના પાનનું રસ
લીમડાની ઔષધિ પ્રત્યે સ્વભાવિક રુચિ નથી થતી પરંતુ તે અરુચિ દૂર કરનાર ઉત્તમ ઓષધ છે. અરુચિ અને એસિડિટીના દર્દીઓએ ચૈત્રમહિનામાં લીમડાની માંજર અને કૂમળાં પાનનું રસ અવશ્ય પીવું જોઈએ. લીમડાના પાનનું રસ ચામડીનાં દર્દોમાં ચમત્કારિક પરિણામ આપે છે અને વર્ષો જૂના ચામડીનાં રોગો દૂર થાય છે. ચામડીના દર્દીઓએ પાણીમાં લીમડાના પાન કે તેના પાવડરને ઉકાળીને સ્નાન કરવું જોઈએ જેનાથી ઝડપથી ચામડીનાં દર્દો મટે છે.
ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો હોય છે તેની સામે રક્ષણ આપે છે
સરકારી આયુર્વેદિક હોસ્પિટલના મેડિકલ ઓફિસર પાવન ગોરે જણાવ્યું હતું કે ચૈત્ર માસમાં ખાસ કરીને લીમડાના ફૂલનું રસ પીવું જોઈએ. જે શરીરમાં કફનો પ્રકોપ ઓછો કરે છે અને સાથે સાથે ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો હોય છે તેની સામે રક્ષણ આપે છે.
ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ચૈત્ર માસ નિમિતે અઠવાડિયા સુધી દરરોજ સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન રોગપ્રતિકારક શકિત વધારવા માટે અતિ ઉત્તમ એવા નિમ્બ પુષ્પ રસપાન લીમડાના ફુલોનો રસ વિનામૂલ્યે પીવડાવામાં આવી રહ્યો છે. જેનો લાભ લેવા માટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના મેડિકલ ઓફિસરે અનુરોધ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે