Police ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, સરકારે કમિટી રચવાની કરી જાહેરાત

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેનું આંદોલન આખરે સમેટાયુ છે. પોલીસ કર્મચારીઓના પરિવાજનોએ આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જેનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ પરિવારજનોને ખાતરી આપી કે, અમારી સરકાર સકારાત્મક હોય અને આ અમારા પરિવારનો વિષય છે. તેથી પરિવારના રહીને પરિવારનો વિષય ઝડપથી ઉકેલીશું. આ મુદ્દાનો નિવારણ લાવવા મટે એક કમિટિ બનાવાશે. જેમાં એક GAD, ફાઈનાન્સ અને એક પોલીસમાંથી સભ્ય બનાવાશે. આમ, મીટિગ બાદ પોલીસ પરિવારજનો પણ સંતુષ્ટ દેખાયા હતા, અને તેનુ હકારાત્મક પરિણામ આવશે તેવી આશા સાથે તેઓ ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાઁથી બહાર નીકળ્યા હતા. 

Police ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, સરકારે કમિટી રચવાની કરી જાહેરાત

ઝી મીડિયા/બ્યૂરો :પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેનું આંદોલન આખરે સમેટાયુ છે. પોલીસ કર્મચારીઓના પરિવાજનોએ આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જેનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ પરિવારજનોને ખાતરી આપી કે, અમારી સરકાર સકારાત્મક હોય અને આ અમારા પરિવારનો વિષય છે. તેથી પરિવારના રહીને પરિવારનો વિષય ઝડપથી ઉકેલીશું. આ મુદ્દાનો નિવારણ લાવવા મટે એક કમિટિ બનાવાશે. જેમાં એક GAD, ફાઈનાન્સ અને એક પોલીસમાંથી સભ્ય બનાવાશે. આમ, મીટિગ બાદ પોલીસ પરિવારજનો પણ સંતુષ્ટ દેખાયા હતા, અને તેનુ હકારાત્મક પરિણામ આવશે તેવી આશા સાથે તેઓ ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાઁથી બહાર નીકળ્યા હતા. 

પોલીસ ગ્રેડ પેના આંદોલનમાં પોલીસ પરિવારો પણ જોડાયા હતા. ધીરે ધીરે ગુજરાતના અનેક શહેરોમાં ગ્રેડ પે આંદોલનનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ આંદોલનમાં પોલીસ બાળકો પણ જોડાયા હતા. જેમણે પોતાના પિતાના પગાર વધારાની માંગણી કરી હતી. વડોદરામાં પોલીસ ગ્રેડ પે મામલે પોલીસ પરિવારોએ વિરોધ દર્શાવ્યો હતો. ગ્રેડ પે વધારી આપવા પોલીસ પરિવારની માંગ સાથે અકોટા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારો રસ્તા પર આવ્યા હતા. થાળી વેલણ વગાડી ગ્રેડ પે વધારી આપવા માંગ કરી હતી. તો નાના બાળકો પણ હાથમાં પ્લે કાર્ડ લઈ દેખાવોમાં જોડાયા હાત. બીજી તરફ, અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ પરિવાર એકઠા થયા હતા. બાળકો સહિત મહિલાઓએ થાળી વેલણ વગાડીને સરકારના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. 

ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પરિવારો વચ્ચે લગભગ 20 થી 25 મિનીટ સુધી બેઠક ચાલી હતી. તેના બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગ્રેડ પે મામલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોલીસના પરિવારજનો દ્વારા મુકવામાં આવેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ મીટિંગમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news