Gujarat Election 2022: ભાવનગર પશ્વિમ બેઠક માટે જિતુ વાઘાણીએ શરૂ કર્યો પ્રચાર, પણ બદલાઈ શકે છે ચૂંટણી સમીકરણો! જાણો કેમ?
Gujarat Election 2022: ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કુંભારવાડા વિસ્તારમાં સતત બે ટર્મથી જંગી બહુમતીથી જીત મેળવનાર ભાજપના ત્રીજી વખતના ઉમેદવાર જીતુ વાઘાણી એ કુંભારવાડા વિસ્તાર કાર્યલય નું ઉદઘાટન કર્યું હતું.
Trending Photos
Gujarat Election 2022, નવનીત દલવાડી/ભાવનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાવનગર પશ્વિમ બેઠક માટે જિતુ વાઘાણીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. કુંભારવાડા વિસ્તારમાં કાર્યાલયનું ઉદ્ધાટન કરી જિતુ વાઘાણીએ વિશાળ જનસભાને સંબોધી હતી. પરંતુ ભાવનગરમાં ભાજપથી નારાજ ગોહિલવાડ રાજપૂત સમાજ મહિલા પાંખ દ્વારા શહેરનાં મિલ્ટરી સોસાયટી ખાતે ક્ષત્રિય મહિલા સંમેલન યોજાયું હતું. જેથી જીતુ વાઘાણીના ગઢમાં સંમેલન યોજાતા વિધાનસભા બેઠકના સમીકરણો બદલાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજેપી વિરુદ્ધ ક્ષત્રિય મહિલા સંમેલન યોજાયું
ભાવનગરમાં ભાજપથી નારાજ ગોહિલવાડ રાજપૂત સમાજ મહિલા પાંખ દ્વારા શહેરનાં મિલ્ટરી સોસાયટી ખાતે ક્ષત્રિય મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં 2 હજાર થી વધુ મહિલાઓએ હાજરી આપી હતી. સમાજ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર કે.કે ગોહિલને જાહેરમાં સમર્થન આપી જીતનો વિશ્વાસ અપાવ્યો હતો. જીતુ વાઘાણીના ગઢમાં સંમેલન યોજાતા વિધાનસભા બેઠકના સમીકરણો બદલાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ગોહિલવાડ રાજપુત સમાજ દ્વારા વખતો વખત મહાસંમેલન યોજીને દરેક પક્ષ પાસે ટિકિટની માંગ કરવામાં આવી હતી. જોકે ભાજપ દ્વારા ભાવનગરની સાત વિધાનસભા બેઠક પૈકી એક પણ ટિકિટ ન ફાળવતા ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઇને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે શહેરના પ્રેસ ક્વાર્ટર ખાતે ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજ દ્વારા સામાજિક જાગરણ સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ પ્રમુખ વાસુદેવસિંહ ગોહીલ અને પશ્ચિમ વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ કુંભાજી ગોહિલ (કે.કે.ગોહિલ) ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના પગલે કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ ગોહિલ સંમેલન સ્થળ પર ઉપસ્થિત થતા તમામ ક્ષત્રિય મહિલાઓ એ તાળીઓના ગડગડાટ સાથે જાહેરમાં ખુલ્લું સમર્થન આપી તેમને જીત અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અગાઉ પણ ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલન યોજીને રાજકીય પક્ષ પાસે ટિકિટ ની માંગ કરવામાં આવી હતી, પરંતુ ભાવનગરમાં ભાજપે એક પણ ટિકિટ ના ફાળવતા ક્ષત્રિય સમાજ નારાજ થયો છે.
ભાવનગર પશ્ચિમ ક્ષેત્રમાં બીજેપીને બહોળો પ્રતિસાદ
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોએ પૂરા જોરશોરથી ચુંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે, ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કુંભારવાડા વિસ્તારમાં સતત બે ટર્મથી જંગી બહુમતીથી જીત મેળવનાર ભાજપના ત્રીજી વખતના ઉમેદવાર જીતુ વાઘાણી એ કુંભારવાડા વિસ્તાર કાર્યલય નું ઉદઘાટન કર્યું હતું. આ સમયે ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનસભાને સંબોધી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ને આડે હવે માત્ર 13 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં સતત 2 ટર્મ જંગી બહુમતીથી વિજેતા બનેલા જીતુ વાઘાણી ને ભાજપે સતત ત્રીજી વખત ઉમેદવારી કરવાની તક આપી છે ત્યારે જીતુ વાઘાણીએ શહેરના કુંભારવાડા વિસ્તારમાં ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકી વિશાળ જનસભાને સંબોધી પ્રચાર કાર્યનો આરંભ કર્યો હતો, કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પહોંચેલા જીતુ વાઘાણી નું સ્થાનિક લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, લોકો જીતુ વાઘાણી ને ઘોડા પર બેસાડી સભા સ્થળ સુધી લઈ ગયા હતા.
આ પ્રસંગે મેયર કીર્તિબેન દાણીધારિયા, જગન્નાથજી રથયાત્રાના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા, કાર્યકારી પ્રમુખ ડીબી ચુડાસમા, સ્થાનિક કોર્પોરેટર અને વિશાળ સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા, આ વિસ્તારમાં જીતું વાઘાણી દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોના કારણે લોકોમાં તેમની ખૂબ વધુ ચાહના જોવા મળી રહી છે, ભાવનગર શહેરના અતિ પછાત ગણાતા પશ્ચિમના કુંભારવાડા વિસ્તારમાં રોડ, ગટર, અને પીવાના પાણીની સગવડ પૂરી પાડવામાં આવી છે.
વિશાળ જનસભા ને સંબોધતા જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા અહીં અનેક વિકાસના કામો થયા છે, એક સમયે લોકો રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી પરેશાન હતા, જ્યારે ભાજપ દ્વારા લોકોની સુખાકારી માટે અહીં અનેક કામો કરવામાં આવ્યા છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કામ કરવા પાછળ ઉપકાર નો કોઈ ભાવ મારા મનમાં નથી તમારા આશીર્વાદ મળે એ માટે કામો કાર્ય છે.
જીતું વાઘાણી ને પૂછતા તેઓએ કહ્યું કે, એક નહિ જિલ્લાની તમામ સાત બેઠકો પર ભાજપ જીતશે, કોંગ્રેસ શું કરી ને ગઈ અને ભાજપે શું કર્યું એ માટે વિરોધીઓ એ સંશોધન કરવાની જરૂર છે, વિકાસ એ સતત આગળ વધતી પ્રક્રિયા છે, અમે અનેક કામો કર્યા છે અને ભવિષ્યમાં પણ અમેજ કરીશું, ભાવનગર, ગુજરાત અને ભારતમાં ફરી કેસરિયો લહેરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે