અમદાવાદમાં ફૂટી નીકળ્યો ડ્રગ્સ પેડલર્સો, ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને દબોચ્યો

અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સ અવારનવાર ઝડપાઈ રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સ નું વેચાણ વધુ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ પણ નાનામાં નાના પેડલરોને દબોચી રહી છે.

અમદાવાદમાં ફૂટી નીકળ્યો ડ્રગ્સ પેડલર્સો, ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને દબોચ્યો

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની પાલડી વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. આરોપીઓ પાસેથી 51 ગ્રામ 300 મિલિગ્રામ જેની કિંમત 05 લાખ આંકવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સ અવારનવાર ઝડપાઈ રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સ નું વેચાણ વધુ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ પણ નાનામાં નાના પેડલરોને દબોચી રહી છે.ત્યારે શહેરના પાલડી વિસ્તારમાંથી મોહમદ તોફિક ઉર્ફે લાલા શેખ અને મોહમંદ સુફિયાન સૈયદની એમ.ડી દ્રગઝ ના જથ્થા ધરપકડ કરી લેવામાં આવી છે.

એસઓજી ક્રાઈમ બ્રાન્ચ ની આવેલા બંને આરોપીઓ આ એમડી ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા ઉપરાંત કોની પાસેથી આ ડ્રગ્સ નો જથ્થો લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે હાલ આ બંને આરોપીઓને ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપેલા બંને આરોપીઓ માંથી મોહમ્મદ તોફિક ઉર્ફે લાલા શેખ કે જે અગાઉ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ગિરફતમાં પણ આવી ચૂક્યો હતો. ઓગસ્ટ 2022માં ડ્રગ્સના કેસમાં આરોપીની ધરપકડ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ છે કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news