taluka panchayat

પૂનમ માડમના અથાગ પ્રયાસથી જામનગરવાસીઓને થશે આ ફાયદો

ગ્રામ પંચાયતોને સીધી જ નાણાકીય સહાય વિકાસ માટે પહોંચે છે તેને જ બે સ્ટેપ આગળ વધારીને કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને પણ એવી જ રીતે 15 માં નાણાંપંચની વિકાસ ગ્રાન્ટની રકમ સીધી જ આપવામાં આવશે

Mar 23, 2021, 04:34 PM IST

સાસુ જે ન કરી શક્યાં તે વહુએ કરી બતાવ્યું, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્લિન સ્વિપ કરી અધ્યક્ષ બન્યા

નગરપાલિકામાં આજે પ્રમુખ સહિતનાં હોદ્દેદારોએ પદ ગ્રહણ કરી સત્તા સંભાળી હતી. નવા પ્રમુખ બનેલા શિતલ કોટડીયાનાં સાસુ ગત ટર્મમાં સભ્ય રહી ચુક્યા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના ઉમેદવારી માટેનાંનવા માપદંડોને કારણે મુક્તાબેનની ટિકિટ કપાતા તેમનાં પુત્રવધુ શિતલબેનની પસંદગી થઇ હતી. શિતલબેન વિજય બનતા આજે તેમની પ્રમુખ તરીકે વરણી થઇ છે. શિતલબેન જીત્યા ત્યારે તેમના સાસુએ તેમનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે, મારૂ અધુરૂ સ્વપ્ન મારી પુત્રવધુએ પુર્ણ કર્યું છે. 

Mar 15, 2021, 06:38 PM IST

Election Result Breaking: વિધાનસભામાં કોંગ્રેસના દંડકના પુત્ર ચૂંટણી હાર્યા

મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસ (Congress) ના દંડક પુત્રની ચૂંટણીમાં હાર થઈ છે. 

Mar 2, 2021, 10:43 AM IST

Gujarat local body polls 2021: તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ભારે મતદાન, કોને કરાવશે ફાયદો?

28 ફેબ્રુઆરીના રોજ રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મનપા ચૂંટણી કરતા ભારે મતદાન થયેલું જોવા મળ્યું. ત્યારે જોવાનું એ રહેશે કે આ વખતે થયેલું આ ભારે મતદાન કોને ફાયદો કરાવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પણ મનપા ચૂંટણીમાં બેઠકો મળી છે. 

Mar 1, 2021, 08:42 AM IST

કોંગ્રેસને લખતા પણ નથી આવડતું? એક શબ્દના કારણે તાલુકા પંચાયતના બે સભ્યો હારી ગયા!

બે તાલુકા પંચાયત બેઠકમાં ભાજપ બિનહરીફ જાહેર થયું છે. કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં સહી અને મેન્ડેટમાં નામમાં ભૂલ હોઈ ભાજપ ચૂંટણી વગર જ જીતી ગયું હતું. મેન્ડેટમાં 'રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ'ની જગ્યાએ 'રાષ્ટ્રીય સમિતિ' લખતા કોંગ્રેસ હાર્યું હતું. બાયડની લીંબ બેઠક ઉપર મંજુલાબેન અદેસિંહ ચૌહાણ વિજેતા બન્યા છે. બોરોલ બેઠક પર અરવિંદસિંહ કેશાજી ઝાલા વિજયી બન્યા છે. ૨૪ તાલુકા પંચાયત બેઠકમાંથી ભાજપે ૨ બેઠક કબ્જે કરી લીધી છે. ફોર્મ ચકાસણી દરમિયાન કોંગેસે ચૂંટણી પહેલા બે બેઠક ગુમાવી દીધી છે. 

Feb 15, 2021, 06:19 PM IST

Local body elections: સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રહેતા હવે વહીવટદાર સંભાળશે કમાન, સરકારનો નિર્ણય

તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા હોય છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદ્દત પૂરી થયા બાદ જે તે સંસ્થાના વડા તરીકેની જવાબદારી આ અધિકારીઓની રહેશે.
 

Dec 9, 2020, 05:24 PM IST
Congress Rule In Gandhinagar Taluka Panchayat PT2M39S

મોરબી: પેટાચૂંટણી પહેલા તડજોડનું રાજકારણ, કોંગ્રેસની તાલુકા પંચાયત ખતરામાં

માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી સમયમાં યોજાનારી છે, ત્યારે મોરબી અને માળિયા તાલુકામાં તડજોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે. થોડા સમય પહેલા કોંગ્રેસ શાસિત મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા માટે મોરબી તાલુકા પંચાયતના કોંગ્રેસના ૧૬ જેટલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેથી આજે વિશ્વાસ મત લેવા માટે ખાસ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં ૧૮ અને વિરુદ્ધમાં બે મત પડ્યા હતા. જેથી કરીને અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઇ ગયેલ છે. 

Aug 18, 2020, 10:58 PM IST
Proposal Of Distrust Against The Pramukh Of Chansama Taluka Panchayat PT3M28S

ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસ

ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસના મામલે આખરે ભાજપે તાલુકા પંચાયત તોડવાનો તખ્તો તૈયાર કર્યો. કોંગ્રેસને સત્તા ગુમાવી પડે તેવા એધાણ દેખાઇ રહ્યા છે. કુલ 18 સભ્યોમાંથી કોંગ્રેસના 14 હતા 2 ભાજપ અને 2 અપક્ષના હતા. કોંગ્રેસના 5, અપક્ષના 2 અને ભાજપના 2 અને આજે કોંગ્રેસમાંથી વધુ 3 સભ્યોએ ભજપને સમર્થન આપે તેવા એધાણ દેખાઈ રહ્યા છે.

Feb 21, 2020, 06:30 PM IST

જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ, 29 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાતમા આજે બે જિલ્લા પંચાયત (Jilla Panchayat) ની ત્રણ બેઠક અને તાલુકા પંચાયતો (Taluka Panchayat) ની ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે. બપોર બાદ ચૂંટણીનું પરિણા સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં 29 સીટ ઉપર ભાજપ (BJP) નો ભગવો લહેરાયો છે. 29 બેઠકો પર ભાજપે મેળવી જીત મેળવી છે. પેટાચૂંટણીમાં શરૂઆતી પરિણામથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયેલો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને જનતા તથા કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. 

Dec 31, 2019, 03:16 PM IST
BJP Victory Over 29 Seats In Taluka Panchayat PT4M29S

તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીમાં 29 બેઠકો પર ભાજપે ભગવો લહેરાયો

તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહરાયો છે. 33માંથી 29 બેઠકો ભાજપે જીતી કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી 1 અપક્ષને ફાળે ગઇ છે. 33માંથી 18 બેઠકો કોંગ્રેસ પાસે હતી. જ્યારે ભાજપ પાસે ફક્ત 14 બેઠકો હતી. વર્ષ 2020માં યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા મળી હતી.

Dec 31, 2019, 03:10 PM IST

જિલ્લા-તાલુકા પંચાયત પેટાચૂંટણીનું પરિણામ, અમદાવાદની 2 બેઠકો પર કોંગ્રેસે ભાજપને હરાવ્યું

ગુજરાતમા આજે બે જિલ્લા પંચાયતની ત્રણ બેઠક અને તાલુકા પંચાયતોની 27 બેઠકનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. અત્યાર સુધી આવેલા પરિણામના આંકડા પર નજર કરીએ તો, જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. કેટલીક બેઠકો પર ભાજપે જીત પણ મેળવી લીધી છે. પેટાચૂંટણીમાં શરૂઆતી પરિણામથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયેલો છે. બપોરે 12 વાગ્યા સુધી આખુ ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે. ત્યારે મતગણતરીને લઈને તમામ સ્થળો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે  ZEE 24 કલાક પર જુઓ સૌથી ઝડપી પરિણામ....

Dec 31, 2019, 11:34 AM IST

Gujarat Congress Report Card: ચાર વર્ષમાં કોંગ્રેસના પાયા ડગમગ્યા, જીતેલા ગઢ પણ હાથમાંથી ગુમાવી રહ્યું છે

આંતરિક વિવાદો અને જૂથવાદને કારણે ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress) ની હાલત છેલ્લાં ચાર વર્ષોમાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. ગત ચાર વર્ષોમાં કોંગ્રેસે (Congress) અનેક જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમા સત્તા ગુમાવવી પડી છે. તો અનેક ધારાસભ્યો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. વર્ષ 2015માં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો પરચમ લહેરાયો હતો. 31 જિલ્લા પંચાયત (Jilla Panchayat) અને 230 તાલુકા પંચાયત (Taluka Panchayat) ના ઈલેક્શનમાં કોંગ્રેસે મોટાભાગના જિલ્લા અને તાલુકા પંચાયત પોતાને કબજે કરી હતી. 31 જિલ્લા પંચાયતમાંથી 21 પર કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ થયું હતું. પરંતુ છેલ્લા ચાર વર્ષોથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો કોંગ્રેસે 11 જિલ્લા પંચાયતને પોતાના હાથમાંથી ગુમાવી છે. જેમાં અમદાવાદ (Ahmedabad), ભાવનગર, વડોદરા (Vadodara), છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પાટણ, ડાંગ અને દ્વારકા સામેલ છે.

Oct 4, 2019, 03:16 PM IST
Jamkandod Women Mischief In Taluka Panchayat For Water PT1M44S

જામકંડોરણા તાલુકા પંચાયતમાં મહિલાઓએ કરી તોડફોડ

જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી, રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર તેમજ સફાઇ સહીતના પ્રશ્નોને લઇને જામકંડોરણાની તાલુકા પંચાયત ખાતે મહિલાઓ ઘસી આવીને હોબાળો મચાવ્યો હતો, સમગ્ર વિસ્તારમાં પીવાલાયક પાણી પુરૂ ન મળતા વિસ્તરણ અધિકારી અને મહિલાઓ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી

May 3, 2019, 08:10 PM IST
Mansa Taluka Panchayat's Member Will Join BJP PT3M11S

માણસા તાલુકા પંચાયતના કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત

માણસા કોંગ્રેસના કોર્પોરેટર અને તાલુકા પંચાયતના સભ્યો ભાજપ કાર્યાલય કમલમમાં ભાજપમાં જોડાયા , તેઓએ ગુજરાતના પ્રભારી ઓમ માથુરની હાજરીમાં તેઓએ ભગવો ધારણ કર્યો

Apr 16, 2019, 03:30 PM IST

હાલોલ: તાલુકા પંચાયતા અધિક મદદનીશ ઇજનેર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

હાલોલ તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર રૂપિયા 30 હજારની લાંચ લેતા ગોધરા એસીબીના હાથે ઝડપાયા છે. ગોધરા એસીબીએ છટકુ ગોઠવીને દિપ્તેશ વસાવા નામના અધિક મદદનીશ ઇજનેરને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધી છે. સરકારી કામોના બિલ મંજૂર કરવા માટે ઇજનેર દ્વાર લાંચ માગવામાં આવી હતી. 
 

Feb 19, 2019, 06:00 PM IST

NA પ્રક્રિયામાં તાલુકા/જિલ્લા પંચાયત પાસેથી સત્તા આંચકી લેવાઇ, કલેક્ટરને સોંપાઇ

કથિત ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકારે બિનખેતીલાયક જમીનનાં NAની કામગીરી કલેક્ટરને સોંપી

Dec 7, 2018, 04:02 PM IST

ગુજરાત કોંગ્રેસે અમદાવાદ, ભાવનગર સહિત બળવાખોર 32 સભ્યોને કર્યા સસ્પેંડ

ઘોડા નાસી ગયા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ ગુજરાત કોંગ્રેસમાં સર્જાયો છે ગુજરાત કાંગ્રેસના પ્રમુખ દ્વારા છ જિલ્લા પંચાયતો કોંગ્રેસના હાથમાંથી સરકતાં બળવાખોરોને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

Jun 21, 2018, 12:15 PM IST