ઐતિહાસિક જીત પર પટેલ-પાટીલે એકબીજાના મોઢા મીઠા કર્યા, 12 મીએ શપથવિધિ સમારોહ યોજાશે

Gujarat Assembly 2022 Result ગુજરાત ચૂંટણી પરિણામ : ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહેતા કાર્યકર્તા અને નેતાઓમાં ઉત્સાહ ફેલાયો... કમલમમા ઉજવણીની શરૂઆત થઈ, કાર્યકર્તાઓએ ગરબા લીધા

ઐતિહાસિક જીત પર પટેલ-પાટીલે એકબીજાના મોઢા મીઠા કર્યા, 12 મીએ શપથવિધિ સમારોહ યોજાશે

Gujarat Assembly 2022 Result ગુજરાત ચૂંટણી પરિણામ : ભાજપનું ગુજરાતમાં 27 વર્ષથી શાસન છે, પરંતુ ભાજપ અત્યાર સુધી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી શકી ન હતી. પરંતું ભાજપે હવે એ પણ હાંસિલ કરી દીધું છે. ભાજપે ટ્રેન્ડમાં માધવસિંહનો 149 સીટનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવે કોઈ કહી નહિ શકે કે, ભાજપે બહુમત તો મેળવી પણ માધવસિંહનો રેકોર્ડ તોડી શકી નથી, ભાજપે આજે 149 થી વધુ બેઠકો પર લીડ મેળવીને આ વાત પર પણ પૂર્ણવિરામ મૂક્યું છે. ત્યારે ભાજપમાં ચારેતરફ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. કમલમમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે, તો ફટાકડા ફોડીને ઉમેદવારો જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યાં છે. કમલમમાં ઢોલનગારાના તાલે ઉજવણી શરૂ થઈ ગઈ છે. તો ભાજપની જીતના ગરબા લેવાઈ રહ્યાં છે. તો આ સાથે દિગ્ગજ નેતાઓ કમલમ પહોંચી રહ્યાં છે. સી.આર પાટીલ 12.30 વાગ્યે કમલમ પહોંચશે. જેને પગલે દિલ્હી ભાજપ કાર્યાલયમાં 6.30 વાગ્યે PM મોદી પહોંચવાની જાહેરાત કરવામાં આવી છે.

12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે

ભાજપની ભવ્ય જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે. જીત બાદ કમલમમાં પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા. 12 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં ભાજપના ભવ્ય જીતના પરચમ લહેરાવનાર સીઆર પાટીલે જાહેરાત કરી કે, 12 ડિસેમ્બરે, સોમવારે ગાંધીનગરમાં બપોરે 2 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે. 12મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.

ભાજપની ભવ્ય જીત વિશે સીઆર પાટીલે કહ્યું કે, ભાજપે 27 બાદ પણ સરકાર બનાવી રહી છે. જનતાએ પહેલાંથી સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ગુજરાતની જનતાનો હું આભાર માનું છું. નરેન્દ્ર મોદીએ ભાજપને જિતાડવા 21 સભા 3 રોડ શો કર્યા. નરેન્દ્ર મોદીને કારણે જીત મળી છે. ગૃહમંત્રી અમિત શાહે 33 સભા તેમજ રોડ શો કર્યા અને કાર્યકર્તાને માર્ગદર્શન આપી તૈયાર કર્યા.

અત્યાર સુધીનું પરિણામનું ટ્રેન્ડ બતાવે છે કે, ભાજપ 147 બેઠક, કોંગ્રેસ 23 બેઠકો તો આમ આદમી પાર્ટી 8 બેઠકો પર લીડ મેળવી રહી છે. આ સાથે જ જ્યાં જ્યાં ભાજપ લીડ કરી રહ્યું છે ત્યાં ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. અનેક બેઠકો પર ઉમેદવારોએ ફટાકડા લાવીને ફોડવાની શરૂઆત કરી દીધી છે. સુરત અને અમદાવાદમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. બંને જિલ્લાની મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ હોવાનું ટ્રેન્ડ બતાવે છે. ત્યારે ઓછું મતદાનની બીક હતી, તેમાં પણ ભાજપને ફાયદો થયો છે. સાથે જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

ભાજપની જીત વિશે ભાજપના નેતાએ કહ્યું કે, ગુજરાતની જનતાએ બતાવી દીધું કે, અમને તુષ્ટીકરણ અને મફતમાં રસ નથી, અમને માત્ર વિકાસ અને ભાજપમાં રસ છે. આ ભાજપના ભરોસાની જીત છે. માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા અમે જઈ રહ્યાં છે. અમને પ્રધાનમંત્રી મોદી પર ભરોસો છે. 

દિલ્હીમાં સાંજે ભવ્ય ઉજવણી થશે
ગુજરાતની ભવ્ય જીત જોતા દિલ્હીમાં તેના ફટાકડા ફોડવાની તૈયારી થઈ રહી છે. આજે સાંજે દિલ્હી ભાજપ પર ભવ્ય ઉજવણી થશે. સાંજે 6.30 કલાકે ભાજપ કાર્યાલય પર ભવ્ય ઉજવણી થશે અને પ્રધાનમંત્રી કાર્યાલય પર પહોંચશે તેવી માહિતી આપવામા આવી છે. 
 

Trending news

Powered by Tomorrow.io