Gujarat Election 2022: અમદાવાદમાં શાહ ગર્જ્યા, કહ્યું; 'કોઈની હિંમત નથી થઈ કે, રથયાત્રા પર કાંકરીચાળો કરે'

Gujarat Election 2022: રાધિકા જિમખાના AK 47 રાઇફલથી ફાયરિંગ થયા હતા. આજે શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે છે કોઈની તાકાત નથી કાકરીચાળો કરે. ગુજરાતને રમખાણમુક્ત કરાવવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું છે.

Gujarat Election 2022: અમદાવાદમાં શાહ ગર્જ્યા, કહ્યું; 'કોઈની હિંમત નથી થઈ કે, રથયાત્રા પર કાંકરીચાળો કરે'

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનના પડઘમ શાંત થઈ ચૂક્યા છે, ત્યારે બીજા તબક્કાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર શરૂ થયો છે. આજે અમદાવાદ ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જંગી સભા યોજાઈ છે. જ્યાં તેમણે કહ્યું હતું કે ઘણા સમયે હું અમરાઈવાડીમાં આવ્યો છું. અમરાઈવાડીને જય શ્રી રામ કહેવા આવ્યો છું. હસમુખભાઈને ધારાસભ્યની સાથે ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા છે. 

તેમણે ઉમેર્યું હતું કે, રાધિકા જિમખાના AK 47 રાઇફલથી ફાયરિંગ થયા હતા. આજે શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે છે કોઈની તાકાત નથી કાકરીચાળો કરે. ગુજરાતને રમખાણમુક્ત કરાવવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું છે. પૂર્વ અમદાવાદને ફાયદો વધુ થયો છે. સાંસ્કૃતિક હોલ બનાવ્યા, કેનલનું બ્યુટીફીકેશન કરવાનું કામ પૂર્વ માટે થયું છે. 

શાહે વધુમાં ઉમેર્યું કે, બાબુભૈયાથી કુખ્યાત વિસ્તારમાં વિકાસ કર્યો. ગેરકાયદેસર કારખાનોને અધિકૃત ફેકટરીનો પરવાનો પણ ઔધોગિક એકમોથી રોજગારો ઉભો કર્યો. અમદાવાદને હેરિટેજ સિટીમાં સ્થાન અપાવ્યું. આ કોંગસિયાઓએ બેગમ બાદશાહનું સીટી બનાવેલું, નરેદ્ર ભાઈ એ હેરીટેજ સીટી બનાવ્યું. અત્યારે જ કહું છું 1 જાન્યુ. 2024ની અયોધ્યાની ટિકિટ બુક કરાવી લો રામ મંદિર તૈયાર હશે, 2036નું ઓલમ્પિક અમદાવાદમાં આવશે. 

ભાજપે 2002માં કોમી રમખાણો કરાવનારાને પાઠ ભણાવ્યો હતો. હું મંત્રી હતો ત્યારે કાંકરિયા બનાવવા માટે પ્રસ્તાવ લવાયો કોંગી નેતાઓ ઉપવાસ પર ઉતરી ગયા હતા. આ તો મોદીને કારણે તમને કાંકરિયા મળ્યું છે. ભાજપના ગાંધીનગર લોકસભાના 37ના કાર્યકર્તાઓ કોરોનામાં લોકોને હોસ્પિટલમાં પહોંચાડતા, સ્મશાન પહોંચાડતા કામ કરતા કરતા જિંદગી ગુમાવી છે. 

રાહુલ બાબાએ ટ્વીટ કર્યું હતું કે, આ કોરોનાના રસી નથી મોદી રસી છે. પરંતુ કોઈ તેમનું દેશમાં સાંભળતું નથી અને તેઓ પણ રાતે અંધારામાં જઈને રસી લઈને આવ્યા કેમ કે આના વગર છૂટકો જ નથી. અમિત શાહે અમદાવાદ ખાતે જનસભાને સંબોધિત વખતે કોંગ્રેસને આડે હાથ લીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io